તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોનામાં સિટી સ્કેનનું મહત્વ કેમ:દર્દીનું ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ડાઉન થાય, કફીંગ હોય, LDS વધારે આવે ત્યારે સિટી સ્કેન કરવો પડે, રિપોર્ટના આધારે ઝડપથી સારવાર શરૂ થાય

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
ક્રિટીકલ કેર એક્સપર્ટ ડો. મયં�
  • સિટી સ્કેનનો રિપોર્ટ 1 કલાકમાં અને RT-PCRનો રિપોર્ટ 48 કલાકે આવતો હોવાથી દર્દી સિટી સ્કેનનો આગ્રહ વધારે રાખે છે
  • સિટીસ્કેન સ્કોર 25માંથી આપવામાં આવે છે, જો સિટી સ્કેન સ્કોર 10થી નીચે હોય તો ચિંતાજનક નથી- રાજકોટ IMAના પ્રમુખ

રાજકોટ સહિત ગુજરાતભરમાં હાલ કોરોનાની બીજી લહેર ઘાતક બની છે. આ મહામારીમાં કોરોના દર્દીઓ માટે સિટી સ્કેન રિપોર્ટ મહત્વ કેટલું હોય છે તે અંગે રાજકોટના ક્રિટીકલ કેર એક્સપર્ટ ડો.મયંક ઠક્કર અને રાજકોટ IMAના પ્રમુખ ડો.પ્રફુલ કામાણીએ દિવ્યભાસ્કર સાથે વાતચીત કરી હતી. આ બંને એક્સપર્ટના ડોક્ટરના મતે સિટી સ્કેન ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ડાઉન થાય, દર્દીને કફીંગ હોય, દર્દીને LDS વધારે આવે ત્યારે દર્દીને સિટી સ્કેન કરાવવો પડે છે. રિપોર્ટના આધારે દર્દીની સારવાર ઝડપથી કરી શકાય છે.

સિટી સ્કેન ટ્રીટમેન્ટ પ્લાન કરવા માટે થાય છે- ડો. મયંક ઠક્કર
ક્રિટીકલ કેર એક્સપર્ટ ડો. મયંક ઠક્કરે સિટી સ્કેન દર્દીને ક્યારે કરાવવું પડે છે તે વિશે માહિતી આપતા દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે, જે દર્દીને ઓક્સિજન સેચ્યુરેશન લેવલ ડાઉન થતું હોય, દર્દીને કફીંગ હોય, દર્દીને એલડીએસ (લોહીના રિપોર્ટમાં આવે) વધારે આવતું હોય, કોવિડના લક્ષણો શરૂ થયા હોય અને પાંચમો કે છઠ્ઠો દિવસ હોય, ઓક્સિજનનું પ્રમાણ 95થી નીચે જઇ રહ્યું હોય આવી કન્ડીશનમાં સિટી સ્કેન હેલ્પફૂલ બની રહી છે. સિટી સ્કેન ટ્રીટમેન્ટ પ્લાન કરવા માટે થાય છે. સિટી સ્કેન, HRCT અને THORAX આ ત્રણેય વસ્તુ એક જ છે. બધામાં સિટીસ્કેન THORAX રિપોર્ટ જ થાય છે.

સિટી સ્કેનનો રિપોર્ટ 1 કલાકમાં અને RT-PCRનો રિપોર્ટ 48 કલાકે આવે છે
કોવિડના દર્દીઓ સિટી સ્કેન કરાવવાનો આગ્રહ વધારે કેમ રાખે છે તે અંગે ડો. મયંક ઠક્કરે જણાવ્યું હતું કે, સિટી સ્કેનનો રિપોર્ટ 1 કલાકની અંદર આવી જાય છે જ્યારે RT-PCRનો રિપોર્ટ 48 કલાકે આવે છે. આથી લોકો સિટી સ્કેનનો આગ્રહ વધારે રાખે છે. એક કલાકની અંદર જ રિપોર્ટ આવી જતો હોવાથી ટ્રીટમેન્ટ શરૂ થઇ જાય છે. જ્યારે RT-PCRનો રિપોર્ટ 48 કલાકે આવતો હોવાથી દર્દીને ત્યાં સુધી રાહ જોવી પડે છે. ત્યાં સુધીમાં દર્દીની તબિયત લથડી શકે છે.

રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી (ફાઇલ તસવીર).
રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કમાણી (ફાઇલ તસવીર).

સિટી સ્કેન રિપોર્ટના આધારે ઝડપથી સારવાર શરૂ કરી શકાય- ડો.પ્રફુલ કામાણી
રાજકોટ IMAના પ્રમુખ ડો. પ્રફુલ કમાણીએ જણાવ્યું હતું કે, ગળાથી નીચે વાયરસ ઉતરી જાય તો તે લેવલ સિટીસ્કેનમાં જાણી શકાય છે. સિટીસ્કેન સ્કોર 25માંથી આપવામાં આવતો હોય છે. જો સિટી સ્કેન સ્કોર 10થી નીચે હોય તો એ ચિંતાજનક નથી હોતો. પરંતુ 15થી વધુ સ્કોર આવે તો સિટી સ્કેન રિપોર્ટમાં તો આવા દર્દીઓએ પૂરતી કાળજી, તકેદારી રાખી તબીબોની સલાહ મુજબ સારવાર લેવી જોઇએ. RT-PCR ટેસ્ટમાં ખૂબ લાંબુ વેઇટિંગ હોવાથી સિટી સ્કેન કરાવવામાં આવી રહ્યાં છે. જેથી કરી તેના રિપોર્ટના આધારે દર્દીને સમયસર યોગ્ય સારવાર શરૂ કરી શકાય છે. દર્દીને ઉધરસ આવે, શરદી હોય કે ડાયાબીટીસ હોય તો આવા કેસમાં સિટી સ્કેન કરી તુરંત રિપોર્ટના આધારે ઝડપથી સારવાર શરૂ કરી શકાય છે.

અન્ય સમાચારો પણ છે...