તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સૌરાષ્ટ્રના લેટેસ્ટ ન્યૂઝ:પાલીતાણામાં કાળભૈરવ મંદિરમાં કાળીચૌદશ પર્વે નિમિત્તે હવન યોજાયો, બગથળામાં વૃદ્ધનો આપઘાત, ટંકારામાં મગફળી ભરેલ ટ્રક પલટી મારી ગયો

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
કાળભૈરવ દાદાનું પૂજન અને હવનનો કાર્યક્રમ યોજાયો - Divya Bhaskar
કાળભૈરવ દાદાનું પૂજન અને હવનનો કાર્યક્રમ યોજાયો

1. પાલીતાણા કાળભૈરવ મંદિર ખાતે કાળી ચૌદશ પર્વે પરંપરાગત હવન યોજાયો
પાલીતાણાની ક્ષેત્રપાલ એવાં કાળભૈરવ દાદાના મંદિર એવાં ભૈરવનાથ મંદિરમાં આજે કાળીચૌદશના પર્વે પરંપરાગત પૂજન, હવન અને મહાઆરતીની વિધિ યોજાઈ હતી. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી વર્ષોથી આ ખાસ હવનમાં જોડાય છે. પરંતુ આ વર્ષે કોરોના મહામારીને કારણે તેઓ ઉપસ્થિત રહ્યાં નથી. પાલીતાણા ભૈરવનાથ મંદિરે આજે કાળીચૌદશના પાવન પર્વે કાળભૈરવ દાદાનું પૂજન અને હવનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મંદિર પરિસરમાં વિશિષ્ટ હવનકુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પાલીતાણાના ક્ષેત્રપાલ એવા કાળભૈરવના દર્શનાર્થે આજે મોટી સંખ્યામાં લોકો પહોંચ્યાં હતા.

2. મોરબીના બગથળા ગામે વૃદ્ધનો ગળેફાંસો ખાઈ આપધાત
મોરબીના બગથળા ગામે અગમ્ય કારણોસર વૃદ્ધે ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ મોરબીના બગથળા ગામે રહેતાભાણજીભાઈ પરસોતમભાઈ સરવૈયા (ઉં.વ.94)એ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લેતા તેનું મોત નીપજ્યું હતું. બનાવને પગલે પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો હતો.

મગફળી ભરેલો ટ્રક પલટી મારી ગયો
મગફળી ભરેલો ટ્રક પલટી મારી ગયો

3. ટંકારાની લજાઇ ચોકડી નજીક મગફળી ભરેલ ટ્રક પલટી મારી ગયો
મોરબી રાજકોટ હાઈવે પર અવારનવાર અકસ્માતો થતાં રહે છે. જેમાં ટંકારાની લજાઈ ચોકડી પાસે મગફળી ભરેલો ટ્રક પલટી મારી ગયો હતો. જોકે બનાવમાં કોઈ જાનહાની થવા પામી નથી. ઘટનાની વિગત અનુસાર ટંકારા નજીક આવેલ લજાઈ ચોકડી પાસેથી પસાર થતો ટ્રક કોઈ કારણોસર પલટી મારી ગયો હતો. ટ્રકમાં મગફળીનો જથ્થો ભરેલો હોય ટ્રક પલટી મારી જઈને રોડથી નીચે ખાબકયો હતો. જે અકસ્માતમાં ટ્રકચાલકનો બચાવ થયો હતો અને કોઈ જાનહાની થઈ નથી.

4. શાપરમાં બેભાન થઇ જતાં બાબરાના યુવાનનું મોત
બાબરાના ચરખામાં રહેતાં અને શાપરમાં શિતળા મંદિર પાસે ગેરેજમાં કામ કરતાં સંજયભાઇ ઉકાભાઇ કુવાડીયા (ઉં.વ.29) નામના આહિર યુવાનનું બેભાન હાલતમાં મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. સંજયભાઇ સાંજે કામ કર્યા બાદ થાકી ગયા હતાં. જેથી ત્યાં પડેલી કારમાં આરામ કરવા માટે થોડીવાર સુઇ ગયા હતાં. એ પછી ન ઉઠતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં. પરંતુ અહિ તેનુ મોત નીપજ્યું છે.

5. જામનગરના શાપર ગામે માનસિક બીમારીથી કંટાળી જઇ યુવતીનો આપઘાત
જામનગરના શાપરમાં સરકારી મંડળની પાછળ આવેલા કુવામાં સવિતા બાંભવા નામની યુવતીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. સવિતાબેન છેલ્લા 7 વર્ષથી માનસિક બિમારીથી પીડાતા હતા. જેથી તેની સારવાર ચાલુ હતુ. ત્યારે અગમ્ય કારણોસર તેને આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.

અમુત સ્‍થળો પર મેજીક બોક્સ વડે રો-મટીરીયલ્‍સની ચકાસણી કરવામાં આવી
અમુત સ્‍થળો પર મેજીક બોક્સ વડે રો-મટીરીયલ્‍સની ચકાસણી કરવામાં આવી

6. રાજકોટમાં આરોગ્ય વિભાગે 26 પેઢીઓ પર ચકાસણી કરી
દિવાળીના તહેવારો નજીક આવતા જ રાજકોટ મનપાની આરોગ્ય વિભાગની ટીમે શહેરના વિવિધ વિસ્તારમાં ડ્રાયફ્રૂટ અને મીઠાઈ-ફરસાણના વેપારીઓને ત્યાં દરોડા પાડી ચેકિંગ હાથ ધર્યુ છે. ચેકિંગ દરમિયાન આરોગ્ય વિભાગે 26 વેપારીને ત્યાં દરોડા પાડ્યા હતા. આ સાથે જ 5 સ્‍થળ પરથી મીલ્‍ક પ્રોડક્ટસના નમૂના અને 10 સ્‍થળો પર મેજીક બોક્સ વડે રો-મટીરીયલ્‍સની ચકાસણી કરવામાં આવી હતી. જે વેપારીઓને ત્યાંથી નમૂના લેવામાં આવેલ છે. તેમાં એસ.પી.સ્વીટ્સ, યોગેશ્વર ડેરી, આસ્‍થા એન્‍ટરપ્રાઇઝ, અક્ષર રાજ ડેરી પ્રોડ્ક્ટ્સ અને શિવમ જાંબુવાલાનો સમાવેશ થાય છે.

7. જામનગરમાં નવા વર્ષથી વધુ 10 નવી સિટી બસ દોડશે
જામનગર શહેરમાં હાલ 10 સિટી બસો ચાલી રહી છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીએ શહેરના લોકોને દિવાળીની ભેટ આપી હોય તેમ વધુ 10 CNG બસોની ખરીદી કરી છે. જે નવા વર્ષે શહેરના માર્ગો પર દોડશે. જેના કારણે લોકોની સુવિધામાં વધારો થશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં જામનગર શહેરમાં 10 ડીઝલ ઓપરેટેડ બસ ચાલી રહી છે. જે જુદા-જુદા 8 રૂટો ઉપર ચાલે છે. મહાપાલિકા દ્વારા સીએમ અર્બન બસ પ્રોગ્રામ હેઠળ 10 મીની સીએનજી બસ 30 સીટની કેપેસિટીવાળી અંદાજિત 2.60 કરોડના ખર્ચે ચલાવવામાં આવશે.

લાંબા અને ટૂંકા અંતરની ટ્રેનોને ફરી કાર્યરત કરવા માંગણી કરવામાં આવી
લાંબા અને ટૂંકા અંતરની ટ્રેનોને ફરી કાર્યરત કરવા માંગણી કરવામાં આવી

8. સોમનાથની લાંબા અંતરની ટ્રેન શરૂ કરવા માંગણી
વેરાવળ-પાટણ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શહેરીજનો, વેપારીવર્ગ, ફિશઉદ્યોગ તેમજ સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવતા યાત્રિકોને રેલવેની સુવિધા પુન: સ્થાપિત કરવા અંગે રેલવે તંત્રને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે. હાલમાં ફક્ત સેન્ટ્રલ રેલવે ડિવિઝન દ્વારા એક જબલપુર ટ્રેન સિવાય હજુ સુધી આ વિસ્તારને કોઇ ટ્રેન ચાલુ કરવામાં આવી નથી. જેથી દરેક લાંબા તેમજ ટૂંકા અંતરની ટ્રેનોને ફરી કાર્યરત કરવા માંગણી કરવામાં આવી છે.

9. જસદણમાં 10 રૂપિયાની ફાટેલી નોટ બદલાવવાનું કહેતા યુવાનને માર મારી ધમકી આપી
જસદણના આટકોટમાં પાનની દુકાને સીંગ અને વિમલ લેવા ગયેલા યુવાનને દુકાનદાર સહિત બે શખ્સોએ માર મારી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. દુકાનદારને 10 રૂપિયાની ફાટેલી નોટ બદલવાનું કહેતા માર માર્યો હતો. મળતી વિગત મુજબ આટકોટમાં પાંચવડા ચોકડી પાસે રહેતા જયદિપ રમેશભાઈ માથુકીયા (ઉં.વ. 24) નામના યુવાને પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ જયદિપ પાંચવડા ચોકડી પાસે આવેલી લાલા રતા ભરવાડની દુકાને વિમલ અને સીંગ લેવા ગયો ત્યારે દુકાને તેનો માણસ સંદીપ ઉર્ફ કાનો કિશોર સુયા બેઠો હોય જેની પાસેથી સીંગ અને વિમલ લઈ રૂા.20 આપતા તેણે રૂા.10ની ફાટેલી નોટ પાછી આપતા તેને નોટી બદલી આપવાનું કહેતા સંદીપે ઉશ્કેરાઇ જઈ જેવી હોય તેવી નોટ લઈ લેવાની તેમ કહી ઝઘડો કરી સંદીપ અને લાલા ભરવાડે માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. હાલ પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

10. પોરબંદરના ખાપટમાં સરકારી જમીન પરનું ગેરકાયદે દબાણ દૂર કરાયું
પોરબંદરના ખાપટ ખાતે સરકારી પડતર જમીન પર દબાણ થયું હતું. જેથી સરકારી જમીન પરનું દબાણ દૂર કરીને અંદાજે 3 કરોડની બજાર કિંમતની જમીન ખૂલ્લી કરી છે. પોરબંદર મામલતદાર અર્જુન ચાવડા અને ટીમ દ્વારા ખાપટ ખાતે 2 જગ્યાએ સરકારી જમીનમાં થયેલા ગેરકાયદે દબાણ દૂર કરીને 1,700 ચો.મી દબાણવાળી જમીનને ખૂલ્લી કરી છે, ત્યારે પોરબંદર શહેરમાં વિવિધ સ્થળો પર પણ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવે તેવી પણ લોક માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

વધુ વાંચો