તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેક્સિન માટે આંદોલન:ગોંડલના અનિડા ભાલોડી ગામને વેક્સિનનો પૂરતો જથ્થો ન મળતા સરપંચ દ્વારા ઉપવાસ આંદોલનનું રણશિંગુ ફૂંકાયું

ગોંડલ2 મહિનો પહેલા
અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ નહીં
  • લોકોને પારાવાર યાતનાઓનો સામનો કરવો પડે છે, માટે અમે આંદોલનના માર્ગે- સરપંચ

એક તરફ કોરોનાની બીજી ઘાતક લહેર ચાલી રહી છે અને બીજી તરફ સંક્રમણ અટકાવવા વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી કરવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં વેક્સિનેશન વધારવા સરકારની સૂચના છે. ત્યારે ગોંડલ તાલુકાના અનિડા ભાલોડી ગામે છેલ્લા કેટલાક દિવસથી પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો આવતો ન હોય ગ્રામજનોને પારાવાર યાતનાનો સામનો કરવો પડતો હોય તંત્રની સામે રોષે ભરાય ગામના સરપંચ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

સરપંચ સામતભાઈ બાંભવા
સરપંચ સામતભાઈ બાંભવા

વેક્સિનેશનના વેગમાં ભંગ
અનિડા ભાલોડીના સરપંચ સામતભાઈ બાંભવાએ જણાવ્યું હતું કે, વેક્સિનેશન માટે અનિડા ભાલોડીના આગેવાનો અને ગ્રામજનોએ ખૂબ મહેનત કરી છે. કોરોનાની સામે પણ તકેદારી રાખવામાં આવી રહી છે, વેક્સિનેશન લગાવવા માટે રોજિંદા વ્યાપક પ્રમાણમાં ગ્રામજનો લાઈનમાં ઉભા રહે છે પરંતુ પૂરતા પ્રમાણમાં વેક્સિન મળતી ન હોય લોકોને પારાવાર યાતનાઓનો સામનો કરવો પડતો હોય અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ ન આવતાં તેઓ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. જેને સંપૂર્ણ ગ્રામજનો સાથ સહકાર મળી રહ્યો છે .

અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ નહીં
અનેકવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવા છતાં પણ યોગ્ય નિરાકરણ નહીં

લોકોને આમ-તેમ ધક્કા ખાવાનો વખત આવ્યો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, સવારના સમયમાં પ્રથમ ડોઝ લેવાનો હતો. ત્યાં પહોંચતા વેક્સિન ન હોવાનું કહેવામાં આવ્યું હતું. જે બાદ રિ-શિડ્યુલ કરાવવામાં આવ્યું છતાં વેક્સિન મળી નહોતી. મારી સાથે કેન્દ્ર પર અન્ય ઘણાં લોકો હતા જેમને પણ વેક્સિન ન મળી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લોકો વેક્સિન લેવા જાગૃત થયા છે તો આ સમયે વેક્સિનનો જથ્થો પૂરતો ન હોવાથી લોકો આમ-તેમ ધક્કા ખાવાનો વખત આવ્યો છે.

વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી કરવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે
વેક્સિનેશન પ્રક્રિયા ઝડપી કરવા સરકાર દ્વારા સૂચના આપવામાં આવી છે
ગામના સરપંચ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે
ગામના સરપંચ દ્વારા ઉપવાસ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે
અન્ય સમાચારો પણ છે...