• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Sample Of Milk Sold In Keshar Vijay, Swaminarayan, Nilkanth And Vrindavan Dairies In Rajkot Failed, Water Adulteration Opened

આ દૂધ તમને બીમાર કરશે:રાજકોટમાં કેશર વિજય, સ્વામિનારાયણ, નીલકંઠ અને વૃંદાવન ડેરીમાં વેંચતા દૂધના સેમ્પલ ફેઈલ,પાણીની મિલાવટ ખુલી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 33 ધંધાર્થીને ત્યાં ચેકિંગ, દૂધ, કેરીનો રસ, કેન્ડીના નમુના લેતું ફૂડ વિભાગ
  • આજે પણ માવા કેન્ડી, કેરીનો રસ, દૂધના ચાર સેમ્પલ લેવાયા

રાજકોટમાં મહાનગરમાં ખાણીપીણીની વસ્તુઓમાં ભેળસેળ ન પકડાય તો જ નવાઇ એવી હાલત થતી જાય છે. ફાસ્ટ ફૂડથી માંડી ફરસાણ, આઇસ્ક્રીમ, ગોલા, મસાલા, શીખંડ, મીઠાઇ, કેરીના રસ, દૂધ જેવી વસ્તુઓમાં અવારનવાર મિલાવટ પકડાતી રહે છે ત્યારે થોડા દિવસો પહેલા જુદા જુદા વિસ્તારની પાંચ ડેરીમાંથી લેવાયેલા મિકસ દૂધના નમુના નાપાસ જાહેર થયા છે. આ લુઝ દૂધમાં નિયત ફેટ ઓછા હોવા ઉપરાંત પાણીની મિલાવટ હોવાનું બહાર આવતા કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મિલાવટવાળુ દૂધ વેચાતુ ઝડપાયું
મનપાની આરોગ્ય અને ફૂડ શાખાએ થોડા સમય પહેલા હસનવાડી મેઇન રોડ પર આવેલ નાગજીભાઇ ખોડાભાઇ સિંધવનીકેશર વિજય ડેરી ફાર્મ, સહકાર સોસાયટી મેઇન રોડ પર આવેલ રિતેશભાઇ જયંતભાઇ વોરાની સ્વામિનારાયણ ડેરી ફાર્મ, ગાયત્રીનગર મેઇન રોડ પર આવેલ રાજેન્દ્ર કિરીટભાઇ સિંધવની નિલકંઠ ડેરી, કોઠારીયા રોડના હરી ઘવા રોડ પર પટેલ ચોકમાં આવેલ નીતેશ કુરજીભાઇ રાણપરીયાની બારસાના ડેરી અને ઉમેશ લાલજીભાઇ ભુવાની વૃંદાવન ડેરી ફાર્મમાંથી મિકસ લુઝના નમુના લેવાયા હતા. આ તમામ નમુનાનું પહેલા સેફટી વ્હીકલમાં પરીક્ષણ કરાયું હતું. જેમાં શંકા જતા લેબોરેટરીમાં મોકલાયા હતા. જે તમામના રીપોર્ટ આવતા દુધમાં ખનીજ તત્વો ઓછા કરી નાખતી પાણીની ભેળસેળ સાબિત થઇ છે. આ તમામ સેમ્પલમાં કુદરતી ફેટનું પ્રમાણ ઓછું દેખાયું હતું. એસએનએફ એટલે કે મીનરલ્સ પણ ઓછા હતા. આવું મિલાવટવાળુ દૂધ વેચાતુ હોય, હવે કાયદેસર કાર્યવાહી કરાશે તેમ ડેઝી. ઓફિસર અમિત પંચાલે જણાવ્યું હતું.

દૂધ, કેરીનો રસ, કેન્ડીના નમુના લેતું ફૂડ વિભાગ
વન વીક વન રોડ અંતર્ગત ફૂડ શાખા દ્વારા આજે શહેરના પુજારા પ્લોટ મેઈન રોડ વિસ્તારમાં આવેલ ખાણી-પીણીના 14 ધંધાર્થીઓને ત્યાં ચકાસણી કરીને પાંચ વેપારીને લાયસન્સ બાબતે નોટીસ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ દ્વારા પુજારા પ્લોટ મેઇન રોડ પર લક્ષ્મીવાડીના ખુણે રાજસ્થાન માટલા ગુલ્ફીમાંથી માલા-મલાઇ કેન્ડી, 1પ0 ફુટ રોડ પર ઓમનગર સર્કલ પાસેના ભગવતી રસમાંથી કેરીનો રસ, આરટીઓ પાસેની શિવમ સોસાયટીની જય બાલાજી ડેરીમાંથી ભેંસનું દૂધ, રામ સોસાયટીના શિવ શકિત દુગ્ધાલયમાંથી મિકસ દૂધનો નમુનો લઇને લેબોરેટરીમાં મોકલવામાં આવેલ છે. ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ વાન સાથે લાખનો બંગલોવાળો રોડ વિસ્તારમાં આઇસક્રીમ, ઠંડાપીણાં, દૂધ, મીઠાઇના 19 વેપારીને ત્યાં તપાસ કરી ખાદ્ય તેલ સહિતના 16 નમૂનાની સ્થળ પર ચકાસણી કરી 16 પેઢીને નોટીસ આપવામાં આવી છે.