તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોનાકાળ દરમ્યાન દરેક ધંધા રોજગારને સીધી કે આડકતરી રીતે અસર પહોંચી છે. જેમાં મધ્યમવર્ગની અનેક ક્ષેત્રોમાં ખરીદશક્તિ ઘટી હોવાનું સામે આવી રહ્યું છે. વાહનોના ભાવ વધી જતા અને ઉપરથી અનેકવિધ વેરાઓના બોજ તેમજ મોંઘા પેટ્રોલ ડીઝલના ભાવ વચ્ચે મધ્યમવર્ગ દ્વારા વપરાતા ટુ વ્હીલરના વેચાણમાં કોરોનાકાળ દરમ્યાન 40 ટકાનો મોટો ઘટાડો નોંધાયો છે. જ્યારે ફોર વ્હીલરના વેચાણમાં માત્ર 10 ટકાનો ઘટાડો નોંધાયો છે.
40 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો
રાજકોટ શહેરમાં તારીખ 1-4-2019 થી તારીખ 31-3-2020 સુધીમાં એટલે કે કોરોના પહેલાના વર્ષમાં 39,053 ટુ-વ્હીલર વેચાયા હતા જેના પર રૂપિયા 2.60 કરોડનો વાહનકર ભરાયો હતો. જ્યારે કે કોરોના કાળ દરમ્યાન તારીખ 1-4-2020 થી તારીખ 31-3-2021 માત્ર 23,213 વાહનોનું વહેંચાણ થયું છે. એટલે કે બન્ને વર્ષનો તફાવત જોઇએ તો 40 ટકાનો તોતિંગ ઘટાડો નોંધાયો છે.
ડીઝલનો ભાવ પેટ્રોલ સમકક્ષ
જ્યારે ફોર વ્હીલરનું વેચાણ કોરોનાપૂર્વેના વર્ષમાં ડીઝલ કાર 1624 વેચાઈ હતી જે ડીઝલનો ભાવ પેટ્રોલ સમકક્ષ થઈ જતા ગત વર્ષે 848 ડીઝલ કાર, જ્યારે સી.એન.જી.કાર 242 સામે ગત વર્ષે વધીને 507 વેચાઈ હતી. પેટ્રોલ કારનું વેચાણ વર્ષ 2019-20 માં 5041 સામે કોરોના કાળ દરમિયાન 4835 નુ વેચાણ થયું છે. આમ, એકંદરે કોરોના પૂર્વે એક વર્ષમાં 6907 મોટરકાર સામે કોરોના વર્ષમાં 6190 કાર એટલે કે માત્ર 10 ટકા જેટલો જ ઘટાડો થયો છે.
રિક્ષાચાલકો માટે હપ્તા ભરવા પણ મુશ્કેલ
કોરોના અને તેમાંય રાત્રિ કર્ફ્યુથી રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતા શ્રમજીવીઓની હાલત કફોડી થઈ ગઈ છે અને તેની અસર C.N.G રિક્ષાના વેચાણ પર સ્પષ્ટપણે જોવા મળી છે. કોરોના અને રાત્રી કર્ફ્યુ પહેલા શહેરમાંં 1804 C.N.G. રિક્ષા નવી ખરીદવામાં આવી હતી. તે કોરોના વર્ષમાં માત્ર 405 ખરીદાઈ છે. ઉલ્લેખનિય છે કે નવી રીક્ષા ખરીદ કરે તો રિક્ષાચાલકોને હપ્તા ભરવામાં પણ તકલીફ ઉત્પન્ન થઇ રહી છે.
પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.