કોરોના લોકડાઉન 4.0 / સૌરાષ્ટ્રને ફ્લાઈટ અને ટ્રેન નહીં મળતા અન્યાય, વેપાર ધંધાને નુકસાન : ચેમ્બર

Saurashtra not getting flight and train Injustice, loss to business: Chamber
X
Saurashtra not getting flight and train Injustice, loss to business: Chamber

દિવ્ય ભાસ્કર

May 24, 2020, 05:00 AM IST

રાજકોટ. રાજકોટને ટ્રેન અને ફ્લાઇટની સુવિધા નહીં મળતા રાજકોટ ચેમ્બરે પોતાનો વિરોધ નોંધાવ્યો છે. રોષ ઠાલવતા ચેમ્બરે જણાવ્યું છે કે, રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર કહેવાય છે પણ  જે રીતે ફ્લાઈટ અને ટ્રેન નહીં મળતા એવું લાગી રહ્યું છે કે, રાજકોટ કેન્દ્ર સરકારના નકશામાં છે જ નહીં?. અહીં બધા પ્રકારના ઉદ્યોગ અને વેપાર આવેલા છે, પરંતુ ફ્લાઇટ અને ટ્રેનની સુવિધા નહીં મળવાથી રાજકોટના વેપારીઓને અન્યાય  થયો છે. વેપારને નુકસાન થશે. 

ફ્લાઈટની સુવિધા ચાલુ હતી ત્યારે રોજના 1200 મુસાફરો આવન જાવન કરતા
રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવે જણાવ્યું હતું કે, જ્યારે ફ્લાઈટની સુવિધા ચાલુ હતી ત્યારે રોજના 1200 મુસાફરો આવન જાવન કરે છે અને તેમાંથી 800 તો વેપારીઓ હોય છે. હવે આ બધાને અમદાવાદ સુધી જવું પડશે અને ત્યાંથી તેને બીજા રાજ્યોમાં જવું પડશે.આથી સમય અને નાણાં બગડશે. કોમ્યુનિકેશન ગેપ વધશે. તેથી રાજકોટને મળતો વેપાર બંધ થઈ જશે. એક તો લોકડાઉનમાં વેપાર ઉદ્યોગ બંધ રહેવાથી નુકસાની ગઈ છે. ત્યારબાદ હવે આ બીજો મોટો ફટકો ગણાશે. આ ઉપરાંત મેડિકલ ઈમરજન્સીમાં પણ હેરાન થવું પડશે. આ ઉપરાંત અમદાવાદના કેટલાક વિસ્તારો કોરોનાગ્રસ્ત છે જો ત્યાં વેપારી જાય તો ચેપ લાગવાની પણ શક્યતા રહે છે. ત્યારે હવે રાજકોટને ફ્લાઈટ કે ટ્રેનની સુવિધા આપવી જોઈએ.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી