તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકોટ RT-PCR કૌભાંડ:80 ટકા આરોગ્ય કેન્દ્રમાંથી સેમ્પલ રાજકોટ મોકલાયા જ નહીં; મોટાપાયે ષડયંત્ર ચાલતું હોવાની શંકા

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
કૌભાંડનું સેમ્પલઃ આ ટયૂબમાં સેમ્પલ નાખીને મોકલવાનું હતું પણ તે ખોલીને જ મૂકી દેવાતી હતી( ફાઈલ તસવીર ) - Divya Bhaskar
કૌભાંડનું સેમ્પલઃ આ ટયૂબમાં સેમ્પલ નાખીને મોકલવાનું હતું પણ તે ખોલીને જ મૂકી દેવાતી હતી( ફાઈલ તસવીર )
 • જસદણ, વીંછિયા સહિત 5 સેન્ટરમાંથી માત્ર 15થી 20 આરટીપીસીઆરના જ સેમ્પલ આવ્યા
 • ખોડાપીપર મામલે કલેક્ટર અને ડીડીઓને કડક પગલાં લેવા સીએમનો આદેશ : ઈન્ચાર્જ જિલ્લા આરોગ્ય અધિકારી ભંડેરીના નાક નીચે ચાલતુ’તું કૌભાંડ

રાજકોટ જિલ્લાના ખોડાપીપર આરોગ્ય કેન્દ્રમાં સેમ્પલ લીધા વિના જ આરટીપીસીઆરના રિપોર્ટ કરાતા હોવાનું ષડયંત્ર દિવ્ય ભાસ્કરે બહાર લાવ્યા બાદ આરોગ્ય વિભાગમાં રિતસરનો હડકંપ મચી ગયો છે. બીજી બાજુ રવિવારે જિલ્લાના મોટાભાગના આરોગ્ય કેન્દ્ર પરથી રિપોર્ટ માટે એકપણ સેમ્પલ મોકલાવાયા ન હતા. જસદણ, વીછિંયા સહિત પાંચેક સેન્ટરમાંથી 15-20 સેમ્પલ જ આરટીપીસીઆર રિપોર્ટ માટે આવ્યા હોવાનું જાણવા મળે છે.

આ ઘટનામાં અન્ય કોઈને સંડોવણી છે કે કેમ? તે સંદર્ભે ઈન્ચાર્જ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારીએ મિતેશ ભંડેરીએ મૌન સેવી લીધું હતું અને તેઓ બચાવની ભૂમિકામાં આવી ગયા હતા. ઈન્ચાર્જ આરોગ્ય અધિકારીની શંકાસ્પદ ભૂિમકા અંગે પણ તપાસ થાય તો અનેકવિધ વિગતો બહાર આવી શકે તેમ છે.

રાજકોટના પડધરી તાલુકાના ખોડાપીપર ગામે લોકોના સેમ્પલ લેવાને બદલે વીટીએમ ટ્યૂબ ખોલીને જ સીધી લેબમાં મોકલાતી હોવાના કૌભાંડનો દિવ્ય ભાસ્કરે પર્દાફાશ કર્યો છે. અહેવાલના પગલે સવારે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કડક પગલાં ભરવાનો આદેશ કર્યો હતો. હાલ લેબોરેટરીમાં ઘણા સેમ્પલ આવી રહ્યા છે અને વધુમાં વધુ સેમ્પલ લઇને પોઝિટિવ દર્દી શોધીને સંક્રમણ વહેલું અટકાવવા સરકાર કટિબદ્ધ છે ત્યારે આ રીતે ખોટા સેમ્પલ મોકલીને સરકારને નાણાકીય નુકસાન તો થયું જ છે પણ જે લોકો ખરેખર બીમાર છે તેમને રિપોર્ટ માટે વધુ સમય રાહ જોવી પડી છે તેમજ નિયમ મુજબ સર્વેલન્સ ન થતા કામગીરીનું ભારણ વધ્યું છે.

સાચા કોરોના વોરિયરની આ મહેનત બગાડનારાઓ પર પાણી ફેરવતા આવા કામચોરો સામે કડક કાર્યવાહી કરવી થવી જ જોઈએ. જિલ્લા કલેક્ટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાને સવારે જ ફોન કર્યો હતો જેમાં સૂચના આપી હતી કે, આ મામલે પૂરતી અને ઊંડી તપાસ કરવાની છે. જરૂર પડ્યે દરેક પ્રકારના કડક પગલાં લઈ શકાશે અને આ મામલામાં કોઇપણ કચાશ રાખવી નહિ ખૂબ જ ગંભીરતાથી તપાસ કરવાની છે.

બંને અધિકારીઓએ પણ કડક કાર્યવાહી કરવાની ખાતરીઆપી હતી. કલેક્ટર અને ડીડીઓને સવારમાં જ ફોન આવી જતા તેઓએ સમગ્ર આરોગ્ય વિભાગના અધિકારીઓને હાજર કર્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો હતો.

