• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Sanitary Inspector Of Ward No. 3 Suspended For Negligence In Operation In Rajkot, Went To Ward No. 4 And Listened To People's Problem

મ્યુનિ.કમિશનર એક્શનમાં:રાજકોટમાં કામગીરીમાં બેદરકારી દાખવતા વોર્ડ નં.3ના સેનેટરી ઇન્સ્પેકટરને સસ્પેન્ડ કર્યો, વોર્ડ નં-4માં જઈને લોકોની સમસ્યા સાંભળી

રાજકોટએક મહિનો પહેલા
મ્યુનિ.કમિશનર અમિત અરોરાની ફાઈલ તસવીર
  • મ્યુનિ.કમિશ્નર અમિત અરોરાએ લોકોની વચ્ચે જઇને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળવા માટે દરરોજ એક વોર્ડની યાત્રા કરવાનો પ્રારંભ કર્યો

રાજકોટ મહાનગરપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાના વોર્ડ નં.03ના સેનેટરી ઇન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા રમેશભાઈ જે. પરમારની ફરજમાં અનિયમિતતા, વોર્ડ વિસ્તારમાંથી રજુ થતી ફરિયાદોના નિકાલમાં કરવામાં લાપરવાહી બાબતે મ્યુનિ. કમિશનર અમિત અરોરા દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ વોર્ડ નં-4માં જઈને લોકોની સમસ્યા સાંભળી હતી

વિવિધ કામગીરીની સમીક્ષા કરી
જાણવા મળતી વિગત અનુસાર રાજકોટ મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ હવે લોકોની વચ્ચે જઇને લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળવા માટે દરરોજ એક વોર્ડની યાત્રા કરવાનો પ્રારંભ કર્યો છે. ગઈકાલે વોર્ડ નંબર-2 બાદ આજે મ્યુનિસિપલ કમિશ્નર વોર્ડ નં.4માં પહોંચ્યા હતા. અને વોર્ડ નં. 4માં કોવીડ વેકસીનેશન, વોંકળા સફાઈ, ડ્રેનેજ, જાહેર સ્વચ્છતા તેમજ ટેકસ વસુલાત જેવી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ આ વોર્ડનાં વિવિધ વિસ્તારોનાં લોકોને મળી તેમની શું-શું સમસ્યા છે તે અંગેની માહિતી પણ મેળવી હતી.

આજે મ્યુનિસિપલ કમિશ્નર વોર્ડ નં.4માં પહોંચ્યા હતા
આજે મ્યુનિસિપલ કમિશ્નર વોર્ડ નં.4માં પહોંચ્યા હતા

વેરાની વસુલાત માટે પ્લાનિંગ કરવા ચર્ચા કરી
આ અંગે મ્યુ. કમિશ્નર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, આ અભિયાન દ્વારા વધુમાં વધુ લોકોને મળી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જેથી લોકોને પડતી મુશ્કેલીઓનું નિવારણ લાવવામાં મદદ મળી શકે. અને લોકોને વધુમાં વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય. આ મુલાકાત દરમિયાન તેમણે કોવીડ વેકસીનેશન, ટેકસ અને સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં આગામી 2 મહિનામાં વોર્ડમાં બાકી મિલકત વેરાની વસુલાત માટે પ્લાનિંગ કરવા અંગેની ચર્ચા કરી હતી.