સૌરાષ્ટ્ર-કચ્છમાં આવતી 54 બેઠકો પર નજર કરીએ તો 61.55 ટકા જેટલું મતદાન થયું હતું. મોરબી દુર્ઘટનામાં નદીમાં કૂદી સેવક બનેલા કાંતિ અમૃતિયાની જીત થઈ છે. અબડાસામાં પ્રદ્યુમનસિંહ જાડેજા અને ગારિયાધારમાં સુધીર વાઘાણીની જીત થઈ છે. જ્યારે પોરબંદરમાં 10 વર્ષ બાદ કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાની જીત થઈ છે. માણાવદર બેઠક પર ભાજપના ઉમેદવાર જવાહર ચાવડાની હાર થઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર અરવિંદ લાડાણીની જીત થઈ છે. ભારે રસાકસી બાદ સોમનાથમાં કોંગ્રેસના ઉમેદવાર વિમલ ચુડાસમાની જીત થઈ છે જ્યારે દસાડામાં ભાજપે 577 મતની પાતળી સરસાઇથી જીત મેળવી છે. જામનગર ઉત્તર બેઠક પર રીવાબા જાડેજા 50 હજાર મતથી જીત્યા છે. દ્વારકામાં પબુભા માણેક સતત 8મી વખત ચૂંટાઇ આવ્યા છે. છેલ્લી ઘડીએ રાજુલામાં ખરાખરીનો જંગ જામ્યો હતો. અંતે કોંગ્રેસને ટક્કર આપી હીરા સોલંકીએ જીત મેળવી છે.
પરેશ ધાનાણી ઘરભેગા થયા
અમરેલીમાં ભાજપના કૌશિક વેકરિયા પ્રચંડ જીત તરફ, પરેશ ધાનાણીનો રેકોર્ડ તોડી 38 હજારથી વધુ મતથી જીત્યા છે ગારિયાધાર બેઠક પર સતત 6 ટર્મથી વિજેતા ભાજપના ઉમેદવાર કેશુભાઈ નાકરાણીની હાર થઈ છે.. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર સુધીર વાઘાણીની જીત થઈ છે. ભુજની કલેક્ટર કચેરી બહાર કોંગ્રેસે ચક્કાજામ કર્યો હતો. વિસાવદર બેઠક પરના ઉમેદવાર ભૂપત ભાયાણીની 7 હજાર મતથી જીત થઈ છે. બોટાદમાં ભાજપના ઉમેદવાર શંભુપ્રસાદ ટુંડિયાની જીત થઈ છે. કુતિયાણામાં કાંધલ જાડેજા જ કિંગ હોય તેમ તેઓની 26631 મતથી વિજય મેળવ્યો છે. સોમનાથ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે રસાકસી થઈ હતી અને અંતે કોંગ્રેસના વિમલ ચુડાસમાની જીત થઈ છે.
જૂનાગઢમાં ભીખાભાઈ જોશીની હાર
જૂનાગઢમાં કોંગ્રેસના ઉમેદવાર ભીખાભાઈ જોશીની હાર થઈ છે અને જણાવ્યું હતું કે, 2012થી લઈ અત્યારસુધી એક પણ એવું કૃત્ય નથી કર્યું કે મારા મતદારોને મને મત આપવામાં પસ્તાવો થાય, છતાં પણ લોકોનો ચુકાદો હંમેશા શીરોમાન્ય હોય છે. રાજકોટની હાઈપ્રોફાઈલ બેઠક રાજકોટ પશ્ચિમ બેઠક પર દર્શિતા શાહે વિજય રૂપાણીનો રેકોર્ડ તોડ્યો છે. તેઓ 1 લાખથી વધુના મતની લીડ મેળવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છકઈ સીટ પર કોણ આગળ | ||||
ક્રમ | જિલ્લો | બેઠક | ઉમેદવાર | પાર્ટી |
1 | રાજકોટ | રાજકોટ ઈસ્ટ | ઉદય કાનગડ | ભાજપ |
2 | રાજકોટ | રાજકોટ વેસ્ટ | ડો. દર્શિતા શાહ | ભાજપ |
3 | રાજકોટ | રાજકોટ સાઉથ | રમેશ ટીલાળા | ભાજપ |
4 | રાજકોટ | રાજકોટ રૂરલ(SC) | ભાનુ બાબરીયા | ભાજપ |
5 | રાજકોટ | જસદણ | કુંવરજીભાઈ બાવળિયા | ભાજપ |
6 | રાજકોટ | ગોંડલ | ગીતાબા જાડેજા | ભાજપ |
7 | રાજકોટ | જેતપુર | જયેશ રાદડિયા | ભાજપ |
8 | રાજકોટ | ધોરાજી | મહેન્દ્ર પાડલીયા | ભાજપ |
9 | મોરબી | મોરબી | કાંતિલાલ અમૃતિયા | ભાજપ |
10 | મોરબી | ટંકારા | દુર્લભજી દેથરિયા | ભાજપ |
11 | મોરબી | વાંકાનેર | જીતુ સોમાણી | ભાજપ |
12 | જામનગર | કાલાવડ(SC) | મેઘજી ચાવડા | ભાજપ |
