તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:વીજકચેરીમાં સેનિટાઈઝર અને ગ્લોઝ અપાતા જ નથી, GUVNLના એમ.ડી. અને જિલ્લા કલેક્ટરને ફરિયાદ

રાજકોટ10 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળની GUVNLના એમ.ડી. અને જિલ્લા કલેક્ટરને ફરિયાદ

ગુજરાત વિદ્યુત ટેક્નિકલ કર્મચારી મંડળે રાજકોટ જિલ્લા કલેક્ટર અને જીયુવીએનએલના એમડીને લેખિત ફરિયાદ કરી જણાવ્યું છે કે, પીજીવીસીએલની ગોંડલ કચેરીના કાર્યપાલક ઈજનેર ટેક્નિકલ તમામ કર્મચારીને ફરજિયાત ઓફિસે બોલાવી 33 ટકા સ્ટાફથી કામગીરી કરવાના સરકારના નિયમનું ઉલ્લંઘન કરે છે. ટેક્નિકલ કર્મચારીઓને માસ્ક અને સેનિટાઈઝર આપતા નથી. ગોંડલ  રૂરલ-1 અને 2, કોટડાસાંગાણી, વાસાવડ પેટા વિભાગીય કચેરીમાં તમામ ટેક્નિકલ કર્મચારીને ઈમરજન્સીના નામે ફરજિયાત બોલાવી કોરોના મહામારીની સ્થિતિમાં વીજકર્મીનું આરોગ્ય જોખમમાં મૂકે છે.

અનેક વખત રજૂઆતો કરવા છતાં રોટેશન અનુસાર કામગીરી કરાતી નથી. સુરક્ષાને બદલે વીજકર્મીને ગોંડલના અધિકારીઓ જોખમમાં મૂકી રહ્યા છે. 23 માર્ચે જ મેનેજમેન્ટ દ્વારા રોટેશન મુજબ જરૂરિયાત પ્રમાણે બોલાવવા વારંવાર સૂચનાઓ આપવા છતાં ગોંડલના ઈજનેરો નિયમને અવગણીને ટેક્નિકલ કર્મીઓને ફરજિયાત બોલાવી રહ્યા છે આ બેદરકારીની નિષ્પક્ષ તપાસ કરવા માગણી કરી છે.

 

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો