VCEના આંદોલનનો સાતમો દિવસ:હડતાળને તલાટી બાદ સરપંચોનું સમર્થન, ઇ-ગ્રામ સેન્ટર્સમાં કામગીરી સજ્જડ બંધ:ગ્રામજનો પરેશાન

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
સરકારી કર્મચારી જેવા લાભ સહિતની માગણીઓ નહીં ઉકેલે ત્યાં સુધી વિલેજ કમ્પ્યૂટર સાહસિક (વી.સી.ઇ.) દ્વારા હડતાળનો દોર જારી રહેશે. - Divya Bhaskar
સરકારી કર્મચારી જેવા લાભ સહિતની માગણીઓ નહીં ઉકેલે ત્યાં સુધી વિલેજ કમ્પ્યૂટર સાહસિક (વી.સી.ઇ.) દ્વારા હડતાળનો દોર જારી રહેશે.
  • રાજ્યમાં ઠેર ઠેર આવેદનપત્રો સહિતના કાર્યક્રમો યોજાયા

રાજકોટ જિલ્લાના 550 સહિત રાજ્યભરના 11,000થી વધુ વિલેજ કમ્પ્યૂટર સાહસિક (વી.સી.ઇ.) દ્વારા અચોક્કસ મુદતની હડતાળનું રણશિંગું ફૂંકાતા આજે સાતમા દિવસે પણ ગામડાંઓમાં ઇ-ગ્રામ સેન્ટર્સમાં કામકાજ સજ્જડ બંધ રહ્યું હતું. તલાટીઓ બાદ વિવિધ ગામોના સરપંચ અને રાજકીય અગ્રણીઓએ પણ હડતાળને સમર્થન જાહેર કર્યું હતું.

ગુજરાત ગ્રામપંચાયત કમ્પ્યૂટર સાહસિક (ઓપરેટર) મંડળના મહામંત્રીએ જણાવ્યું હતું કે, આજ મુદ્દે ગત સાલ અમે કરેલી હડતાળને સરકારે આશ્વાસનો આપી છ દિવસમાં પૂર્ણ કરાવી દીધી હતી, અત્યારે પણ હડતાળ પર ઉતરેલા વી.સી.ઇ.ને સરકારના વિભાગો દ્વારા દબાવવાની કોશિશ થઇ રહી હોઇ, પરંતુ આ વખતે ઓપરેટર્સ હજુ વધુ લડત માટે મક્કમ છે.

તલાટી બાદ સરપંચો અને રાજકીય સ્તરે પણ હડતાળને સમર્થન મળી રહ્યું છે. સરકાર જ્યાં સુધી વિલેજ ઓપરેટર્સની પગાર મુજબ વેતન, જોબ સિક્યોરિટી, વીમા કવચ, સરકારી કર્મચારી જેવા લાભ સહિતની વિવિધ માગણીઓ નહીં ઉકેલે ત્યાં સુધી હડતાલનો દોર જારી રહેશે.

સોમવારે રાજકોટ, મોરબી, ગીર સોમનાથ, વલસાડ, તાપી, વડોદરા, મહેસાણા, ભાવનગર (તળાજા) અને પંચમહાલ સહિત ઠેર ઠેર આવેદનપત્રો સહિતના કાર્યક્રમો બાદ મંગળવારે જામનગર, ઠાસરા, ખેડા સહિતના સેન્ટર્સમાં વી.સી.ઇ.દ્વારા કાર્યક્રમો યોજાયા હતા.

અન્ય સમાચારો પણ છે...