તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રસી માટે બેબસ સૌરાષ્ટ્ર!:બે દિવસથી રસી નથી મળી, રાજકોટમાં 49000 લોકોને પ્રથમ ડોઝ લીધાને 90 દી’ પૂરાં થયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બે દિવસથી આખા સૌરાષ્ટ્રને એક પણ ડોઝ અપાયો નથી, કોઇ પાસે રસી વધી નથી, બુધવારે સ્ટોક આવશે જ તેની કોઇ ગેરંટી નથી
  • 60 ટકા બીજા ડોઝ માટે અનામત છે, તો રાજકોટને દૈનિક 12000 ડોઝ જોઈએ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બે દિવસથી રાજ્ય સરકારે રસીનો એકપણ ડોઝ મોકલ્યો નથી. રાજકોટ મહાનગરપાલિકાએ જેટલા ડોઝ હતા તે તમામ મંગળવારે લોકોને આપી દેવાયા છે. મંગળવારે ડોઝ આવે તો બુધવારે વેક્સિનેશન થશે તેવી જ સ્થિતિ હતી તેવામાં બુધવારે રસીકરણ બંધ રાખવા નિર્ણય કરાયો તેમજ મંગળવારે રસીની સપ્લાય આવી નથી જે સ્પષ્ટ કરે છે કે બુધવારે જ રસી આવી તો જ ગુરુવારે રસીકરણ શક્ય બનશે.

મંગળવારે માત્ર 6 હજારને જ રસી અપાઈ
આ એક દિવસ રસીકરણ બંધ રાખવાની તંત્રને તે દિવસ પૂરતી રસીના જથ્થાના વપરાશની રાહત થશે પણ બીજા દિવસે સ્થિતિ વધુને વધુ ખરાબ જ થતી રહેશે કારણ કે, રાજકોટ શહેરમાં હવે પ્રથમ ડોઝને બદલે બીજા ડોઝ લેવા વાળા વધી રહ્યા છે. 3થી 9 એપ્રિલની વચ્ચે જે લોકોએ રસી લીધી હતી તેમને બુધવારે 84 કે તેના કરતા વધુ દિવસ થઈ ગયા છે અને તમામને બીજો ડોઝ આપવાનો છે જે સંખ્યા 49000 છે. આવતા સપ્તાહે તેમાં વધુ 15000નો ઉમેરો થશે. તંત્ર હાલ મહત્તમ 9000ની ગતિએ રસીકરણ કરી રહ્યું છે જેમાં 40 ટકા ડોઝ પ્રથમ વખત માટે છે. જેને કારણે આ ગતિએ બીજા ડોઝ દેવા પૂરતો પણ સ્ટોક નથી. મંગળવારે તો માંડ 5994ને જ રસી આપી શકાઈ છે. એક તરફ 72 ટકા રસીકરણ થયું છે જેમાં માંડ 2 લાખને જ બીજો ડોઝ મળ્યો છે.

હજુ 1 લાખ લોકો રસી વિહોણા
​​​​​​​રાજકોટમાં રસીકરણ કેન્દ્રો પર કતારો લાગી રહી છે જેમાં પ્રથમ ડોઝ કરતા બીજા ડોઝ લેનારાઓની સંખ્યા વધી હતી. આ કારણે ગત સપ્તાહે એવો નિર્ણય આવ્યો હતો કે તમામ ડોઝમાંથી 60 ટકા બીજા જ્યારે 40 ટકા ડોઝ પ્રથમ ડોઝ માટે આપવા આ કારણે હાલ બંને પ્રકારના રસીકરણમાં લગભગ એક સરખો આંક આવી રહ્યો છે. પણ આ પ્રમાણમાં બીજા ડોઝમાં વેક્સિનેશન કરવું હોય તો દૈનિક ઓછામાં ઓછા 7000 ડોઝ બીજા ડોઝ માટે રાખવા પડે કારણ કે, આજથી ત્રણ મહિના પહેલા સરેરાશ 5થી 8 હજાર લોકોને પ્રથમ ડોઝ અપાયા હતા. આ ઉપરાંત હજુ પણ 1 લાખથી વધુ લોકોએ રસી લીધી નથી એટલે તેમના માટે પણ દૈનિક ન્યુનતમ 5000 ડોઝની જરૂર પડે. આવતા મહિને એટલે કે ઓગસ્ટમાં બીજા ડોઝ માટેની આ સંખ્યા વધી જશે કારણ કે, એપ્રિલ માસના અંત અને મે મહિનામાં સૌથી વધુ રસીકરણ થયું હતું.

રાજકોટમાં 23 જૂન બાદ બીજા ડોઝનું પ્રમાણ વધ્યું
તારીખપ્રથમ ડોઝબીજો ડોઝકુલ
22-06537930598438
23-066376375610132
24-064134692111055
25-063827659010417
26-06135937185077
27-06279532356030
28-0640928084900
29-0627585503308
30-06341936077026
01-074854539210246
02-074754558610340
03-07462045629182
04-07410338487951
05-07488641679053
અન્ય સમાચારો પણ છે...