તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરગથ્થું ગતકડાં:રાજકોટમાં રોજ 100 કિલો કપૂરનું વેચાણ

રાજકોટ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • તબીબની સલાહ વિના લોકો આડેધડ કરે છે ઉપયોગ

કોરોના પહેલા ચાઈનીઝ કપૂરનો ઉપયોગ થતો હતો, પરંતુ કોરોના બાદ તેની ડિમાન્ડ અને આવક બંને ઘટ્યા છે. હાલ ચાઈનીઝ કપૂરનો ઉપયોગ અને આવક માત્ર 5 ટકા જ થઈ રહી છે. અત્યારે સ્વદેશી કપૂરનો જ લોકો વપરાશ કરી રહ્યા છે. હોલસેલ માર્કેટમાં રોજ 100 કિલોથી વધુ કપૂર ખપી જાય છે. કોરોના પહેલા માત્ર પૂજાપાઠમાં જ વપરાતું કપૂર કોરોનાકાળમાં ઘરે ઘરે વપરાવા લાગ્યું છે. પરંતુ અનેક લોકો તબીબની સલાહ વિના આડેધડ ઘરગથ્થું ઉપાયો કરી રહ્યા છે, હાલ એક કિલો કપૂરનો ભાવ રૂ. 2000 સુધીનો થયો હોવાનું વેપારી જાબિરભાઈ ચૌહાણે જણાવ્યું હતું.

કપૂરના વેપારી ભારમલ અબીઝેર જણાવે છે કે, કોરોના બાદ કપૂરનો વપરાશ વધ્યો છે. લૂઝ કપૂર, કપૂરની ટીકડી એમ અનેક પ્રકારના કપૂર આવે છે, લોકો ઓક્સિજનનું પ્રમાણ વધારવા માટે કપૂરની પોટલી કરે છે. આ સિવાય ઘરે ઘરે તેનો ધૂપ પણ કરવા લાગ્યા છે. આ પહેલા કપૂરનો વપરાશ સ્વાઇન ફ્લૂ વખતે વધ્યો હતો. ત્યારબાદ કોરોનામાં વધ્યો છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો