તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ટ્રેનના સમયપત્રક:સૌરાષ્ટ્ર મેલ સવા બે કલાક વહેલી, અન્ય 16 ટ્રેનનો સમય બદલાશે

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટથી ઉપડતી 16 ટ્રેનનું ટાઇમ ટેબલ એક ડિસેમ્બરથી ફરશે

રાજકોટ રેલવે ડિવિઝને અહીંથી આવતી-જતી 16 જેટલી ટ્રેનના સમયપત્રકમાં બદલાવ કરવાનો નિર્ણય કર્યો છે. આવતીકાલથી એટલે કે 1 ડિસેમ્બરથી દસ જેટલી ટ્રેનનો સમય 10 મિનિટથી લઈને 3 કલાક 20 મિનિટ સુધી વહેલો કરાયો છે, જ્યારે અન્ય છ ટ્રેનનો સમય 19 મિનિટથી લઈને 9 કલાક 39 મિનિટ સુધી મોડો કરાયો છે. રાજકોટ સ્ટેશનથી ઓખા- મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ અગાઉના સમયથી 2 કલાક 20 મિનિટ વહેલી ઉપડશે, હાવડા-ઓખા સુપરફાસ્ટ ટ્રેન 3 કલાક 5 મિનિટ, સોમનાથ-જબલપુર 10 મિનિટ વહેલી કરાય છે.

જ્યારે મોડી કરાયેલી ટ્રેનમાં ઓખા-પુરી સ્પેશિયલ ટ્રેન હવે બપોરે 13.29 કલાકને બદલે 9 કલાક 39 મિનિટ મોડી રાત્રે 23.10 કલાકે ઉપડશે. પોરબંદર-દિલ્હી સરાય રોહિલ્લા સ્પેશિયલ ટ્રેન 4 કલાક 11 મિનિટ મોડી કરાય છે. વેરાવળ-ત્રિવેન્દ્રમ સ્પેશિયલ ટ્રેન પણ 2 કલાક 12 મિનિટ મોડી કરાય છે. રેલવે સામાન્ય રીતે દર વર્ષે જુલાઈ મહિનામાં ટ્રેનના ટાઈમટેબલમાં બદલાવ કરતું હોય છે, પરંતુ આ વર્ષે માર્ચ મહિનાથી જ લોકડાઉન જાહેર કરાયું હોવાને કારણે ટ્રેન વ્યવહાર બંધ હોવાને કારણે હાલ જે સ્પેશિયલ ટ્રેન ચાલી રહી છે તેના સમયપત્રકમાં બદલાવ કરાયો છે. ટ્રેનનો સમય રાજકોટ સ્ટેશન ઉપરાંત ઓખા, દ્વારકા, ખંભાળિયા, જામનગર અને સુરેન્દ્રનગર સ્ટેશન પર પણ બદલાશે.

આ ટ્રેનનો સમય વહેલો કરાશે

ટ્રેનવર્તમાન સમય (આવન/જાવન)પરિવર્તિત સમય(આવન/જાવન)
ઓખા-મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ17.45/18.1515.25/15.35
મુંબઈ સેન્ટ્રલ-ઓખા સૌરાષ્ટ્ર મેલ10.18/10.2809.35/09.45
ત્રિવેન્દ્રમ-વેરાવળ સ્પેશિયલ11.52/12.0211.19/11.29
હાવડા-ઓખા સુપરફાસ્ટ13.26/13.3110.31/10.41
હાવડા-પોરબંદર સુપરફાસ્ટ13.26/13.3110.31/10.41
જબલપુર-સોમનાથ સ્પેશિયલ10.44/10.4610.31/10.33
સોમનાથ-જબલપુર સ્પેશિયલ13.58/14.0313.48/13.53
પુરી-ઓખા સ્પેશિયલ08.00/08.1005.15/05.25
દિલ્હી સરાય રોહિલ્લા-પોરબંદર07.45/07.5504.25/04.35
તિરુનેલવેલી-જામનગર એક્સપ્રેસ03.36/03.4102.41/02.46

આ ટ્રેનનો સમય મોડો કરાયો

ટ્રેનવર્તમાન સમય (આવન/જાવન)પરિવર્તિત સમય(આવન/જાવન)
વેરાવળ-ત્રિવેન્દ્રમ સ્પેશિયલ08.19/08.2410.31/10.36
ઓખા-હાવડા સુપરફાસ્ટ12.39/12.4413.00/13.05
પોરબંદર-હાવડા સુપરફાસ્ટ12.39/ 12.4413.00/13.05
ઓખા-પુરી સ્પેશિયલ13.24/13.2923.05/23.10
પોરબંદર-દિલ્હી સરાઈ રોહિલ્લા20.55/21.0023.41/23.46
જામનગર-તિરુનેલવેલી એક્સપ્રેસ22.31/22.3622.50/22.55

​​​​​​​​​​​​​​

અન્ય સમાચારો પણ છે...