• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Sambeladhar 7 Inches In Dhoraji, 5 Inches In Rajkot And Gondal Became Underwater, Underbridge Swimming Pools, All Schools In The District Closed Due To Heavy Rains

આભ ફાટ્યું:રાજકોટમાં 12.5, લોધિકામાં 18, ગોંડલમાં 10 ઇંચ વરસાદ, સર્વત્ર પાણી જ પાણી, મોટાભાગના હાઇવે પર પૂરના પાણી ફરી વળ્યાં

રાજકોટએક મહિનો પહેલા
  • ભારે વરસાદ પગલે 25 પૈકી 6 ડેમ થયા ઓવરફ્લો, મોસમનો કુલ 45% જેટલો વરસાદ વરસ્યો
  • રાજકોટ જિલ્લામાં ભારે વરસાદને પગલે શાળાઓ બંધ રાખવા લેવાયો નિર્ણય
  • ગોંડલમાં ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજમાં કેડ સમાં પાણી ભરાયાં
  • સમગ્ર સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ, ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી કરી છે, ત્યારે રાજકોટ શહેર અને જિલ્લામાં ગઈકાલ રાતથી સતત વરસાદ વરસી રહ્યો છે. જેમાં સાંજના 4 વાગ્યા સુધીમાં સાડા બાર ઇંચ જેટલો વરસાદ રાજકોટમાં નોંધાયો છે. મેઘરાજાની ધમાકેદાર બેટિંગને પગલે જિલ્લાનાં 25 પૈકી 6 ડેમ યાઓવરફ્લો થયા છે, લોધિકામાં આભ ફાટ્યું હોય તેમ સવારના છથી બપોર પછીના 4 વાગ્યા સુધીમાં 18 ઇંચ વરસાદ નોંધાયો છે. ગોંડલમાં પણ 11 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ધોરાજીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો છે.

એમાંય ગોંડલમાં અન્ડરબ્રિજ સ્વિમિંગપૂલ બન્યા છે તો ઉમવાળા બ્રિજ અને આશાપુરા બ્રિજ કેડ સમાં પાણી ભરાયાં હતાં. સમગ્ર જિલ્લામાં શ્રીકાર વરસાદ થતાં જિલ્લા શિક્ષણ અધિકારી બી.એસ. કૈલા દ્વારા જિલ્લાની તમામ શાળા બંધ રાખવા અંગેનો નિર્ણય લેવામાં આવ્યો છે. નોંધનીય છે કે આજે હવામાન વિભાગ દ્વારા સારો વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. સારા વરસાદને કારણે ગરમી અને ઉકળાટથી પણ લોકોને રાહત મળી રહી છે.

વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા
વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા

વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા
ઉલ્લેખનીય છે કે ભારે વરસાદથી રાજકોટ શહેર અને ગ્રામ્ય વિસ્તારોને જોડતો રસ્તો બંધ થયો છે. જેમાં મવડી ગામની નદીમાં પુર આવતા રસ્તો બંધ થયો છે. આ ઉપરાંત કણકોટ ગામને જોડતો રસ્તો પણ ભારે વરસાદને પગલે બંધ થયો છે. રાજકોટમાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં છે તેમજ કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયેલું હોવાથી વિઝિબિલિટી ઘટતાં વાહનચાલકો પરેશાન થયા છે અને ફરજિયાત વાહનની લાઇટ ચાલુ રાખવાની ફરજ પડી છે.

ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં
ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં

ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું
ધોધમાર વરસાદે રાજકોટમાં પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખોલી નાંખી છે. શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા હતા. વરસાદ વરસતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. પ્રિમોન્સૂનની કામગીરી કાગળ પર રહી ગઇ હોય તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે. કોર્પોરેશને દાવો કર્યો હતો કે આ વર્ષે રસ્તાઓ પર પાણી ભરાશે નહીં પરંતુ ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું હતું. આથી વાહનચાલકોમાં મુશ્કેલી જોવા મળી હતી. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો.

રાજકોટ જિલ્લાનો વરસાદ

નામવરસાદ (MMમાં)
ઉપલેટા86
કોટડાસાંગાણી190
ગોંડલ172
જેતપુર53
જસદણ7
જામકંડોરણા100
ધોરાજી202
પડધરી157
રાજકોટ શહેર305
લોધિકા435
વીંછિયા0
પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી
પ્રિમોન્સૂનની કામગીરીની પોલ ખુલી

ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ
ગત રાતથી જ શહેરના 150 ફૂટ રિંગ રોડ, મોરબી રોડ, આજીડેમ, રેસકોર્સ, યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, ઢેબર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પર પાણી વહ્યા હતા. બાદમાં 11 વાગ્યા બાદ ફરી મેઘરાજા મુશળધાર વરસી રહ્યાં છે. શહેરના વિવિધ રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે.

ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું
ધોધમાર વરસાદમાં શહેર પાણી પાણી થઇ ગયું

આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા
રાજકોટ શહેરમાં ગત રાત્રિના 11 વાગ્યાથી ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે હાલ રાજકોટના આજી 2 ડેમના ચાર દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના નીચાણના વિસ્તારોમાં આવેલાં અડબાલકા, બાઘી, દહીંસરડા, ડુંગરકા, ગઢઠા, હરિપર, ખંઢેરી, નારણકા, ઉકરડા અને સખપર ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 7.76 મીટર છે અને ડેમમાં 4492 ક્યૂસેક પાણીની આવક થઈ છે.

ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા
ઠેર ઠેર રસ્તાઓ પર પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા
ડેમમાં 932 ક્યૂસેક પાણીની આવક થઈ
ડેમમાં 932 ક્યૂસેક પાણીની આવક થઈ

ગોંડલનો વેરી ડેમ 9 ઇંચથી ઓવરફ્લો થયો
ગોંડલમાં આજે વહેલી સવારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ગોંડલનો વેરી ડેમ 9 ઈંચથી ઓવરફ્લો થયો છે. ગોંડલ, કંટોલિયા અને વોરા કોટડા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી હતી. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 142.02 મીટર છે અને વેરી ડેમમાં 2093 ક્યૂસેક પાણીની આવક થઈ છે. ગોંડલના બસ સ્ટેશન, કોલેજ ચોક, માંડવી ચોક, કપૂરિયા ચોક સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.

નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં
નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં

ડેમમાં 932 ક્યૂસેક પાણીની આવક થઈ
જેમાં ગોંડલ તાલુકાના મોતીસર ડેમના પટમાં અવરજવર ન કરવા સૂચના અપાઈ છે. રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના પાટિયાડી ગામ પાસેનો મોતીસર ડેમ નિર્ધારિત સપાટીએ ભરાઈ ગયો છે અને ડેમના નીચાણના વિસ્તારમાં આવેલાં હડમતાળા, કોલીથળ અને પાટિયાળી ગામોના નાગરિકોને પણ નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના અપાઈ છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 143 મીટર છે અને ડેમમાં 932 ક્યૂસેક પાણીની આવક થઈ છે.

ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલાયો
હાલ અવિરત વરસાદને પગલે પડધરી તાલુકાના ખોડાપીપર ગામ પાસેનો ખોડાપીપર ડેમનો એક દરવાજો 2 ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમના નીચાણના વિસ્તારમાં આવેલા પડધરી તાલુકાના ખોડાપીપર અને થોરિયાળી તથા મોરબી જિલ્લાના ટૈકારા તાલુકાનાં ખાખરા ગામોના નાગરિકોને નદીના પટમાં અવરજવર નહીં કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 55.27 મીટર છે અને ડેમમાં 1023 ક્યૂસેક પાણીની આવક છે.

છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદને કારણે અનેક ડેમો ઓવરફ્લો

  • આજી ડેમ 2 ઓવરફ્લો, જેની સપાટી 30.10 ફૂટ
  • આજી ડેમ 3 ઓવરફ્લો, જેની સપાટી 26.70 ફૂટ
  • વેરી ડેમ ઓવરફ્લો,જેની સપાટી 9.40 ફૂટ
  • મોતીસર ડેમ ઓવરફ્લો,જેની સપાટી 14.80 ફૂટ
  • ખોડાપીપર ડેમ ઓવરફ્લો,જેની સપાટી 7.90 ફૂટ
  • છાપરવાડી-1 ડેમ ઓવરફ્લો,જેની સપાટી 14.50 ફૂટ