સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં સતત વધારો થતા આરોગ્ય વિભાગ ચિંતામાં મૂકાયુ છે. રાજકોટમાં ગઈકાલે રવિવારના સાંજના 5 વાગ્યાથી આજે સોમવારના બપોરના 12 વાગ્યા સુધીમાં નવા 50 કેસ નોંધાયા છે. આમ રાજકોટ શહેરમાં પોઝિટિવ સંખ્યા 983 થઈ છે. જેમાં 549 દર્દી સારવાર હેઠળ છે. રાજકોટમાં 15 કલાકમાં 12 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે. મહત્વનું છે કે ગઈકાલે 10 લોકોના મોત થયા હતા. જેથી છેલ્લા 2 દિવસમાં કોરોનાથી 21 દર્દીના મોત થયા છે. કોરોનાના કહેર વચ્ચે સિવિલ સર્જનની બદલી થઈ છે. સિવિલ હોસ્પિટલના ડોકટર મનિશ મહેતાની બદલી કરાઈ છે. જુનાગઢ ખાતે ગુજરાત મેડિકલ એજયુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી હસ્તકની મેડિકલ કોલેજ ખાતે બદલી કરાઈ છે. રાજકોટ સિવિલ સર્જનનો વધારાનો ચાર્જ ડોક્ટર પંકજ બૂચને સોંપવામાં આવ્યો છે. ભાવનગરમાં 33 કેસ નોંધાયા છે. જામનગરમાં આજે વધુ 3 કેસ નોંધાયા છે.
રાજકોટ સિવિલમાંથી બે કોરોના પોઝિટિવ આરોપી ફરાર
રાજકોટ સિવિલ હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાં કોરોના પોઝિટિવ બે આરોપીઓ ફરાર થઇ ગયા છે. રાજકોટમાં આજે પોઝિટિવ દર્દાના નામ, સરનામા મનપાએ જાહેર કરવાનું બંધ કર્યું છે. આ અંગે મનપા કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું કે, દર્દીઓની પ્રાઇવેસી ધ્યાને રાખીને નામ, સરનામા જાહેર કરવામાં આવતા નથી.
ગીર સોમનાથમાં 14 અને ગોંડલમાં 7 કેસ નોંધાયા
ગીર સોમનાથમાં આજે નવા 14 કેસ નોંધાયા છે. હાલ 170 દર્દીઓ સારવાર હેઠળ છે. આજે નોંધાયેલા 14 કેસમાં વેરાવળના 7, ઉનાના 3, ગીર ગઢડાના 1, તાલાલાના 2 અને સુત્રાપાડાના 1 કેસનો સમાવેશ થાય છે. જ્યારે આજે 19 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે. ગોંડલ તાલુકામાં આજે નવા 7 કેસ નોંધાયા છે. સવારથી સાંજ સુધીમાં 8 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ગોંડલ અને ગોંડલ તાલુકાના 132 પોઝિટિવ કેસ થાય છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાંથી બે કોરોના પોઝિટિવ આરોપી ફરાર
રાજકોટની સિવિલ હોસ્પિટલના કોવિડ-19 વોર્ડમાંથી બે આરોપી ફરાર થયા છે. આથી તંત્રની અને સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી સામે આવી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તંત્રે આ અંગે કોઈ માહિતી જાહેર કરી નથી. બાઇક ચોરીનો કોરોના પોઝિટિવ આરોપી સિવિલ હોસ્પિટલમાંથી ફરાર થયો છે. અટકાયત પહેલા રિપોર્ટ કરાવતા પોઝિટિવ આવ્યો હતો. તેને સિવિલમાં આઇસોલેટ રાખ્યો હતો ત્યાંથી ફરાર થયો છે. આરોગ્ય વિભાગ અને પોલીસમાં દોડધામ મચી ગઈ છે. બીજા આરોપીની 24 જુલાઈએ ક્રાઇમ બ્રાન્ચે ઘરફોડ ચોરીમાં ધરપકડ કરી હતી. આરોપી હરસુખ ઉર્ફે પોપટ વાઘોડિયા અને વિક્રમ ઉર્ફે વિકિડો વાઘોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કોવિડ-19 હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા. કોરોના પોઝિટિવ બંને આરોપી ફરાર થતા પોલીસ તંત્ર દોડતું થયું છે.
મનપાએ માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 51400નો દંડ વસૂલ્યો
રાજકોટ મનપાએ શહેરના 18 વોર્ડમાંથી કુલ 257 લોકો પાસેથી 51 હજાર 400 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. દંડ વસૂલ કરતા કર્મચારીએ સ્થાનિકને કહ્યું કે અમે દંડ વસૂલ કરવા માટે મજબૂર છીએ. અમને દંડ વસૂલવા માટે રોજ ટાર્ગેટ આપવામાં આવે છે. જેથી દંડ વસૂલ કરવામાં આવી રહ્યું છે. મહત્વનું છે કે જો કોઈનું માસ્ક થોડુ પણ નીચે હોય તો પણ 200 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે.
