તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રના લેટેસ્ટ ન્યૂઝ:અમરેલીના વડિયાની સુરવો નદીમાંથી મૃતદેહ મળ્યો, ગારીયાધારમાં અકસ્માતમાં એકનું મોત, સાવરકુંડલા રેન્જમાં દીપડાના બચ્ચાનું મોત

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરવો નદીમાંથી મૃતદેહ મળ્યો - Divya Bhaskar
સુરવો નદીમાંથી મૃતદેહ મળ્યો

1. અમરેલીના વડિયાની સુરવો નદીમાંથી મૃતદેહ મળ્યો
અમરેલી જિલ્લાના વડિયાની સુરવો નદીમાંથી આજે વહેલી સવારે એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. ગામની મધ્યમાંથી પસાર થતી સુરવો નદીમાં મૃતદેહ હોવાની જાણ સ્થાનિકોને થતાં ઉમટી પડ્યાં હતાં. સ્થાનિકોએ ઘટનાની જાણ તંત્રને કરવામાં આવતા તંત્રએ મૃતદેહ બહાર કાઢી વધુ તપાસ હાથ ધરી છે.

2. ગારીયાધારમાં 2 બાઈક વચ્ચે અકસ્માતમાં એકનું મોત
ભાવનગરના ગારીયાધારમાં પેટ્રોલ પંપના માર્ગ પર બે બાઈક વચ્ચે ધડાકાભેર અકસ્માત થયો હતો. અકસ્માતમાં ગારિયાધારના નવા ગામ રોડ પર રહેતા રહેતા વિશાલ મનુભાઈ પરમારને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત થયું હતું. જેથી મૃતકના ભાઈએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

3. સણોસરામાં ઢોરને વાડી બહાર કાઢવાનું કહેતા ઉશ્કેરાયેલા શખ્સોએ ખેડૂતને મારી નાખવાની ધમકી આપી
સિહોરના સણોસરા ગામે રહેતાં કિશોરભાઈ બાલાભાઈ વઘાસીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, ગભાભાઈ તેજાભાઈ સાંબડ, વિપુલભાઈ ગોવિંદભાઈ સાંબડ, ગોવિંદભાઈ સાંબડ અને બિપીનભાઈ સાંબડ સહિતના ચાર શખ્સોએ કિશોરભાઈ નામના ખેડૂતની વાડીમાં બકરા અને માલ ઢોર સાથે ઘુસી જઈને કપાસના ઉભા પાકમાં ચરવા માટે મુકી નુકસાન કરતા કિશોરભાઈ તેના પત્ની, દિકરો અને ભાઈ વાડીએ પહોંચ્યા હતાં અને માલ ઢોરને વાડી બહાર કાઢવાનું કહેતા ચારેય ઉશ્કેરાઈ ગયા અને બિભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સાથે 20 હજારનું નુકસાન પહોંચાડ્યું હતું. જેથી કિશોભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

4. સાવરકુંડલા રેન્જમાં 3થી 4 મહિનાના દીપડાના બચ્ચાનું મોત
ગીર પૂર્વના ધારી વિભાગના સાવરકુંડલા રેન્જમાં આજે 3થી 4 મહિનાના દીપડાના બચ્ચાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. વનવિભાગના જણાવ્યા મુજબ ભારે વાહન દ્વારા માર્ગ અકસ્માતમાં મોત થયું છે. હાલ તો વનવિભાગે દીપડાના બચ્ચાના મૃતદેહનો કબજો લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

5. ધોરાજીના તોરણીયામાં ખુટીયાની હડફેટે ચડતાં વૃદ્ધનું મોત
રાજકોટ જિલ્લાના ધોરાજીના તોરણીયા ગામે રહેતાં નટુભાઇ છગનભાઇ ટીલવા (ઉં.વ.60) ગામના પાદરમાં હતાં. ત્યારે બાખડી રહેલા ખૂંટીયાની હડફેટે ચડી જતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેથી તેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું.

6. 12 જયોતિર્લિંગની પદયાત્રાના સંકલ્પ સાથે નીકળેલા શ્રી શ્રી 1008 નર્મદાનંદ બાપજી દ્વારકા પહોંચ્યા
ભારતના 12 જ્યોતિર્લિંગની લગભગ બાર હજાર કિલોમીટરની પદયાત્રા પર નિકળેલા શ્રી શ્રી 1008 નર્મદાનંદ બાપજી દ્વારકાની પવિત્ર ભૂમિ પર આવી પહોંચ્યા હતાં. દ્વારકાના પાદર પર આવેલ શ્રી દ્વારકાધીશ મહામંડલના સ્વામીજીના આશ્રમ પર દ્વારકાના આગેવાનો, સંતો મહંતોએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. તેઓ ભારતના 12 જ્યોતિર્લિંગની લગભગ 12 હજાર કિલોમીટરની પદયાત્રા જાન્યુઆરી 2021માં ઓંકારેશ્વરમાં પુર્ણ જાહેર કરશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમારી મહેનત અને પરિશ્રમથી કોઇ મહત્ત્વપૂર્ણ કામ પૂર્ણ થવાનું છે. કોઇ શુભ સમાચાર મળવાથી ઘર-પરિવારમાં સુખનું વાતાવરણ રહેશે. ધાર્મિક કાર્યો પ્રત્યે પણ રસ વધશે. નેગેટિવઃ- સફળતા મેળવવા માટે મર્...

વધુ વાંચો