સસ્પેન્ડનો હુકમ:સંજય પંડિત 26 જાન્યુઆરી સુધી વકીલાત નહીં કરી શકે

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે સસ્પેન્ડ કરેલા રાજકોટના એડવોકેટ સંજય પંડિતને આગામી તા.26 જાન્યુઆરી સુધી સસ્પેન્ડનો હુકમ કર્યો છે. સસ્પેન્ડ એડવોકેટ સંજય પંડિતને 8 ઓગસ્ટ સુધીનો હુકમ હતો. પરંતુ એડવોકેટ પંડિતે સ્ટે મેળવ્યો હતો.

જ્યારે તેને એક વર્ષ માટે સસ્પેન્ડનો હુકમ થયો હોવાથી હુકમ મુજબ તેને 365 દિવસ સસ્પેન્સનનો સમય ભોગવવો જ પડે તેવો ગુજરાત બાર કાઉન્સિલની શિસ્ત સમિતિએ નિર્ણય લેતા ઉપરોકત હુકમ કર્યો છે. એડવોકેટ પંડિત સામે પ્રકાશભાઇ ભગવાનજીભાઇ અડવાણીએ વ્યવસાયિક ગેરવર્તણૂક કરી હોવાની ફરિયાદ બાર કાઉન્સિલમાં કરી હતી.

ફરિયાદને પગલે શિસ્ત કમિટીએ સમગ્ર પુરાવાઓ, રેકર્ડ, દલીલોને ધ્યાને લઇ એડવોકેટ પંડિતને આઠ ઓગસ્ટ, 2020માં સસ્પેન્ડનો હુકમ કર્યો છે. અનેક વખત વિવાદોમાં આવેલા એડવોકેટ સંજય પંડિત સામે બાર કાઉન્સિલમાં ચારથી વધુ ગેરવર્તણૂકની ફરિયાદ ચાલી રહી હોવાનું કાઉન્સિલના મેમ્બર દિલીપ પટેલે જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...