કોરોના ઇફેક્ટ:અન્ય રાજ્યોના લોકડાઉનથી સૌરાષ્ટ્રની મિલને લાભ થયો, રૂ. 1500ના ભાવ સાથે કપાસ ઓલટાઈમ હાઈ

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક

આ વર્ષે પહેલેથી જ કપાસ રૂ. 1100ની સપાટી પર રહ્યો છે. ધીમે ધીમે તેમાં ભાવવધારો થતો ગયો છે અને છેલ્લા એક સપ્તાહથી કપાસના ભાવે રૂ. 1500ની સપાટી કુદાવી છે. આ સાથે કપાસનો ભાવ પહેલીવાર ઓલટાઈમ હાઇ ગયા છે. જો કે કોરોનાને કારણે મહારાષ્ટ્ર, કર્ણાટકનું લોકડાઉન સૌરાષ્ટ્રને ફળ્યું છે. સૌરાષ્ટ્રમાં યાર્ન અને સ્પિનિંગ મિલમાં ડિમાન્ડ નીકળતા કપાસની ખરીદી વધી છે.

સ્પિનિંગમાં કામકાજ શરૂ થતા હાલ તે 24 કલાક ચાલવા લાગી હોવાનું સ્પિનર પ્રભુદાસભાઈ તન્ના જણાવે છે. જો કે કપાસના ભાવ રૂ.1500 સાથે ઓલટાઈમ હાઇ રહેતા ખેડૂતોને ફાયદો થયો છે.પરંતુ કપાસના ભાવ એવા સમયે વધ્યા કે જ્યારે માત્ર 2 થી 4 ટકા ખેડૂતો પાસે સિઝનનો છેલ્લો કપાસ વધ્યો છે.

કપાસની ખરીદી અને ભાવ બન્ને વધ્યા છે. જેને કારણે હાલ બજારમાં કપાસ મળતો નથી. જીનર્સ અરવિંદભાઈ પટેલ જણાવે છે કે, સ્પિનીંગમાં ડિમાન્ડ નીકળતા હાલ કપાસની ખરીદી નીકળી છે. યાર્નની પડતર પ્રતિ કિલો રૂ. 50 -60 ના બદલે રૂ. 15 થી 20 એ પંહોચી છે.

અન્ય સમાચારો પણ છે...