9 મુમુક્ષુના દીક્ષા મહોત્સવનો પ્રારંભ:સંયમ તે સમાધિનું જીવન હોય છે, સંસાર માત્ર ઉપાધિનું સ્થાન હોય: નમ્રમુનિ

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજના પરમ શરણમાં નવ નવ મુમુક્ષુ આત્માના ભાગવતી જૈન દીક્ષા મહોત્સવનો મંગલમય પ્રારંભ લૂક એન લર્નના બાળકો દ્વારા ‘સચ કા સર્ચ’ કાર્યક્રમની અર્પણતા સાથે કરવામાં આવ્યો હતો. આ અવસરે પ્રત્યક્ષ તેમજ લાઈવના માધ્યમે લૂક એન લર્નના બાળકો, દીદીઓ અને દેશ-વિદેશના હજારો ભાવિકો સંયમની અનુમોદના કરી ધન્ય બન્યાં હતાં.

આ અવસરે આત્માને પરમ તૃપ્તિનો અહેસાસ કરાવતી વાણી ફરમાવતા ગુરુદેવે સમજાવ્યું હતું કે, મૃત્યુના કારણે સંસારમાંથી પ્રયાણ કરતાં પહેલાં જ જે સંસારમાંથી સંયમ તરફ પ્રયાણ કરી જાય છે એનો મનુષ્યભવ સાર્થક બની જતો હોય છે અને આ મનુષ્યભવને સાર્થક કરવા પરમાત્માના સ્થાન સુધી પહોંચવા ગુરુરૂપી પગથિયાંની જરૂર પડતી હોય છે. સંયમ તે સમાધિનું જીવન હોય છે અને સંસાર તે માત્ર ને માત્ર ઉપાધિનું સ્થાન હોય. સંયમમાં કદાચ દેખાતો દુઃખ હોય પરંતુ વાસ્તવિકમાં સુખ હોય અને સંસારમાં કદાચ દેખાતું સુખ હોય પરંતુ વાસ્તવિકમાં દુઃખ જ હોય આ પરમાત્મા દ્વારા આપેલું ક્લિયર સર્ટિફિકેટ છે.

તારીખ 15 ફેબ્રુઆરીએ સવારના 8:30 કલાકે “સંયમ સ્પર્શનમ્’ અનોખો કાર્યક્રમ સાથે ગૂંજી રહશે. “કર્મના ડાઇરેક્શનમાં પ્લે થઈ રહી આ જીવનની મૂવીમાં આપણે બધાં એક્ટર બનીને એક્ટિંગ કરી રહ્યાં છીએ એવા સંસારના પિંજરામાંથી સદાને માટે મુક્ત બની હું સંયમના મુક્ત ગગનમાં વિહરવા જઈ રહી છું’ આવા વીરતાપૂર્વકના ભાવોની અભિવ્યક્તિ કરીને મુમુક્ષુ દેવાંશીબેને કરેલી સંસાર અલવિદાની ક્ષણો, એમના શુભ-હસ્તે કરવામાં આવેલું વર્ષીદાન ઝીલતાં ભાવિકો, અને અત્યંત અહોભાવથી ઉજવાયેલો એમનો વિદાય સમારોહમાં હજારો નતમસ્તક બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...