ચેકિંગ:સરપંચ : કોઈ માસ્ક નથી પહેરતા, પોલીસમેન : થોડા પ્રેક્ટિકલ રહેજો

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
એઈમ્સની સાઈટ પર સરપંચે ચેકિંગ કર્યું ત્યારે કામ કરતા 200માંથી મોટાભાગના મજૂરોએ માસ્ક પહેર્યા ન હોય કોન્ટ્રાક્ટરને યોગ્ય કરવા કહેવાયું હતું. - Divya Bhaskar
એઈમ્સની સાઈટ પર સરપંચે ચેકિંગ કર્યું ત્યારે કામ કરતા 200માંથી મોટાભાગના મજૂરોએ માસ્ક પહેર્યા ન હોય કોન્ટ્રાક્ટરને યોગ્ય કરવા કહેવાયું હતું.
  • એઈમ્સની સાઈટ પર પરાપીપળિયાના સરપંચે કર્યું ચેકિંગ
  • સાઈટના મેનેજરે જવાબ ન આપતા સરપંચ રોજકામ માટે નીકળ્યા, 10 મિનિટમાં DCBમાંથી ફોન આવ્યો

રાજકોટના પરાપીપળિયા ગામે એઈમ્સ નિર્માણાધીન છે ત્યાં કામ કરતા કર્મચારીઓ જ માસ્ક ન પહેરતા હોવાનું અને કાર્યવાહી થાય તો સરપંચ સુધ્ધાને દબાવતા હોવાનું સામે આવ્યું છે. પરાપીપળિયાના સરપંચ વિક્રમભાઈ હુંબલ જણાવે છે કે ‘એઈમ્સ સાઈટ પર કોઇ માસ્ક પહેરતું નથી અને તે રીતે જ ગામમાં હટાણું કરવા આવ્યાની વાત મળતા હું સાઈટ પર ગયો હતો ત્યાં કોઇએ માસ્ક પહેર્યું ન હતું ઉપરાંત કન્સ્ટ્રક્શન સાઈટ પર જે સુરક્ષાની તૈયારી કરવાની હોય તે પણ ન હતી જેથી સાઈટ મેનેજર રાકેશ નામની વ્યક્તિને મળીને માસ્ક પહેરવાનું કહ્યું હતું.

તો તેણે તો વળી અમારા છેડા દિલ્હી સુધી છે તેમ કહી વાતનો ટોન બદલાવ્યો હતો. જેથી મેં તુરંત જ માસ્ક વગરના કર્મચારીઓના ફોટા પાડી લીધા હતા. તલાટી મંત્રીને બોલાવી અહીંનું રોજકામ કરવાની તૈયારી કરી હતી. હજુ સાઈટ પરથી હટ્યાને 10 મિનિટ થઈ ત્યાં ક્રાઈમ બ્રાન્ચમાંથી મહેશ બોલુ છું એવો ફોન આવ્યો અને શું માથાકૂટ કરી તેમ પૂછીને મામલો રફેદફે કરવા કહ્યું હતું. એક તરફ તંત્ર કોરોના ન ફેલાય તેમજ લોકો માસ્ક પહેરે તેની જવાબદારી ગ્રામપંચાયતને સોંપીને ગયા છે તેવામાં આ રીતે ફોન આવે તે યોગ્ય નથી.

તેથી તુરંત જ રોજકામ કરીને 24 નવેમ્બર એટલે કે તે જ દિવસે કલેક્ટરને રજૂઆત કરી છે. વિશ્વાસ છે કે આ મામલે કોઇ કાર્યવાહી કરવામાં આવશે.’ સરપંચે નિયમ પાલનની વાત કરતા જ માસ્ક પહેરવાની સ્પષ્ટ ના પાડવી તેમજ 10મી મિનિટે પોલીસ પાસે ફોન કરાવી વાતને દબાવવા પ્રયાસ કરાયો છે જેથી ગ્રામજનોમાં પણ રોષ છે કે નિયમ પાલન તેમજ દંડ ફક્ત ગામ લોકો માથે જ થાય છે. બહારથી આવેલા લોકો માટે કોઇ નિયમ જ નહિં.

અન્ય સમાચારો પણ છે...