તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સેવા:સરદારનગર જૈન સંઘે 39 દી’માં 41 હજાર કોરોના દર્દીને નિ:શુલ્ક ટિફિન પહોંચાડ્યા

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

કોરોના સમયમાં માનવ ઉપયોગી સેવાના અનેક કાર્યો થઇ રહ્યા છે ત્યારે શાલિભદ્ર સરદારનગર જૈન સંઘ અને જૈનમ્ અન્નદાન મહાદાનની ઉક્તિને સાર્થક કરી દાતા મુંબઇના બીનાબેન અજયભાઇ શેઠના સહકારથી અને નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી 39 દિવસમાં 41 હજારથી વધુ હોમ ક્વોરન્ટાઈન રહેલા કોરોનાના દર્દીઓને ટિફિન રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં પહોંચાડવામાં આવ્યા હતા. 25 વ્યક્તિની ટીમે આ માનવ ઉપયોગી કાર્યને પૂર્ણ કર્યું હતું. દરરોજ બપોરે 800 અને સાંજે 800 જ્ઞાતિજાતિના ભેદભાવ વગર લોકોને શુદ્ધ સાત્વિક ભોજન પીરસવામાં આવ્યું હતું. રસોઇ બનાવવામાં ખાસ અમદાવાદથી 5 ટીમ આવી હતી. જેમાં શાકભાજી સુધારવામાં 52 લોકોએ સેવા આપી હતી. રોજની 4 હજાર રોટલી હાથે વણવામાં આવી હતી. 15 એપ્રિલથી ટિફિન પહોંચાડવાની યોજના શરૂ કરી હતી. જે 23 મે 2021ના રોજ પૂરી કરાઇ હતી.

સિવિલ હોસ્પિટલના તબીબો, સ્ટાફને 200 ટિફિન પહોંચાડવામાં આવ્યા હતા. કેટરિંગ વ્યવસાય સાથે સંકળાયેલા ચંદ્રેશભાઇ મહેતા અને દીપકભાઇ સંઘવીએ મેનેજમેન્ટ કોઇપણ ચાર્જ વગર સંભાળ્યું હતું. આ ભોજન પહોંચાડવાનો વિચાર મનોજભાઇ ડેલીવાળાએ ટ્રસ્ટ સન્મુખ મુક્યો હતો. જેને સર્વેએ વધાવી આ સેવા શરૂ કરી હતી. ગરીબ હોય કે અમીર તમામ લોકો સુધી ટિફિન સેવા અપાઇ હતી. 20 થી 25 ટિફિન લેતા લોકોએ સંસ્થાની આ પ્રવૃત્તિમાં અનુદાન પણ કર્યું હતું.

18 રિક્ષા રાખી, રોજનું રૂ. 500 ભાડું ચૂકવાયું
કોરોના સમય દરમિયાન જ્યારે રિક્ષાચાલકો બેરોજગાર બન્યા હતા. એવા સમયે શાલિભદ્ર સરદારનગર જૈન સંઘ અને જૈનમે 18 રિક્ષાચાલકને બપોરે રૂ. 250 અને સાંજે 250 મળી કુલ 500નું મહેનતાણું ચૂકવ્યું હતું. 30 એરિયામાં 50 થી 60 ટિફિન પહોંચાડવામાં આવતા હતા. રિક્ષાચાલકોને છેલ્લા દિવસે 700 ગ્રામ ડ્રાયફ્રૂટ આપી સન્માનિત કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...