13 | જામનગર | જામનગર રૂરલ | રાઘવજી પટેલ | ભાજપ |
14 | જામનગર | જામનગર નોર્થ | રીવાબા જાડેજા | ભાજપ |
15 | જામનગર | જામનગર સાઉથ | દિવ્યેશ અકબરી | ભાજપ |
16 | જામનગર | જામજોધપુર | હેમંતભાઈ આહિર | આપ |
17 | દ્વારકા | ખંભાળિયા | મૂળુભાઈ બેરા | ભાજપ |
18 | દ્વારકા | દ્વારકા | પબુભા માણેક | ભાજપ |
19 | પોરબંદર | પોરબંદર | અર્જુન મોઢવાડિયા | કોંગ્રેસ |
20 | પોરબંદર | કુતિયાણા | કાંંધલ જાડેજા | અન્ય |
21 | જૂનાગઢ | માણાવદર | અરવિંદ લાડાણી | કોંગ્રેસ |
22 | જૂનાગઢ | જૂનાગઢ | સંજય કોરડિયા | ભાજપ |
23 | જૂનાગઢ | વિસાવદર | ભૂપત ભાયાણી | આપ |
24 | જૂનાગઢ | કેશોદ | દેવાભાઈ માલમ | ભાજપ |
25 | જૂનાગઢ | માંગરોળ | ભગવાનજી કરગઠિયા | ભાજપ |
26 | ગીર સોમનાથ | સોમનાથ | વિમલ ચુડાસમા | કોંગ્રેસ |
27 | ગીર સોમનાથ | તાલાલા | ભગવાનભાઈ બારડ | ભાજપ |
28 | ગીર સોમનાથ | કોડીનાર(SC) | ડો.પ્રધુમન વાજા | ભાજપ |
29 | ગીર સોમનાથ | ઉના | કાળુભાઈ રાઠોડ | ભાજપ |
30 | અમરેલી | ધારી | જે વી કાકડિયા | ભાજપ |
31 | અમરેલી | અમરેલી | કૌશિક વેકરીયા | ભાજપ |
32 | અમરેલી | લાઠી | જનક તળાવીયા | ભાજપ |
33 | અમરેલી | સાવરકુંડલા | મહેેશ કસવાળા | ભાાજપ |
34 | અમરેલી | રાજુલા | હીરા સોલંકી | ભાજપ |
35 | ભાવનગર | મહુવા- | શિવાભાઈ ગોહિલ | ભાજપ |
36 | ભાવનગર | તળાજા | ગૌતમ ચૌહાણ | ભાજપ |
37 | ભાવનગર | ગારિયાધાર | સુધીર વાઘાણી | આપ |
38 | ભાવનગર | પાલિતાણા | ભીખા બારૈયા | ભાજપ |
39 | ભાવનગર | ભાવનગર રૂરલ | પરસોતમ સોલંકી | ભાજપ |
40 | ભાવનગર | ભાવનગર ઈસ્ટ | સેજલ પંડયા | ભાજપ |
41 | ભાવનગર | ભાવનગર વેસ્ટ | જીતુ વાઘાણી | ભાજપ |
42 | બોટાદ | ગઢડા(SC) | શંભુપ્રસાદ તુંડીયા | ભાજપ |
43 | બોટાદ | બોટાદ | ઉમેશ મકવાણા | આપ |
44 | સુરેન્દ્રનગર | દસાડા(SC) | પરષોત્તમ પરમાર | ભાજપ |
45 | સુરેન્દ્રનગર | લીંબડી | કિરીટસિંહ રાણા | ભાજપ |
46 | સુરેન્દ્રનગર | વઢવાણ | જગદીશ મકવાણા | ભાજપ |
47 | સુરેન્દ્રનગર | ચોટીલા | શામજી ચૌહાણ | ભાજપ |
48 | સુરેન્દ્રનગર | ધ્રાંગધ્રા | પ્રકાશભાઈ વરમોરા | ભાજપ |
49 | કચ્છ | અબડાસા | પ્રદ્યુમનસિંહ જાડેજા | ભાજપ |
50 | કચ્છ | માંડવી | અનિરુદ્ધ દવે | ભાજપ |
51 | કચ્છ | ભુજ | કેશવલાલ પટેલ | ભાજપ |
52 | કચ્છ | અંજાર | ત્રિકમભાઈ છાંગા | ભાજપ |
53 | કચ્છ | ગાંધીધામ | માલતીબેન મહેશ્વરી | ભાજપ |
54 | કચ્છ | રાપર | વિરેન્દ્રસિંહ જાડેજા | ભાજપ |
કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધન નથી
ધોરાજીના લલિત વસોયાએ જણાવ્યું હતું કે, મારી બેઠક પર આમ આદમી પાર્ટી કોંગ્રેસને નુકસાન કરી રહી છે. હું સ્પષ્ટપણે કહું તો આમ આદમી પાર્ટીને કારણે હું ધોરાજી-ઉપલેટાની બેઠક હાર્યો છું. આમ આદમી પાર્ટી કૉંગ્રેસ પાર્ટીને નુકસાન કરી રહી છે. કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનનો કોઈ સવાલ જ નથી. આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે કોંગ્રેસને નુકસાન પહોંચાડવા માટે ચૂંટણી લડવા આવી છે.
