રાજકોટમાં સંજીવની-મેટ્રોપોલિસ લેબમાં ગુરુવારે સતત તપાસ ચાલુ રહી હતી. તપાસ દરમિયાન મોટા પ્રમાણમાં કરચોરી બહાર આવી છે. દરોડા દરમિયાન જે સાહિત્ય, દસ્તાવેજ કબજે કરવામાં આવ્યું છે જે તપાસ માટે મુબંઈ મોકલાશે. અત્યાર સુધીની તપાસમાં મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો મળી આવ્યા છે. જોકે આંકડો હવે જાહેર કરવામાં આવશે.
રાજકોટમાં રામકૃષ્ણનગર ખાતે આવેલી અને અન્ય બ્રાંચમાં તપાસ માટે અધિકારીઓ પહોંચ્યા હતા. આ તપાસમાં મુંબઈની સાથે સાથે રાજકોટના અધિકારીઓ પણ જોડાયા હતા. કેટલી આવક થઇ છે કેટલો ટેક્સ ભરવામાં આવ્યો છે તે સહિતના મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે. કોરોના બાદ પહેલીવાર લેબોરેટરીમાં ઈન્કમટેક્સની તપાસ કરાઈ હતી. રાજકોટ ઈન્વેસ્ટિગેશન વિંગ દ્વારા તાજેતરમાં કચ્છમાં આવેલા ખાવડા ગ્રૂપ પર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. જેના સાહિત્ય અને દસ્તાવેજોની ચકાસણી હજુ ચાલી રહી છે.
આ ગ્રૂપ ટ્રાવેલ્સ, રિઅલ એસ્ટેટ, ફરસાણ-સ્વીટ, ફાઇનાન્સ સહિતના ક્ષેત્રો સાથે સંકળાયેલું છે. અત્યાર સુધીની તપાસમાં રૂ. કરોડો રૂપિયાના બેનામી વ્યવહારો મળી આવ્યા છે. એ સિવાય મોટા પ્રમાણમાં રોકડ, સોના-ચાંદીના દાગીના તેમજ લોકર સીઝ કરાયું છે. કુલ 32 સ્થળે દરોડા પડ્યા હતા. કુલ જે રોકડ -જ્વેલરી મળી છે તેમાંથી રૂ.2 કરોડના વ્યવહારો મળી નથી આવ્યા. જેનો ખુલાસો આવકવેરા વિભાગે પૂછયો છે. છેલ્લા એક વર્ષથી આ ગ્રૂપના વ્યવહારો પર નજર રખાતી હતી. રોકડમાં વ્યવહારો થતી હોવાની બાતમી મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.