તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રના લેટેસ્ટ ન્યૂઝ:ગઢડા નજીક કાર પલ્ટી મારી જતા ચાર યુવાનોને ઈજા, રાજકોટમાં ઘરમાંથી 8 જીવતા કાર્ટીસ મળ્યાં, સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક બોલાવવા કોંગ્રેસના MLAએ અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં રામદેવ ડાંગરના ઘરમાંથી આઠ જીવતા કાર્ટીસ મળી આવ્યા - Divya Bhaskar
રાજકોટમાં રામદેવ ડાંગરના ઘરમાંથી આઠ જીવતા કાર્ટીસ મળી આવ્યા
  • કોરોના મહામારી વચ્ચે મોરબી પાલિકા કચેરીએ લાંબી લાઈનો અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
  • ગોંડલ નજીકની આશાપુરા ચોકડીએ આઈસર પલ્ટી ખાતા તેલના ડબ્બા રોડ ઉપર રેલમ છેલમ

1. ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા માસ્ક ન પહેરનાર પાસેથી અત્યાર સુધીમાં 2.29 કરોડથી વધુનો દંડ વસુલાયો
ભાવનગર શહેર અને જિલ્લામાં કોવિડ-19ના સંક્રમણ નિયંત્રણ સંદર્ભે જાહેર સ્થળો, ફરજના સ્થળો અને પરિવહન વખતે માસ્ક ન પહેરવા અંગે અને જાહેરમાં થૂંકવા બાબતે દંડ વસુલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જાહેરમાં માસ્ક પહેરવું સરકારે ફરજીયાત કર્યુ છે પરંતુ કેટલાક લોકો એક અથવા બીજા બહાને માસ્ક પહેરવાનું ટાળતા હોય છે. ત્યારે જાહેરમાં માસ્ક પહેર્યુ ન હોય તો સ્થળ પર દંડ વસૂલવાની સત્તા પોલીસ અને મ્યુનિ. કોર્પોરેશન બંન્નેને આપી છે. ભાવનગર જિલ્લા પોલીસ વિભાગ દ્વારા આજ દિન સુધીમાં માસ્ક ન પહેરવા અંગે કુલ 71,127 વ્યકિત પાસેથી કૂલ રૂ. 2,29,14,200 દંડ વસુલવામાં આવ્યો છે.

2. ભાવનગરમાં પ્લાસ્ટિક બેગ અંગે ચેકિંગ
ભાવનગર મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા પ્લાસ્ટિક બેગ લઈને ભાવનગરની મુખ્ય બજારોમાં જેમાં શાકમાર્કેટ, રૂપમ ચોક, જશોનાથ અને મેઈન બજાર ખાતે પ્લાસ્ટિક બેગનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સરકાર માન્ય સિવાયના પ્લાસ્ટિકના ઝબલાં તથા બેગ ઉપયોગમાં લેતા વેપારીઓને દંડ ફટકારવામાં આવ્યો હતો. વેપારીઓને અનુરોધ કરવામાં આવ્યો હતો કે સરકાર માન્ય પ્લાસ્ટિકના ઝબલા તથા બેગનો ઉપયોગ કરવા તાકીદ કરી હતી.

3. ગઢડા નજીક કાર પલ્ટી મારી જતા ચાર યુવાનોને ઈજા
બોટાદ જિલ્લાના ગઢડાના હોળાયા રોડ પર વહેલી સવારે પસાર થઈ રહી હતી ત્યારે કાર અચાનક પલ્ટી મારી ગઈ હતી. જેમાં ગઢડા શહેરના રહેવાસી દર્શન કાળુભાઈ મકવાણા, દિપ મહેશભાઈ જોષી, રાજુ રણછોડભાઈ ગાગડીયા સહિત ચાર યુવાનોને ગંભીર ઈજા પહોંચી હતી. જેમાં બે યુવાનને ભાવનગર અને બે યુવાનને બોટાદ સારવાર માટે ખસેડાયા હતા.

ગોંડલ નજીકની આશાપુરા ચોકડીએ આઈસર પલ્ટી ખાતા તેલના ડબ્બા રોડ ઉપર રેલમ છેલમ
ગોંડલ નજીકની આશાપુરા ચોકડીએ આઈસર પલ્ટી ખાતા તેલના ડબ્બા રોડ ઉપર રેલમ છેલમ

4. રાજકોટમાં મકાનમાંથી 8 જીવતા કાર્ટીસ અને દારૂની બોટલો મળી
રાજકોટના જામનગર રોડ પર વિનાયક વાટીકા-1માં રહેતાં અને એક સમયે બલી ડાંગરના સાથીદાર રહી ચૂકેલા રામદેવ લક્ષમણભાઇ ડાંગરના ઘરમાં ગેરકાયદેસર હથિયાર હોવાની બાતમી પરથી ક્રાઇમ બ્રાંચની ટીમે મોડી રાતે એકાદ વાગ્યે દરોડો પાડ્યો હતો. જો કે, રામદેવ મળી આવ્યો નહોતો. પણ તલાશી લેતાં ઘરમાંથી 8 જીવતા કાર્ટીસ અને દારૂની બોટલો મળતાં બે અલગ-અલગ ગુનો નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