Live અપડેટ...
રીબડા આજે પણ પોલીસ છાવણીમાં ફેરવાયું
ગોંડલમાં બે બળિયા વચ્ચેની લડાઇમાં કોઈ અઇચ્છનીય બનાવ ન બને તે માટે આજે મત ગણતરીના દિવસે ફરી પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. રીબડામાં ગામના તમામ પ્રવેશદ્વાર ખાતે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સમગ્ર ગામ પોલીસ છાવણીમાં ફેરવાયું છે.
સૌરાષ્ટ્ર-કચ્છની 54 બેઠક પર 3.16 ટકા મતદાન ઘટ્યું
વિધાનસભાની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના 11 જિલ્લાની 48 બેઠકો અને કચ્છની 6 બેઠક પર 61.55 ટકા મતદાન નોંધાયું છે. ગત 2017ની ચૂંટણીમાં સૌરાષ્ટ્ર-કચ્છનું સરેરાશ મતદાન 64.71 ટકા હતું. આમ આ વખતે 3.16 ટકા મતદાન ઘટ્યું છે. સૌરાષ્ટ્રના 10 જિલ્લામાંથી 9 જિલ્લામાં મતદાન ઘટ્યું છે. જ્યારે એક માત્ર દ્વારકા જિલ્લાની દ્વારકા અને ખંભાળિયા બન્ને બેઠકો ઉપર મતદાન વધ્યું છે.
સૌરાષ્ટ્રની 4 બેઠક પર જ મતદાન વધ્યું
આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાની કેશોદ બેઠકમાં અને ભાવનગરની ગારિયાધાર બેઠકમાં મતદાન વધ્યું છે. ગત ચૂંટણીમાં ગારિયાધાર બેઠકમાં સૌરાષ્ટ્રમાં સૌથી ઓછું મતદાન હતું. આમ 48 માંથી માત્ર 4 બેઠકમાં મતદાન વધ્યું છે. જ્યારે 44 બેઠકોમાં મતદાન ઘટ્યું છે. આ વખતે 48 બેઠકોમાં સૌથી ઉંચુ મતદાન વાંકાનેર બેઠકમાં 71.90 ટકા થયું છે. ગત ચૂંટણીમાં ગીર સોમનાથ બેઠક ઉપર સૌથી ઉંચું 75.27 ટકા મતદાન હતું. જ્યારે સૌથી ઓછું મતદાન ગઢડા બેઠકમાં 51.04 ટકા થયું છે.
કઈ બેઠક પર સૌથી વધુ વધુ મતદાન ઘટ્યું
સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાની જસદણ બેઠક ઉપર સૌથી વધુ મતદાન ઘટ્યું છે. આ વખતે 62.48 ટકા મતદાન થયું છે. ગત ચૂંટણીમાં 73.44 ટકા મતદાન હતું આમ 10.96 ટકા મતદાન ઘટ્યું છે. જ્યારે રાજકોટ પશ્ચિમની બેઠકમાં ગત વર્ષે 67.68 ટકા મતદાન હતું. આ વખતે 57.12 ટકા મતદાન છે. આમ 10.56 ટકા મતદાન ઘટ્યું છે. જ્યારે મતદાન વધારે ઘટવામાં ત્રીજા ક્રમે તાલાલા બેઠક આવે છે. આ વખતે 60.23 ટકા મતદાન થયું છે. ગત વખતે 69.53 ટકા હતું. આમ 9.30 ટકા મતદાન ઘટ્યું છે.
