તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શરૂઆત:બાળકો માટે સંસ્કાર વાટિકા અને યુવાનો માટે બિઝનેસ મોડલ શરૂ

રાજકોટ 10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કોરોનાની નકારાત્મકતાથી બચાવવા નવતર પ્રયોગશરૂ કરાયો

કોરોનાની મહામારીની બાળકો, યુવાનો અને સિનિયર સિટિઝન પર કોઇ નકારાત્મક અસર ન પડે તે માટે માહેશ્વરી સમાજે એક નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં બાળકો માટે સંસ્કાર વાટિકા શરૂ કરી છે. જે બધા ભારતીય સંસ્કૃતિ આધારિત છે. તો યુવાનો ખરાબ પરિસ્થિતિમાં પણ વ્યવસાયમાં આગળ વધી શકે તે માટે બિઝનેસ મોડલ ડેવલપ કર્યુ છે. આ ઉપરાંત સમાજની કોઈ વ્યક્તિને બધા જ પ્રકારની મદદ મળી રહે તે માટે ખાસ કમિટીની રચના કરવામાં આવી છે. આ પહેલમાં દેશભરમાં રહેતા માહેશ્વરી સમાજના લોકોને જોડવામાં અાવ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકોને પણ સમાજની તમામ પ્રકારની માહિતી પહોંચતી કરવા લીડરની નિમણૂક કરવામાં આવી છે. બાળકોની યાદશક્તિ વધારવા ક્વિઝ યોજાય છે. જેમાં વિજેતા થનારને ઈનામ અપાય છે. ઉપરાંત કલ્ચરલ એક્ટિવિટી, વેસ્ટમાંથી બેસ્ટનું સર્જન, સાહિત્ય ગોષ્ઠિ,વ્યક્તિત્વ વિકાસ,સ્વાધ્યાય,મહિલાઓનો જુસ્સો કેવી રીતે ટકાવી રાખવો તે સહિતના સેશન રખાય છે.

ખૂબ જ સારા પરિણામ મળી રહ્યા છે
હાલ ટેક્નોલોજીના માધ્યમથી  દેશભરના માહેશ્વરી સમાજના લોકો એકબીજાથી જોડાયા છે. જેના ખૂબ જ સારા પરિણામ મળી રહ્યા છે.આવી ગંભીર પરિસ્થિતિમાં બધા એકબીજાની ઢાલ બન્યા છે.એકબીજાની હિંમત વધારે છે.આ સમય ધીરજથી કામ લેવાનો છે. અમે બાળકોને પણ આ જ વાત સમજાવીએ છીએ. જેને કારણે તેઓની હિંમત અને સમજણ શક્તિ બન્ને વધ્યા છે. >પ્રતિભા હોલાની, અધ્યક્ષ રાજકોટ માહેશ્વરી મહિલા સંગઠન

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો