• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Sample Negative Of 121 Who Came In Contact With Omicron Positive Patient In Rajkot, Omicron Ward Equipped With 84 Beds In Two Wards In Civil, Three Suspects: Collector

ફફડાટ:રાજકોટમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 121ના સેમ્પલ નેગેટિવ, સિવિલમાં બે વોર્ડમાં 84 બેડ સાથે ઓમિક્રોન વોર્ડ સજ્જ, ત્રણ શંકાસ્પદ: કલેકટર

રાજકોટએક મહિનો પહેલા
ઓમિક્રોનની એન્ટ્રીથી કલેક્ટર, આરોગ્ય વિભાગ અને મનપાનો મિટીંગનો દોર શરૂ
  • ઓમિક્રોન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 121ના સેમ્પલ નેગેટિવ, સિવિલમાં બે વોર્ડમાં 84 બેડ સાથે ઓમિક્રોન વોર્ડ સજ્જ : કલેકટર

રાજકોટમાં વધતા જતા કોરોના કેસ અને ઓમિક્રોન દહેશત વચ્ચે જિલ્લા વહીવટી તંત્ર સતર્ક બન્યું છે. ગઈકાલે ઓમિક્રોનનો એક પોઝિટિવ કેસ બાદ વધુ ત્રણ શંકાસ્પદ કેસ આવતા તંત્ર સતર્ક બન્યું છે. જ્યાં જિલ્લા કલેકટર દ્વારા તાકીદે જિલ્લા પોલોસ વડા, જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા આરોગ્ય વિભાગ અને મનપા આરોગ્ય વિભાગ સહિતના અધિકારીઓની બેઠક બોલાવી હતી. જ્યાં મીડિયાને સંબોધતા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, રાજકોટમાં ઓમિક્રોન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 121ના સેમ્પલ નેગેટિવ આવ્યા છે. હાલ સિવિલમાં બે વોર્ડમાં 84 બેડ સાથે ઓમિક્રોન વોર્ડ સજ્જ છે. અને ત્રણ શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પણ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે.

સેમ્પલ મેળવી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા
રાજકોટમાં ગઈકાલે ઓમિક્રોનનો પ્રથમ પોઝિટિવ કેસ નોંધાયા બાદ ઓમિક્રોનના વધુ ત્રણ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જેમાં ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયાથી આવેલા મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ હોવાથી સેમ્પલ મેળવી ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યા છે. હાલ એક પોઝિટિવ અને ત્રણ શંકાસ્પદ દર્દીઓ સહીત કુલ ચાર દર્દીઓ સિવીલ હોસ્પિટલના ઓમિક્રોન વોર્ડમાં સારવાર હેઠળ છે. સાથે જ સ્કૂલોને ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

કલેકટર અરૂણ મહેશ બાબુ
કલેકટર અરૂણ મહેશ બાબુ

કુલ 84 જેટલા બેડ તૈયાર રાખવામાં આવ્યા
ગઈકાલે પ્રથમ ઓમિક્રોન પોઝિટિવ કેસ બાદ વધુ ત્રણ શંકાસ્પદ કેસ આવતા તંત્ર સતર્ક બન્યું છે. હાલમાં પીડીયુ મેડિકલ કોલેજમાં ઓમિક્રોનના બે વોર્ડ તૈયાર છે જેમાં કુલ 84 જેટલા બેડ તૈયાર રાખવામાં આવ્યા છે. આ સાથે ગઇકાલે ઓમિક્રોન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા 121 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા હતા જે તમામના રિપોર્ટ નેગેટીવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

શાળામાં ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખવા અપીલ
શાળામાં કોરોનની એન્ટ્રી થતા શનિવારે જિલ્લા કલેકટર દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી આ બેઠકમાં શાળા સંચાલકો ઉપરાંત વહીવટી તંત્ર અને અધિકારીઓ હાજર રહ્યા હતા. આ સમયે જિલ્લા કલેકટર દ્વારા બને ત્યાં સુધી શાળામાં ઓનલાઇન અભ્યાસ ચાલુ રાખવા અપીલ કરવામાં આવી હતી જેને કેટલીક શાળાએ માન્ય રાખી હતી. આ સાથે જે શાળામાં વિદ્યાર્થીઓ પોઝિટિવ આવે તે શાળા પણ બંધ રાખવા સંચાલકો નિર્ણય કરી રહ્યા છે. આજે પણ સ્કૂલ બસ, સ્કૂલ વાન ઉપરાંત BRTS અને સીટી બસમાં વધુ લોકો એક સાથે મુસાફરી ન કરે તે માટે કાર્યવાહી કરવા તંત્રને ફરી સૂચના આપવામાં આવશે.