આજે કોરોનાના પાંચ કેસ પોઝિટિવ આવતા જસદણ તાલુકામાં પોઝિટિવ સંખ્યા 100 થઈ
જસદણ શહેરમાં આજે વધુ બે કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં મેઇન બજારમાં રહેતા જયદીપભાઇ રજનીકાંતભાઇ અંબાણી (ઉં.વ. 34) અને વજીબેન ધીરુભાઈ (ઉં.વ.60)નો સમાવેશ થાય છે. જ્યારે તાલુકામાં મોહનભાઈ પ્રાગજીભાઇ (ઉં.વ.59 રહે.વિરનગર), વિનુભાઈ લીંબાભાઇ ભુવા (ઉં.વ.50 રહે. ગોખલાણા) અને ધીરુભાઈ લવાભાઇ પટેલ (ઉં.વ. 48 રહે.સાણથલી)નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.જસદણ તાલુકમાં પોઝિટિવ કેસની સંખ્યા 100 થઇ છે. ગઇકાલે પણ જસદણ પંથકમાં 5 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા.
કેસની સંખ્યાની સાથેસાથે મોતની સંખ્યામાં વધારો
ગઈકાલે રાજકોટમા કોરોનાના 52 અને ગ્રામ્યમાં 20 કેસ સહિત 72 કેસ નોંધાયા છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ 2 દર્દીઓના કોરોનાથી મોત નીપજ્યા છે. આથી 15 કલાકમાં મોતનો આંકડો 12 પર પહોંચ્યો છે. રવિવારે રાતથી સોમવાર બપોર સુધીમાં 23 દર્દીઓના મોત થયા છે. રવિવારે 11 અને સોમવારે 12 દર્દીઓના મોત નીપજ્યા છે. 11 જુલાઈથી 27 જુલાઈ સુધીમાં કોરોનાનો પોઝિટિવિ રેટ વધ્યો છે. રાજકોટ શહેરનો 24 ટકા જ્યારે ગ્રામ્યનો 11 ટકા થયો છે. ગોંડલ, જેતપુર અને ધોરાજી કોરોનાના નવા હોટસ્પોટ બન્યા છે.
ક્રમ | નામ | ઉં.વ. | સરનામુ |
1 | વલ્લભભાઈ ચનાભાઈ દાફડા | 73 | સાણથળી, વિસાવદર |
2 | મુકેશભાઈ શાંતિભાઈ છતલા | 60 | રૈયારોડ-ડ્રીમ સીટી |
3 | અક્ષય પ્રભાતભાઈ મવર | 19 | ભગવતીપરા |
4 | રંગીતાબેન રાજેશભાઈ ચૌહાણ | 48 | વેરાવળ-સોમનાથ |
5 | નાનુબેન જગદીશભાઈ ચૌધરી | 25 | શિવગઢ-કચ્છ |
6 | શાહબુદીન હબીબભાઈ હાલાણી | 60 | દૂધસાગર રોડ, ગુલશન પાર્ક |
7 | ઈકબાલભાઈ ગુલામવસુલ બુખારી | 54 | વાંકાનેર |
8 | મનસુખભાઈ ભગવાનજીભાઈ | 66 | કુંભારવાડા-જામકંડોકણા |
9 | રૂસ્તમશા બહનિશા દિવાન | 63 | સુરેન્દ્રનગર |
છેલ્લા 16 દિવસમાં 566 કેસ પોઝિટિવ
રાજકોટમાં કોરોના કેસ ઝડપથી વધી રહ્યા છે પણ તેટલા પ્રમાણમાં ટેસ્ટની સંખ્યા હજુ વધારાતી નથી. કારણ કે, તંત્રને ડર છે કે તેનાથી રાજકોટમાં પણ દરરોજ 100થી 150 કેસ નીકળશે. આ કારણે શહેરમાં જે લોકો બીમાર પડે તેઓ હોસ્પિટલ પહોંચે છે અને સેમ્પલ આપતા પોઝિટિવ આવી રહ્યા છે. આ કારણે છેલ્લા 16 જ દિવસમાં 566 લોકો પોઝિટિવ આવ્યા છે. જ્યારે તેની સરખામણીએ ગ્રામ્યમાં ટેસ્ટિંગ પહેલાથી જ ઓછું કરાવાઈ રહ્યું છે, પણ તેમાંથી પોઝિટિવ ઓછા નીકળતા રેટ 11 ટકાએ છે.
ગ્રામ્ય વિસ્તારમાં 11 ટકા રેટ
ગ્રામ્ય વિસ્તારમાં 11થી 26 જુલાઈ દરમિયાન 2206 સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 259 પોઝિટિવ આવતા કેસ ડબલ થઈને 535 થઈ ગયા છે. શહેર અને ગ્રામ્ય વિસ્તાર બન્નેને સાથે ગણતા આ દિવસોમાં 825 કેસ સાથે બન્ને વિસ્તારનો સરેરાશ પોઝિટિવ રેશિયો 18 ટકા જેટલો ઊંચો જ રહ્યો છે.
આરોગ્ય વિભાગે કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી હાથ ધરી
આરોગ્ય વિભાગની ટીમે કોરોના દર્દીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરન્ટીન કરવાની અને કોન્ટેકટ ટ્રેસીંગની કામગીરી હાથ ધરી છે. આ સાથે જ કોરોના પોઝિટિવ આવેલા વિસ્તારને સેનિટાઈઝ કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.