ભાસ્કર વિશેષ:આવતા સપ્તાહમાં સૌરાષ્ટ્રમાં ઝાકળ પડવાની સંભાવના સાઈક્લોનની અસર થશે નહીં, વાતાવરણ ચોખ્ખુ રહેશે

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌરાષ્ટ્રમાં લઘુતમ તાપમાન 20 ડિગ્રીએ પહોંચ્યું, હજુ તાપમાન ઘટવાની સંભાવના

ઓક્ટોબર માસમાં જ સૌરાષ્ટ્રના બે શહેર સુરેન્દ્રનગર અને મહુવામાં લઘુતમ તાપમાન 20 ડિગ્રી નીચે પહોંચ્યું છે. રાજકોટમાં રવિવાર બાદ સોમવારે પણ લઘુતમ તાપમાન ઊંચકાયું હતું અને તાપમાનનો પારો 23 ડિગ્રીએ પહોંચ્યો હતો. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આવતા સપ્તાહથી તાપમાન હજુ નીચે જવાની સંભાવના છે. જોકે બંગાળની ખાડીમાં સર્જાયેલા સાઇક્લોનની અસર સૌરાષ્ટ્રમાં વર્તાશે નહિ. તેમ વેધર એનાલિસ્ટ રામજીભાઈ કચ્છીએ જણાવ્યું છે.

તાપમાન નીચું જશે પણ કડકડતી ઠંડીની શરૂઆત નવેમ્બરના મધ્ય સપ્તાહ બાદ શરૂ થશે. આમ, એકંદરે વાતાવરણ ચોખ્ખું રહેશે. જે ખેતી માટે ફાયદારૂપ રહેશે. પાક-પાણી પર કોઈ અસર પડશે નહિ. લઘુતમ તાપમાનમાં ઘટાડો થશે તો મહત્તમ તાપમાન 32થી 35 ડિગ્રીની આજુબાજુ રહે તેવી સંભાવના છે. જ્યારે એકાદ- બે વિસ્તારમાં ઓક્ટોબર માસના અંતમાં એકાદ- બે સ્થળે ઝાકળ પડવાની સંભાવના છે. સાઇક્લોન 24 ઓક્ટોબરે સવારે 8.30 કલાકે ઉત્તર-પશ્ચિમ અને લાગુ બંગાળની ખાડીની નજીક કેન્દ્રિત હતું.

25 ઑક્ટોબરની વહેલી સવારની આસપાસ બાંગ્લાદેશના દરિયાકાંઠે ટિંકોના ટાપુ અને સંદ્વીપની બારિસાલ નજીકની વચ્ચે પાર થવાની સંભાવના છે. હાલમાં મહત્તમ તાપમાન ઊંચું રહેવાને કારણે દિવસમાં ગરમી જોવા મળે છે. તેમજ વહેલી સવારે અને રાત્રે ઠંડા પવનો ફૂંકાવાને કારણે ઠંડીનો ચમકારો અનુભવાય છે. તેમજ વાતાવરણ પણ સૂકું જોવા મળે છે. બેવડી ઋતુને કારણે શરદી- ઉધરસ તેમજ વાઇરલ ઈન્ફેક્શનના કેસ પણ જોવા મળી રહ્યાં છે.

સૌરાષ્ટ્રના 7 જિલ્લામાં નોંધાયેલું લઘુતમ અને મહત્તમ તાપમાન

જિલ્લોમહત્તમલઘુતમ
ભાવનગર3522.4
દ્વારકા35.423
ઓખા31.124.2
પોરબંદર35.622.2
રાજકોટ3623
વેરાવળ3624.3
દીવ33.624.9
સુરેન્દ્રનગર36.920.8
મહુવા34.420.3
કેશોદ36.121.8

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...