આખરી બેઠક મળી:સૌરાષ્ટ્ર યુનિ.ની આજે સેનેટની છેલ્લી બેઠક મળી, યુથ કોંગ્રેસ અને NSUIએ વિરોધ કરી તાત્કાલિક સેનેટ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવા માંગ કરી

રાજકોટ3 મહિનો પહેલા
સૌરાષ્ટ્ર યુનિ.માં સેનેટની બેઠક મળી.
  • નિયત સમયમાં ચૂંટણી નહીં થાય તો ઉગ્ર વિરોધ કરાશેઃ યુથ કોંગ્રેસ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આજે સેનેટની આખરી બેઠક મળી હતી. જેમાં આજે પ્રથમ વખત મીડિયાને એન્ટ્રી આપવામાં આવી હતી. આજની બેઠકમાં યુનિવર્સિટીના બજેટને બહાલી આપવામાં આવી હતી. સાથે 3256 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયતની મંજૂરી આપવામાં આવી છે. બીજી તરફ બેઠક શરૂ થતા જ યુથ કોંગ્રેસ અને NSUIએ વિરોધ કરી તાત્કાલિક સેનેટ ચૂંટણીનું જાહેરનામું બહાર પાટવા માંગ કરી હતી.

બપોરે 1 વાગ્યે સેનેટની બેઠક મળી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે આજે બપોરે 1 વાગ્યે સેનેટની આખરી બેઠક મળી હતી. જેમાં સેનેટ સભ્યોની હાજરીમાં ચાલુ નાણાકીય વર્ષના બજેટને બહાલી આપવામાં આવી હતી. સાથે 3256 જેટલા વિદ્યાર્થીઓને પદવી એનાયત માટે મંજૂરી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન કોઇ અન્ય સભ્યોની પ્રશ્નોતરી કરવામાં આવી નહોતી.

યુથ કોંગ્રેસ અને NSUIનો વિરોધ.
યુથ કોંગ્રેસ અને NSUIનો વિરોધ.

યુથ કોંગ્રેસ અને NSUIએ વિરોધ કર્યો
બીજી તરફ સેનેટની બેઠક શરૂ થતાની સાથે જ યુથ કોંગ્રેસ અને NSUIના કાર્યકર્તાઓ યુનિવર્સિટી ખાતે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી વિરોધ માટે પહોંચ્યા હતા. આગામી 23 મેના રોજ વર્તમાન સેનેટ સભ્યોની ટર્મ પૂર્ણ થઇ રહી છે જેને ધ્યાનમાં રાખી તાત્કાલિક ધોરણે સેનેટની ચૂંટણી જાહેરનામું બહાર પાડવા માંગ કરવામાં આવી હતી. જોકે કુલપતિએ તેઓની રજુઆત સાંભળી યોગ્ય સમયે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી. યુથ કોંગ્રેસના આગેવાન અને સેનેટ સભ્ય રાજદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, નિયત સમયમાં ચૂંટણી નહીં થાય તો ઉગ્ર વિરોધ પણ કરવામાં આવશે અને જરૂર જણાયે કોર્ટના દ્વાર પણ ખખડાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...