તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌરાષ્ટ્રના લેટેસ્ટ ન્યૂઝ:રાજકોટના 3 વોર્ડમાં પાણીકાંપ ઝીંકાયો, ભાવનગરમાં 90 ઝુપડા પર બૂલડોઝર ફરી વળ્યું, ગિરનારની લીલી પરિક્રમાનું પ્રતિકાત્મક ઉદઘાટન, ભાવનગરમાં વીજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

રાજકોટ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાવનગર મનપા દ્વારા જવાહર મેદાન ખાતે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી - Divya Bhaskar
ભાવનગર મનપા દ્વારા જવાહર મેદાન ખાતે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી
  • હળવદ પંથકમાં વેરા વુસલાત ઝુંબેશમાં નિષ્ક્રિય 56 તલાટી મંત્રીઓને નોટિસ
  • ખંભાળિયામાં કણઝાર નજીક સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરી

1. ભાવનગરમાં 90 ઝુપડા પર ડિમોલિશન
ભાવનગર મનપા દ્વારા જવાહર મેદાન ખાતે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોની આરોગ્ય સેવા સુવિધામાં વધારો કરવા જોગર્સ પાર્કના નિર્માણનું કામ હાથ ધરવામાં આવનાર હોય આ જગ્યા પર માટે આ જગ્યા પરના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી છે. જવાહર મેદાન ખાતે રેલવે તેમજ ડિફેન્સની જગ્યા ઉપર દબાણ હટાવવાની કામગીરી જેમાં આશરે 90થી વધુ ઝૂપડપટ્ટી હાલ ઉભી હોય જેને દૂર કરવા મહાનગરપાલિકા વહીવટીતંત્ર જેમાં મામલતદાર, મનપા, રેલવે,પોલીસ સહિતનો સ્ટાફ જોડાયો છે અને દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. બે દિવસ સુધી આ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવશે.

2. ભાવનગરમાં સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા આજે એક દિવસીય હડતાળ
ભાવનગર સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા રાષ્ટ્રવ્યાપી એક દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. જેના પગલે ભાવનગરના પાનવાડી ચોક ખાતે સીપીઆઈએમ દ્રારા ખાનગીકરણના વિરોધમાં દેખાવો યોજીને સુત્રોચ્ચાર કર્યા હતા. જેમાં બેંક, LIC,રેલવે જેવા સરકારી સાહસોને ખાનગીકરણનો વિરોધ કરાયો હતો. સાથોસાથ રીક્ષા ચાલકો અને અન્ય મજૂર વર્ગને માસિક વેતન આપવા માંગ કરી હતી.

ભાવનગરમાં સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા આજે એક દિવસીય હડતાળ સાથે વિરોધ
ભાવનગરમાં સંયુક્ત ટ્રેડ યુનિયન દ્વારા આજે એક દિવસીય હડતાળ સાથે વિરોધ

3. ભાવનગરમાં વીજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
સરકાર હસ્તકની વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાની હિલચાલના વિરોધમાં વીજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ જોડાયા હતા. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો હસ્તકની વીજ વિતરણ કંપનીઓનું ખાનગીકરણ કરવાના વિરોધમાં દેશ વ્યાપી પ્રદર્શન અને સુત્રોચ્ચાર કરવામાં આવ્ચા હતા. જેના ભાગરૂપે ગુજરાત ઊર્જા સંયુક્ત સંકલન સમિતિના નેજા હેઠળ ભાવનગર ખાતે વીજ કર્મચારીઓએ એકઠા થઈને ખાનગીકરણના વિરોધમાં સુત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું.

4. રાજકોટમાં કુવાડવા રોડ 4.24 લાખની દારૂ ભરેલી બોલેરો પીકઅપ સાથે ત્રણ શખ્સો ઝડપાયા
રાજકોટના કુવાડવા રોડ પર આઈ.ઓ.સી. ગેસ પ્લાન્ટ પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે દરોડો પાડી બોલેરો પીકઅપમાંથી રૂ. 4,24,140ની કિંમતની 1068 બોટલ સાથે ત્રણ શખ્સોને પકડી લીધા હતા. આ વખતે શહેર એસઓજીએ ચોક્કસ બાતમી પરથી કુવાડવા રોડ આઈઓસી પ્લાન્ટ સામે આવેલી ખૂબ જ જાણીતી સેફ એક્સપ્રેસ કુરીયર કંપનીના ગોડાઉનમાં દરોડો પાડી કુરીયરના ટ્રકમાં ભરેલો રૂ. 1,21,200નો 240 બોટલ દારૂ કબ્જે કરી કુરીયર કંપનીના ત્રણ મેનેજર તથા રાજસ્થાની ટ્રક ચાલક મળી ચારને પકડી લઇ રૂ. 16,37,700નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

જુનાગઢમાં લીલી પરિક્રમાનું પ્રતિકાત્મક ઉદઘાટન કરવામાં આવ્યું
જુનાગઢમાં લીલી પરિક્રમાનું પ્રતિકાત્મક ઉદઘાટન કરવામાં આવ્યું

5. ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું પ્રતિકાત્મક ઉદઘાટન
કોરોના મહામારીના કારણે આ વર્ષે પરિક્રમા રદ થઈ છે. આથી સાધુ-સંતો, પદાધિકારીઓ અને ઉતારા મંડળના આયોજકોએ પચ્ચીસ ભાવિકો દ્વારા ધાર્મિક પરંપરા અનુસાર દેવઉઠી એકાદશીની પૂર્વ રાત્રિએ 12 વાગે ઇન્દ્રભારતીબાપુના ગેટ પૂજનવિધી ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રતિકાત્મક પરિક્રમાના ઉદઘાટનમાં જિલ્લા કલેક્ટર ડો. સૌરભ પારધી મ્યુ. કમિશનર તુષાર સુમેરા, મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે.મેયર હિમાંશુ પંડ્યા, ઇન્દ્રભારતીબાપુ, શેરનાથબાપુ, હરીહરાનંદ ભારતીબાપુ સહિત સંતો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

6. હળવદ પંથકમાં વેરા વુસલાત ઝુંબેશમાં નિષ્ક્રિય 56 તલાટી મંત્રીઓને નોટિસ
હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં દર વર્ષે વેરા વસુલાત કામગીરી કરવામાં આવતી હોય છે અને આ વર્ષે પણ હળવદના ગ્રામ્ય વિસ્તારોમાં વેરા વસુલાત ઝુંબેશ ચાલી રહી છે. પણ આ વેરા વસુલાતની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે હળવદ તાલુકામાં પંચાયતમાં જુદી જુદી તારીખે મિટિંગ યોજાતી હોય છે. પણ આ મિટિંગોમાં પાંચ જેટલી ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓ કોઈ પણ કારણ દર્શાવ્યા વગર ગેરહાજર રહેતા હોવાનું ધ્યાને આવ્યું હતું. આ ઉપરાંત 51 જેટલા તલાટી મંત્રીઓની વેરા વસુલાતની નબળી કામગીરી આખે ઉડીને વળગી હતી. જેના પગલે આ બેદરકારીને કારણે હાલ તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ દ્વારા હળવદની 56 ગ્રામ પંચાયતના તલાટી મંત્રીઓને કારણ દર્શક નોટિસ ફટકારવામાં આવી છે.

7. ખંભાળિયામાં કણઝાર નજીક સોસાયટીમાં ત્રણ મકાનમાં ચોરી
ખંભાળિયામાં નવા વર્ષની તસ્કરોએ બોણી કરી છે. પોરબંદર રોડ પર કણઝાર નજીક આવેલી એક સોસાયટીમાં ગત રાત્રીના ત્રણ મકાનોમાં તસ્કરો ત્રાટકતા રોકડ સહિતની મતાની ચોરી થઈ હતી. બનાવને પગલે પોલીસે દોડી જઈ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

ભાવનગરમાં વીજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો
ભાવનગરમાં વીજ કર્મચારીઓએ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો

8. જેતપુરમાં સ્વ. સવજીભાઇ કોરાટની પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યો ઉદઘાટન
સૌરાષ્ટ્રના છોટે સરદારનું બિરૂદ મેળવેલ અને પૂર્વ કેબિનેટ મંત્રી સ્વ. સવજીભાઇ કોરાટની ચિરવિંદાયને 22 વર્ષ થવા છતાં લોકો તેને ભૂલ્યા નથી. લોકોના હૃદયમાં અનેરૂ સ્થાન પામેલા સ્વ. સવજીભાઇના કાર્યોને આજે પણ યાદ કરે છે. તેના પગલે કોરાટ પરિવાર સેવાના રંગે રંગાયો હોય પુણ્યતિથિને લોકો ભુલતા નથી. આ દિવસે જુદી જુદી સંસ્થાઓ દ્વારા લોકો સેવાના કાર્યો કરી તેને શ્રદ્ધાંજલી અર્પણ કરે છે. આજે 22મી પુણ્યતિથિ હોય જુદી જુદી સંસ્થાઓએ સ્ત્રીરોગ નિદાન સારવાર, રક્તદાન કેમ્પનું આયોજન સવજીભાઇ કોરાટ હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું. જેનું કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયાએ દીપ પ્રગટાવી ઉદઘાટન કર્યુ હતું.

9. રાજકોટમાં ત્રણ વોર્ડમાં આજે પાણીકાંપ ઝીંકાયો
રાજકોટ મનપાની વોટરવર્કસ શાખા હસ્તકના ચંદ્રેશનગર પમ્પિંગ સ્ટેશન ખાતે પાણીના ટાંકાની સફાઈ કામગીરી હાથ ધરવામાં આવનાર હોય આજે ગુરુવારે અમીનમાર્ગ અને કાલાવડ રોડ સહિત વોર્ડ નં.8 (પાર્ટ), વોર્ડ નં.11 (પાર્ટ) અને વોર્ડ નં.13 (પાર્ટ) સહિતના વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રહ્યું હતું. રાજકોટ મહાનગરપાલિકાએ અચાનક ચંદ્રેશનગર પાણીના ટાંકાની સફાઈ કામગીરી શરૂ કરતા ત્રણ વોર્ડમાં પાણી વિતરણ કરવામાં આવ્યું નહોતું. સામાન્ય રીતે પાણીના ટાંકાની સફાઈ કામગીરી કરવા માટે મનપા ત્રણથી ચાર દિવસ પહેલા જાહેરાત કરે છે.

અન્ય સમાચારો પણ છે...