ગુજરાતના વાતાવરણમાં એકાએક પલટો:સૌરાષ્ટ્રમાં વાદળો છવાયા, કમોસમી વરસાદ પડે તો જીરૂ, કેરીના પાકમાં નુકસાનની ભીતિ, મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં ગાઢ ધુમ્મસ

રાજકોટ15 દિવસ પહેલા
રાજકોટમાં આજે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું.

આજે સવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કમોસમી વરસાદ પડે તો સૌથી વધારે જીરાના પાકને નુકસાન પહોંચી શકે છે. રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી શિયાળામાં દર વર્ષે કમોસમી વરસાદ પડે છે. વરસાદ પડશે તો કેરીના પાકમાં પણ નુકસાન થવાની શક્યતા છે. વાદળછાયા વાતાવરણને લઈને સૌરાષ્ટ્રના ખેડૂતો ચિંતિત બન્યા છે.

રાજકોટમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું
રાજકોટમાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ છવાયું હતું. આથી રોડ-રસ્તા પણ ભીંજાયા હતા. ગાઢ ધુમ્મસને કારણે રસ્તા પર પસાર થતા વાહનચાલકોમાં મુશ્કેલી વધી હતી. સવાર સવારમાં ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને ફરજિયાત હેડ લાઈટ શરૂ કરવાની ફરજ પડી હતી.

જસદણ પંથકમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું
બીજી તરફ જસદણ પંથકમાં પણ ગાઢ ધુમ્મસ છવાયું હતું. જસદણના આટકોટ, વીરનગર સહિતના ગામડાઓ ગાઢ ધુમ્મસમાં ઢંકાઇ ગયા હતા. આથી રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. ગાઢ ધુમ્મસથી લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. વાહનચાલકોએ મોડે સુધી હેડ લાઈટ ચાલુ રાખવી પડી હતી. 9 વાગ્યાની આસપાસ સૂર્યદેવના દર્શન થયા હતા. ગાઢ ધુમ્મસને કારણે શિયાળુ પાકને અને ખાસ કરીને જીરાના પાકને નુકસાન પહોંચવાની ભીતિ ખેડૂતોમાં સેવાય રહી છે.

ગાઢ ધુમ્મસથી રોડ-રસ્તા ભીના થયા.
ગાઢ ધુમ્મસથી રોડ-રસ્તા ભીના થયા.

સૌરાષ્ટ્રમાં આજથી ઠંડી વધશે
રાજકોટમાં બુધવારે લઘુતમ તાપમાન 2 ડિગ્રી ઘટ્યું હતું. જેને કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્રમાં બે જિલ્લામાં ઠંડીનો પારો 13 ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે મહત્તમ તાપમાન 25.1 ડિગ્રીથી લઈને 31 ડિગ્રી સુધી પહોંચ્યો હતો. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજથી હવે ઠંડીનું પ્રમાણ વધશે.

સૌરાષ્ટ્રમાં બે શહેરમાં તાપમાન નીચું રહ્યું
સૌરાષ્ટ્રમાં સૌથી નીચું તાપમાન મહુવા અને કેશોદમાં 13 ડિગ્રી નજીક રહ્યું હતું. જ્યારે ઓખામાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમરેલીમાં 14.4, ભાવનગરમાં 15.4, દ્વારકા 19.4, પોરબંદર 16, વેરાવળ 18.6, સુરેન્દ્રનગર 15 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. બે ડિગ્રી તાપમાન ઘટવાને કારણે ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો. આજથી શનિવાર સુધી ઠંડીનું જોર રહેશે. હાલ સૌરાષ્ટ્રભરમાં ઠંડીનો પારો ડબલ ડિજિટમાં જોવા મળે છે. અત્યારે પવન નોર્થ વેસ્ટ તરફથી ફૂંકાઇ રહ્યો છે. રાજકોટમાં બુધવારે સવારે પવન 7 કિમીની ઝડપે ફૂંકાયો હતો. જ્યારે દિવસમાં પવનની ઝડપ વધીને 15 કિમી રહી હતી.

આકાશ વાદળોથી ઘેરાયું.
આકાશ વાદળોથી ઘેરાયું.

સૌરાષ્ટ્રમાં તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી જશે
હિમાલયમાં હિમવર્ષાને કારણે ગુરુવારથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ઠંડી વધવાની આગાહી છે. લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી જવાની સંભાવના છે. જો કે, આ ઠંડી બેથી ત્રણ દિવસ રહેવાની શક્યતા છે.

ગુજરાતના ક્યાં શહેરમાં કેટલું લઘુત્તમ તાપમાન રહ્યું

શહેરતાપમાન
અમદાવાદ14
ગાંધીનગર13
સુરત17
વડોદરા15
રાજકોટ13
અમરેલી13
કચ્છ-ભુજ11
મહેસાણા12
જુનાગઢ13
પોરબંદર16
જામનગર15
ભાવનગર15
સુરેન્દ્રનગર12
ખેડા13
ભરૂચ15
અન્ય સમાચારો પણ છે...