તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વેપારીઓને અષાઢી બીજ ફળી:1500 ટુ અને 500 ફોર વ્હિલરનું વેચાણ, સોનાની ખરીદી પણ વધી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ટુ વ્હિલરમાં રોકડે અને લોનથી ખરીદીનું પ્રમાણ 50-50 ટકા

અષાઢી બીજે એક દિવસમાં રાજકોટમાં ટુ વ્હિલર 1500 અને ફોર વ્હિલર 500થી વધુ વેચાયા હતા. જેમાં ટુ વ્હિલરમાં રોકડે અને લોનથી ખરીદીનું પ્રમાણ 50-50 ટકા રહ્યું હતું અને ફોર વ્હિલર રોકડેથી ખરીદવાનું પ્રમાણ 30 ટકા અને લોનથી ખરીદીનું પ્રમાણ 70 ટકા રહ્યું હતું. ફોર વ્હિલરમાં બે મહિનાનું વેઈટિંગ છે.

ઓટો ડીલર સંજયભાઇ ડાંગરે જણાવ્યું હતું કે, કોરોનાના કેસ ઘટી રહ્યા છે અને લોકો પાસે રોકડ આવતા માર્કેટમાં ખરીદી નીકળી છે. અષાઢી બીજના દિવસે ખરીદી કરવાનું શુભ માનવામાં આવતું હોય અને મુહૂર્ત સારું હોય તેથી ખરીદી વધુ રહી હતી. એક માસ પહેલા ટુ વ્હિલર માર્કેટમાં 30 ટકા વાહનની રોકડેથી ખરીદી થતી હતી અને 70 ટકા વાહન લોનથી ખરીદવામાં આવતા હતા, પરંતુ હવે રોકડ હાથમાંં આવતા હવે ધીમે- ધીમે લોનથી ખરીદીનું પ્રમાણ ઘટી રહ્યું છે. અત્યારે લોન અને કેશથી ટુ વ્હિલર ખરીદવાનું પ્રમાણ 50-50 ટકા જોવા મળે છે.

હાલ શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારની ખરીદી બન્ને જોવા મળી રહી છે. જ્યારે ઓટો ડીલર શ્યામભાઇ રાયચુરાના જણાવ્યાનુસાર લોકડાઉન પૂર્ણ થયા બાદ હવે ધંધા- રોજગાર સામાન્ય બની રહ્યા છે. જેથી લોકોમાં ડિમાન્ડ પણ નીકળી છે. અત્યારે ખરીદી માટેનું બજેટ રૂ.7 લાખથી લઇને રૂ.15 લાખ સુધીનું છે. પરંતુ ઉપરથી ડિલિવરી આવતી ન હોય તેને કારણે 2 મહિના સુધીનું વેઈટિંગ છે.

અન્ય સમાચારો પણ છે...