તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દિવાળીમાં ઓનડ્યૂટી:સલામ છે એ 90થી વધુ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફને જે દિવાળીની રાતે પણ કોવિડ-19માં ફરજ બજાવશે, અમુક ડોક્ટરે સામેથી ડ્યૂટી માગી

5 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • કૉપી લિંક
ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડોક્ટર હેતલ ક્યાડા (ફાઈલ તસવીર) - Divya Bhaskar
ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડોક્ટર હેતલ ક્યાડા (ફાઈલ તસવીર)
  • એક તરફ લોકો ફટાકડા ફોડી દિવાળી પરિવાર સાથે ઉજવશે, બીજી તરફ ડોક્ટરો ફરજ નથી ભૂલ્યા
  • કોરોના કાળમાં ડ્યુટી પહેલા પરિવાર પછી, દિવાળીની રાતે ડોક્ટરો કોરોનાના દર્દીની સારવાર કરશે

આજે દિવાળી છે. ત્યારે એક તરફ લોકો ફટાકડા ફોડી હર્ષ ઉલ્લાસ સાથે દિવાળીની ઉજવણી કરશે અને બીજી તરફ 90થી વધુ નર્સ-ડોક્ટરનો સ્ટાફ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા દર્દીઓની સેવા કરશે. ત્યારે સલામ છે આ કોરોના વોરિયર્સને. કારણ કે દિવાળીની રાત્રે અમુક ડોક્ટર્સએ સામેથી ડ્યૂટી માંગી છે અને જણાવ્યું હતું કે કોરોના કાળમાં ડ્યૂટી પહેલા પરિવાર પછી.

ડોક્ટર્સ તહેવારોમાં ઘરે જવાના બદલે કોરોનાના દર્દીઓની સેવા કરશે
સતત 9-9 મહિનાથી ઘર-પરિવારથી દૂર રહીને કોરોના વોરિયર્સ ફરજ નિભાવી રહ્યાં છે. ત્યારે દિવાળી જેવા તહેવારોમાં પણ ઘરે જવાના બદલે આ ડોક્ટરોએ કોરોનાના દર્દીઓની સેવા કરવાનું નક્કી કર્યું છે. ત્યારે આજે રાત્રે સિવિલ હોસ્પિટલમાં 90થી વધુ કોરોના વોરિયર્સ સેવા આપશે. સિવિલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડોક્ટર હેતલ ક્યાડા પણ ડ્યૂટી નિભાવશે. ત્યારે કોરોના વોરિયર્સને સત સત નમન.

આપણને સોંપવામાં આવેલી જવાબદારી પહેલા કામ પછી- ડો. ક્યાડા
સિવિલના ફોરેન્સિક મેડિસિન વિભાગના વડા ડોક્ટર હેતલ ક્યાડાએ Divyabhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે દિવાળીની રાત્રે 90થી વધુનો સ્ટાફ ફરજ બજાવશે. હું પોતે પણ અહીંયા જ છું. પહેલા કામ, પરિવાર પછી. એવુ નથી કે સરકારી જગ્યા છે એટલે પણ કોઈ પણ જગ્યાએ કામ પહેલા.આપણને જે સોંપવામાં આવેલી જવાબદારી હોય તે પહેલા ઘરના કામ પછી.

દિવાળીની રાતે આ ડોક્ટર ફરજ બજાવશે

  • ડો. કમલેશ વિઠ્ઠલાણી
  • ડો. કૌશલ ભોજાણી
  • ડો. જીજ્ઞેશ રામાણી
  • ડો. ચિરાગ માકડીયા
  • ડો. મોહન પ્રકાશ ત્યાગી
  • ડો. ચંદ્રજીત
  • ડો. મોહિત
  • ડો. એકતા
  • ડો. દેવાંગ
  • ડો. જતિન
  • ડો. શિવાનંદ
  • ડો. દિક્ષિતા

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

વધુ વાંચો