સરકારી તંત્રની તપાસમાં આટલું સ્પષ્ટ થયું
સ્ટિંગ ઓપરેશન બાદ પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે સમગ્ર તપાસ કરી હતી અને પછી રિપોર્ટ કર્યો હતો. આ મામલે જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસિયાના જણાવ્યા અનુસાર ડો. સાગર, ડો. પ્રફુલ અને દિપ્તીબેન ત્રણેયના નિવેદન લેવામાં આવ્યા હતા. જેમાં દિપ્તીબેને કહ્યું હતું કે, તેઓએ ડો. સાગરના કહેવાથી તમામ સેમ્પલ તૈયાર કર્યા હતા અને લિસ્ટ પણ બનાવ્યું હતું.

ડો. સાગરે પોતે નહિ પણ દિપ્તીબેને આ તરકીબ કરી હોવાનું કહ્યું જ્યારે ડો. પ્રફુલે તો આ બંનેના નામ આપીને કહ્યું કે, તેઓ જ તેમને ગ્રામજનોના નામ આપતા હતા. પ્રફુલે પોતે તાલુકા આરોગ્ય અધિકારીના આદેશ મુજબ કામ કરવાનું કહ્યું છે પણ આ પ્રકરણમાં પોતાની રીતે જ નામ લખ્યાનો બચાવ કર્યો છે. આ ત્રણેયના નિવેદન પરથી સ્પષ્ટ થયું હતું કે, ત્રણેય એકબીજા પર ખો આપી રહ્યા છે પણ ત્રણેય સામેલ જ છે તેથી તમામની સંડોવણી છે અને કાર્યવાહી કરવી જ પડશે.

ભાસ્કરના સ્ટિંગ બાદ તંત્રએ આ કાર્યવાહી કરી
તપાસ બાદ જિલ્લા વિકાસ અધિકારીએ આરોગ્ય અધિકારી તેમજ નાયબ આરોગ્ય અધિકારી સાથે બેઠક કરી હતી અને તેમાં નિર્ણય લેવાયો હતો કે, સમગ્ર ઘટનામાં હાલ સૂત્રધાર તરીકે ડો. સાગર ડોબરિયાની ભૂમિકા છે. આખા આરોગ્ય કેન્દ્રના ઈન્ચાર્જ તેઓ જ હતા અને તેમની સૂચના મુજબ જ થતું હતું. તેઓ હાલ મહિને 60,000 રૂપિયાના પગાર ધોરણમાં કોન્ટ્રાક્ટ પર ફરજ નિભાવતા હતા તેથી તેમનો કરાર તાત્કાલિક અસરથી રદ કરી ફરજમુક્ત કર્યા છે.

પ્રફુલ ઠુંમરે પણ સર્વેલન્સ કરવાને બદલે સીધા નામ નાખી દીધા હતા અને તેઓ પણ કરાર પર હોવાથી કરાર સમાપ્ત કરી ટર્મિનેટ કર્યા છે. લેબ ટેક્નિશિયન દિપ્તીબેને નિવેદનમાં જ કબૂલ્યું હતું કે, તેમણે પોતે ગેરહાજર રહેવાના હોવાથી અગાઉથી ઓપીડી રજિસ્ટરમાં નોંધ કરી સેમ્પલ તૈયાર કરી દીધા હતા. દિપ્તીબેન સરકારી અને કાયમી કર્મચારી હતા તેમજ પાંચ વર્ષ પૂર્ણ થવાના હતા પણ ગંભીર બેદરકારી હોવાથી તેમને પણ ટર્મિનેટ એટલે કે ફરજમુક્ત કરાયા છે. તંત્રએ સમગ્ર મામલે સસ્પેન્શન જેવી કહેવા પૂરતી સજાને બદલે નોકરી પરથી જ કાઢી મૂકવાનો કડક નિર્ણય કર્યો છે.

કેટલાક આરોગ્ય કેન્દ્રમાં સમુનમું થવા લાગ્યું
દિવ્ય ભાસ્કરે ખોડાપીપરના આરોગ્ય કેન્દ્રમાં ચાલતા ગોટાળા સંદર્ભે પર્દાફાશ કર્યા બાદ રાજકોટ જિલ્લાના અન્ય કેટલાક આરોગ્ય કેન્દ્રમાં અધિકારીઓ અને કર્મચારીઓ ભૂતકાળમાં થયેલા અથવા તો હાથે કરીને કરેલા કૌભાંડો બહાર ન આવે તેથી બધું સમુનમું કરવામાં લાગી ગયા હોવાનું પણ જાણવા મળે છે. જો કે, માત્ર ખોડાપીપરમાં જ નહીં પરંતુ જિલ્લામાં વધુ ચારથી પાંચ આરોગ્ય કેન્દ્રમાં ખોડાપીપર જેવું થતું હોવાનું છાનેખૂણે ચર્ચાઈ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો