તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Saurashtra Lok Sanskriti Kendra Will Be Made A Tourist Destination In The University, A Proposal Will Be Made To The Government And A Grant Will Be Sought.

રાજકોટને વધુ એક ભેટ:યુનિવર્સિટીમાં સૌરાષ્ટ્ર લોકસંસ્કૃતિ કેન્દ્રને પ્રવાસન સ્થળ જેવું બનાવાશે, સરકારમાં પ્રસ્તાવ મૂકી ગ્રાન્ટ મગાશે

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 268 જ્ઞાતિના ઈતિહાસ, પહેરવેશ, રીતિ-રિવાજ, આભૂષણ પ્રદર્શિત કરાશે

રાજકોટમાં જેમ ગાંધી મ્યુઝિયમ, કબા ગાંધીનો ડેલો, વોટસન મ્યુઝિયમ, ડોલ્સ મ્યુઝિયમ જેવા ઐતિહાસિક અને પ્રવાસન સ્થળો જોવા માટે દૂર દૂરથી લોકો આવે છે એવું જ એક પ્રવાસન સ્થળ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બનશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં ‘સૌરાષ્ટ્ર લોકસંસ્કૃતિ કેન્દ્ર’ બનાવવા માટે રાજ્ય સરકારમાં પ્રસ્તાવ મોકલાશે અને ગ્રાન્ટ પણ મગાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ગુજરાતમાં વસતી 268 પ્રકારની જુદી જુદી જ્ઞાતિના ઈતિહાસ, પહેરવેશ, રીતિ-રિવાજ, આભૂષણ કંડારાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયોલોજી ડિપાર્ટમેન્ટમાં તૈયાર થનારા લોકસંસ્કૃતિ કેન્દ્રમાં આખા સૌરાષ્ટ્રની જુદી જુદી સંસ્કૃતિઓની એક જ સ્થળે ઝાંખી થશે.

આ કેન્દ્રમાં કચ્છનું ભરત ગૂંથણ કામ, દરિયાઈ ખેડૂતના ઓજારો, આદિવાસીઓનો ઈતિહાસ, દરિયાઈ વિસ્તારના સમુદાયનો પહેરવેશ, રહેણી-કહેણી, વસ્તુઓ, પાઘડી, સાધનો, કલા સહિતની વસ્તુઓ રાખવામાં આવશે.આ ઉપરાંત સૌરાષ્ટ્રના ઉદ્યોગો જેવા કે જામનગરમાં બ્રાસ ઉદ્યોગ, જેતપુરનો સાડી ઉદ્યોગ, રાજકોટનો એન્જિનિયરિંગ ઉદ્યોગ, મોરબીનો ટાઈલ્સ ઉદ્યોગ સહિતના જુદા જુદા ઉદ્યોગો વિશેની પણ બાબતો આ કેન્દ્રમાં ઉપલબ્ધ કરાવાશે. સાથે સાથે લોક મનોરંજન કરતી કોમ્યુનિટી જેમ કે વાદી, કઠપૂતળીના કલાકાર, ભવાયા, સીદી લોકો, ઢોલી સહિતનાઓનો ઈતિહાસ પણ કંડારાશે.

આ ઉપરાંત દાંડી જેવી બીજી અનેક ચળવળ થઇ છે તેનો ઉલ્લેખ પણ કરાશે. પ્રાચીન યુગો જેવા કે રાજપૂત યુગ, ગાંધી યુગની બાબતો દર્શાવાશે. લગ્નના રીતિ-રિવાજો, મૃત્યુના રીતિ-રિવાજો સહિતની તમામ સંસ્કૃતિઓની ઝાંખી એક જ સ્થળે કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આ પ્રકારનું કેન્દ્ર નિર્માણ પામ્યા બાદ તેને પ્રવાસન સ્થળ તરીકે તૈયાર કરાશે અને સહેલાણીઓ અહીં જુદી જુદી સંસ્કૃતિથી વાકેફ થશે.

અન્ય સમાચારો પણ છે...