• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Sakhi One Stop Center, A Shelter For Women Victims Of Domestic Violence In Rajkot, Has Registered 310 Cases Of Domestic Violence In The Last One Year.

હિંસાનો પ્રતિકાર:રાજકોટમાં ઘરેલુ હિંસાથી પિડીત મહિલાઓને આશ્રય આપતી સખી વન સ્ટોપ સેન્ટર, છેલ્લા એક વર્ષમાં ઘરેલુ હિંસાના 310 કેસો નોંધાયા

9 મહિનો પહેલા
  • મહિલાઓનો 181 સાથે સંપર્ક-સંકલન કરી મનોચિકિત્સક પાસે કાઉન્સેલીંગ કરાયું
  • આ સેન્ટરમાં જાન્યુઆરી-2021 સુધીમાં કુલ-1514 કેસો નોંધાયેલા છે

ભારત સરકારનાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા ઘરેલુ હિંસાથી પિડીત મહિલાઓને આશ્રય સહિતની તમામ સુવિધા એક જ સ્થળેથી મળી રહે તે માટે સખી વન સ્ટોપ સેન્ટર અમલમાં છે. રાજ્યમાં સૌ પ્રથમ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં તા.01/09/2017 થી આ સેન્ટર કાર્યરત બન્યુ છે. આ સેન્ટરમાં જાન્યુઆરી-2021 સુધીમાં કુલ-1514 કેસો નોંધાયેલા છે. જયારે 2020માં ઘરેલુ હિંસાના 310 કેસ છે. જાતિય હિંસાના 3, રેપના 8, બાળકો ઉપર જાતિય હિંસાના 14, દહેજનો એક તથા અન્ય 90 મળી કુલ 426 કેસો નોંઘાયા છે.

લોકડાઉનમાં માનસિક અસ્વસ્થ મહિલાઓને આશ્રય અપાયો હતો
લોકડાઉનના સમયમાં કાઉન્સેલીંગ સેન્ટર દ્વારા ત્રણ માનસિક અસ્વસ્થ મહિલાઓ આત્મહત્યાના પ્રયાસ કર્યો હતો તેવી આ મહિલાઓનો ૧૮૧ સાથે સંપર્ક-સંકલન કરી મનોચિકિત્સક પાસે કાઉન્સેલીંગ કરી આશ્રય અપાયો હતો. જેથી આ મહિલાઓ સ્વસ્થ બની હતી.લોકડાઉનમાં કલેકટર રેમ્યા મોહનની સુચનાથી રાજકોટ જિલ્લા ઉપરાંત જુદા જુદા જિલ્લામાં ફસાયેલ હિંસાથી પીડિત બહેનોને એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવા, પોલીસ પ્રોટેકશન આપવા સહિતની કામગીરી કરાઇ હતી. આવી સાત બહેનોને તેમના વતન-ઘર જમ્મુ કાશ્મીર, હરિયાણા, ઉત્તર પ્રદેશ વગેરે સ્થળે તથા રાજયમાં વેરાવળ સહિતના નારી સરંક્ષણ ગૃહ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. સંસ્થામાં પણ આશ્રય અપાયો હતો.

“સખી”વન સ્ટોપ સેન્ટર- રાજકોટને ISO સર્ટીફીકેટ મળ્યુ છે
લોકડાઉનમાં અગાઉની ઘરેલુ હિંસાથી પિડિત બહેનોને સ્થિતી કેવી છે તે જાણવા તેનું ફોલોઅપ લેવાયુ હતું. જેમાં ૧૧૭૭ બહેનોનું ટેલીફોનિક કાઉન્સેલીંગ કરી તેની સમસ્યાના સમાધાનમાં સખી વન સ્ટોપ સેન્ટર ઉપયોગી બન્યું હતું. ગુજરાતમાં સૌ પ્રથમ “સખી”વન સ્ટોપ સેન્ટર- રાજકોટને ISO સર્ટીફીકેટ મળ્યુ છે. આ અંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આ સેન્ટર દ્વારા હિંસાથી પીડિત મહિલાઓને કાયદાકીય સહાય, તબીબી સારવાર, સામાજિક તથા ઘરેલુ સમસ્યામાં પરામર્શન, પોલીસ સહાય અને હંગામી ઘોરણે આશ્રય આપવામાં આવે છે. આ સેન્ટર 24 કલાક કાર્યરત-ખુલ્લુ રહે છે અને કોઇ પણ નાત-જાત, જ્ઞાતિ, ધર્મ, ઉંમરના ભેદભાવ વિના એક છત્ર હેઠળ પીડિત મહિલાઓને સુવિધા પૂરી પાડવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...