5.એસટી બસમાંથી દોઢ લાખ રોકડા મળતા કન્ડક્ટરે મૂળ માલિકને પરત કર્યા
રાજકોટ - જામનગર એસટી બસ કે જે વાયા કાલાવાડ થઈને દોડે છે તે રૂટની બસ ગઇકાલે સાંજે જામનગરથી-રાજકોટ આવી રહી ત્યારે આ બસના કંડકટર જયેશ ગોધાણીને બસ ખાલી થઈ ત્યારે ચેકિંગ સમયે એક બારીની ખીટી ઉપર ટીંગાતી થેલી મળી હતી. તેમાં જોયું તો દોઢ લાખ રોકડા હતા. કંડક્ટર વિચારમાં પડી ગયા, તેઓ અને ડ્રાઈવર સીધા ઇન્ચાર્જ ડેપો મેનેજર સહદેવસિંહ ગોહિલ પાસે દોડી ગયા હતા અને રકમ મળી હોય, જમા કરાવી હતી. આ દરમિયાન આ થેલી જે વૃદ્ધ ભૂલી ગયા હતા, તે પણ દોડી આવ્યા હતા અને ડેપો મેનેજરને જાણ કરી હતી. બાદમાં ખાત્રી કરી વૃદ્ધના દિકરા સાથે ફોનમાં વાત કરી રોકડ પરત કરી હતી.

6. કોરોના મહામારી વચ્ચે મોરબી પાલિકા કચેરીએ લાંબી લાઈનો અને સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
મોરબી નગરપાલિકા કચેરીએ જન્મ તારીખના દાખલા મેળવવા માટે નાગરિકોએ લાંબી લાઈનો લગાવી હતી. સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતના નિયમોના પાલન કરવાની સુચનાઓ આપવામાં આવી હોય છે જો કે મોરબીની નગરપાલિકા કચેરી ખાતે જ નિયમોના લીરેલીરા ઉડ્યા હતા. જ્યાં લાંબી લાઈનો સાથે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો તો સરકારી બાબુઓને પણ ગાઈડલાઈન્સનું પાલન કરાવવામાં કોઈ રસ ના હોય તેવો ઘાટ જોવા મળ્યો હતો.

ભાવનગરમાં પ્લાસ્ટિક બેગ અંગે ચેકિંગ
ભાવનગરમાં પ્લાસ્ટિક બેગ અંગે ચેકિંગ

7. ગોંડલ નજીકની આશાપુરા ચોકડીએ આઈસર પલ્ટી ખાતા તેલના ડબ્બા રોડ ઉપર રેલમ છેલમ
ગોંડલ નજીકની આશાપુરા ચોકડીએ આઈસર પલ્ટી ખાતા તેલના ડબ્બા રોડ ઉપર રેલમ-છેલમ થઈ ગયા હતા. અનેક ડબ્બા ફૂટી જતાં રસ્તા ઉપર તેલ મોટા પ્રમાણમાં ઢોળાઈ ગયું હતું. આ ઘટનાની જાણ થતાં ગોંડલ પોલીસ ટીમે ઘટના સ્થળે દોડી જઈને કામગીરી હાથ ધરવામાં આવી હતી.

8. મોરબી જિલ્લામાં હોમ આઈસોલેશન નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરાશે: કલેક્ટર
કોરોના સંક્રમણને વધુ ફેલાતું રોકવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની આગેવાની હેઠળની રાજ્ય સરકાર વિવિધ પગલાં લઈ રહી છે. કોરોના સંક્રમિત દર્દીને પરિસ્થિતિ અનુકૂળ હોય તો હોમ આઈસોલેશનની પણ છૂટ આપવામાં આવી રહી છે પરંતુ હાલમાં હોમ આઈસોલેશનના નિયમોનો ભંગ થતો હોવાનું ધ્યાને આવતાં જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા આ અંગે કડક કાર્યવાહી કરવા જિલ્લા આરોગ્ય વિભાગ અને પોલીસ તંત્રને સુચના આપી છે.

9. ગોંડલનાં સાઢિયા પુલ પાસેનું ફાટક 20 મિનીટ બંધ રખાતા ટ્રાફિકજામ
છેલ્લા ચાર-પાંચ વર્ષથી ગોકળ ગતિએ ચાલતા સાંઢિયા પુલ ઓવરબ્રિજના કારણે જેતપુર રોડ પરનો તમામ ટ્રાફિક તેની બાજુના ગાડા માર્ગથી ડાયવર્ટ કરાયો છે.ગત સપ્તાહે ફાટક પરના ગેટમેનની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. જેમાં આશાસ્પદ યુવાન સંજય ટીલાળાનું કમકમાટીભર્યુ મોત નીપજતા રોષ ફેલાયો હતો. તંત્ર દ્વારા ફાટકના ગેટમેન વિરુદ્ઘ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ હતી. અકસ્માતની ઘટના બાદ રેલવે તંત્ર દ્વારા તકેદારીના ભાગરૂપે ટ્રેન આવવાના સમયે 20 મિનિટ ફાટક બંધ રાખવામાં આવતા હાલ વાહનચાલકો ટ્રાફિક જામનો ભોગ બની રહ્યા છે.

કોંગ્રેસના MLAએ અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો
કોંગ્રેસના MLAએ અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો

10. સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક બોલાવવા કોંગ્રેસના MLAએ અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો
કોરોના કાળમાં સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક બંધ કરવામાં આવી હતી. આ બેઠક ફરીથી ચાલુ કરવા માટે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુંમરે અધિક મુખ્ય સચિવને પત્ર લખ્યો છે. સામાન્ય વહીવટી વિભાગ દ્વારા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક બોલાવવામાં આવે છે. જિલ્લા સંકલન અને ફરિયાદની બેઠક અમરેલીમાં મળતી નથી. જ્યારે રાજકોટ, ભાવનગર સહિત અન્ય જિલ્લામાં આ બેઠક મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...