તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:સંસ્કાર હોસ્પિટલને બે દર્દીને 70 હજાર પરત કરવા પડ્યાઃ વોકહાર્ટ, પરમ, ઓરેન્જ અને ક્રાઇસ્ટ હોસ્પિટલના કેસમાં હિયરિંગ બાકી

રાજકોટ10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજકોટની ખાનગી હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ પાસે વધુ નાણાં પડાવવાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે સંસ્કાર કોરોના હોસ્પિટલને પ્રાંત અધિકારીએ બે દર્દીને રૂ.70 હજાર પરત કરવા આદેશ કર્યો છે. જ્યારે શહેરની અન્ય ચાર ખાનગી હોસ્પિટલ સામેની તપાસ ચાલુ છે. પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, અમુક ખાનગી હોસ્પિટલ દર્દીને વધારાની ફેસિલિટી આપવાના બહાને વધુ નાણાં ખંખેરી રહી છે. જે બાબતની બાદમાં જાણ થાય એટલે દર્દીઓ તંત્ર સમક્ષ ફરિયાદ કરી રહ્યા છે.

રાજકોટની સંસ્કાર કોરોના હોસ્પિટલે બે દર્દી પાસે વધુ નાણાં લીધાની ફરિયાદ મળતા તપાસ કરતા રૂમના અને ટેસ્ટના વધુ નાણાં લીધાનું બહાર આવતા તેમને બન્ને દર્દીને રૂ.35-35 હજાર પરત આપવા આદેશ કર્યો છે. જ્યારે અન્ય ચાર ખાનગી હોસ્પિટલ ક્રાઇસ્ટ, વોકહાર્ટ, પરમ અને ઓરેન્જ હોસ્પિટલ સામેની તપાસ 50 ટકા પૂર્ણ થઇ છે અને અમુક દસ્તાવેજી આધાર ખૂટતા હોય તે મગાવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...