સૌરાષ્ટ્રની કોળી પ્રભાવિત બેઠકો પર ઓછું મતદાન
સૌરાષ્ટ્રમાં કોળી મતદારો વધારે છે અને કોળી મતદારોનું પ્રભુત્વ હોય તેવી સીટો પર સૌની નજર રહેતી હોય છે. સુરેન્દ્રનગર જિલ્લાની વઢવાણ, ચોટીલા, લીંબડી બેઠકો અને રાજકોટની જસદણ બેઠક કોળી મતદારોથી પ્રભાવિત બેઠકો છે. આ સિવાય જૂનાગઢની કેશોદ, માંગરોળ અને ગીર સોમનાથ જિલ્લાની ચારેય બેઠકો સોમનાથ, તાલાલા, કોડીનાર અને ઉનામાં કોળી મતદારોની સંખ્યા બહુ મોટી છે. ગીર સોમનાથ જિલ્લામાં 2017માં સરેરાશ 69.26 ટકા વોટિંગ થયું હતું. આ વખતે જે ટ્રેન્ડ સામે આવ્યો છે તેમાં ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ 69.26 ટકા થયું એટલે 3.33 ટકા મતદાન ઘટ્યું.
2017માં ભાજપને 23, કોંગ્રેસને 30 અને 1 NCPને સીટ મળી હતી
ક્રમ | બેઠક | વિજેતા |
1 | અબડાસા | કોંગ્રેસ |
2 | અંજાર | ભાજપ |
3 | ભુજ | ભાજપ |
4 | ગાંધીધામ | ભાજપ |
5 | માંડવી | ભાજપ |
6 | રાપર | કોંગ્રેસ |
7 | દસાડા(SC) | કોંગ્રેસ |
8 | લીંબડી | કોંગ્રેસ |
9 | વઢવાણ | ભાજપ |
10 | ચોટીલા | કોંગ્રેસ |
11 | ધ્રાંગધ્રા | કોંગ્રેસ |
12 | મોરબી | કોંગ્રેસ |
13 | ટંકારા | કોંગ્રેસ |
14 | વાંકાનેર | કોંગ્રેસ |
15 | રાજકોટ ઈસ્ટ | ભાજપ |
16 | રાજકોટ વેસ્ટ | ભાજપ |
17 | રાજકોટ સાઉથ | ભાજપ |
18 | રાજકોટ રૂરલ(SC) | ભાજપ |
19 | જસદણ | કોંગ્રેસ |
20 | ગોંડલ | ભાજપ |
21 | જેતપુર | ભાજપ |
22 | ધોરાજી | કોંગ્રેસ |
23 | કાલાવડ(SC) | કોંગ્રેસ |
24 | જામનગર રૂરલ | કોંગ્રેસ |
25 | જામનગર નોર્થ | ભાજપ |
26 | જામનગર સાઉથ | ભાજપ |
27 | જામજોધપુર | કોંગ્રેસ |
28 | ખંભાળિયા | કોંગ્રેસ |
29 | દ્વારકા | ભાજપ |
30 | પોરબંદર | ભાજપ |
31 | કુતિયાણા | એનસીપી |
32 | માણાવદર | કોંગ્રેસ |
33 | જૂનાગઢ | કોંગ્રેસ |
34 | વિસાવદર | કોંગ્રેસ |
35 | કેશોદ | ભાજપ |
36 | માંગરોળ | કોંગ્રેસ |
37 | સોમનાથ | કોંંગ્રેસ |
38 | તાલાલા | કોંંગ્રેસ |
39 | કોડીનાર(SC) | કોંંગ્રેસ |
40 | ઉના | કોંંગ્રેસ |
41 | અમરેલી | કોંગ્રેસ |
42 | ધારી | કોંગ્રેસ |
43 | લાઠી | કોંગ્રેસ |
44 | રાજુલા | કોંગ્રેસ |
45 | સાવરકુંડલા | કોંગ્રેસ |
46 | મહુવા | ભાજપ |
47 | તળાજા | કોંગ્રેસ |
48 | ગારિયાધાર | ભાજપ |
49 | પાલિતાણા | ભાજપ |
50 | ભાવનગર રૂરલ | ભાજપ |
51 | ભાવનગર ઈસ્ટ | ભાજપ |
52 | ભાવનગર વેસ્ટ | ભાજપ |
53 | ગઢડા(SC) | કોંગ્રેસ |
54 | બોટાદ | ભાજપ |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.