વાહ રે દોસ્તી:રાજકોટમાં મધરાતે બહેનપણીના આપઘાતની જાણ થતાં સખીએ પણ તેના વિરહમાં મોતને વ્હાલું કર્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
બન્ને યુવતીઓ ખજૂરનું પેકીંગ કરતા-કરતા બન્ને બહેનપણી બની ગઇ હતી - Divya Bhaskar
બન્ને યુવતીઓ ખજૂરનું પેકીંગ કરતા-કરતા બન્ને બહેનપણી બની ગઇ હતી
  • ખજૂરનું પેકીંગ કરતા-કરતા બન્ને બહેનપણી બની ગઇ હતી
  • પૂજાએ ઓરડીમાં દરવાજો અંદરથી બંધ કરી તાળુ મારી ફાંસો ખાઇ લીધો
  • જીવીએ ઢોર બાંધવાના ઢાળીયામાં દૂપટ્ટો બાંધી જિંદગીનો અંત આણ્યો
  • 8 દિવસ પહેલા પણ રાજકોટમાં બે મિત્રોએ ઝેર ગટગટાવી જિંદગી ટૂંકાવી હતી

રાજકોટમાં 8 દિવસ પહેલા 16 વર્ષીય દિશાંત અને તેના 20 વર્ષીય મિત્ર શ્યામ મેવાડાએ એ ઝેર ગટગટાવી જિંદગી ટૂંકાવી હતી. બન્ને જીગરજાન મિત્રોએ ક્યાં કારણે મોત વ્હાલું કર્યું તેની સંપૂર્ણ વિગત હજુ સુધી સામે નથી આવી ત્યાં ગઈકાલે મોડી રાત્રીના રૈયાધાર વિસ્તારમાં 17 વર્ષની તરુણીએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાની સવારે તેની બહેનપણીને જાણ થતા તેના આઘાતમાં બહેનપણીએ પણ ગળેફાંસો ખાઈ મોત વહાલું કરી લેતા સનસનાટી મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે બન્ને યુવતીઓ ખજૂરનું પેકીંગ કરતા-કરતા બન્ને બહેનપણી બની ગઇ હતી. જેમાં પૂજાએ ઓરડીમાં દરવાજો અંદરથી બંધ કરી તાળુ મારી ફાંસો ખાઇ લીધો હતો. ત્યારબાદ જીવીએ ઢોર બાંધવાના ઢાળીયામાં દૂપટ્ટો બાંધી જિંદગીનો અંત આણ્યો હતો.

પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો
પોલીસે જણાવ્યું હતું કે,બાવાજી યુવતી મોબાઇલ ફોનમાં વ્યસ્ત રહેતી હોઇ કદાચ એ બાબતે ઠપકો મળતાં પગલુ ભર્યાની શકયતા છે. તેના આઘાતમાં સખીએ પણ મોત મેળવી લીધું હતું. બનાવની વિગતો અનુસાર,રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળાના ગેઇટ પાસે રહેતી પૂજા જીવણભાઇ રામાવત(બાવાજી)(ઉ.વ.17)એ પોતાના ઘરમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ 108ના ઇએમટી દક્ષાબેન ચૌહાણને થયા બાદ બનાવ અંગે યુનિવર્સિટી પોલીસ મથકના હેડકોન્સ્ટેબલ ભગીરથસિંહ ખેર અને રાઇટર લક્ષમણભાઇ મહાજને ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો.

8 દિવસ પહેલા 16 વર્ષીય દિશાંત અને તેના 20 વર્ષીય મિત્ર શ્યામ મેવાડાએ એ ઝેર ગટગટાવી જિંદગી ટૂંકાવી હતી (ફાઈલ તસ્વીર)
8 દિવસ પહેલા 16 વર્ષીય દિશાંત અને તેના 20 વર્ષીય મિત્ર શ્યામ મેવાડાએ એ ઝેર ગટગટાવી જિંદગી ટૂંકાવી હતી (ફાઈલ તસ્વીર)

ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો
પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યા મુજબ પૂજા એક ભાઇથી મોટી હતી.તેના પિતા છુટક મજૂરી કરે છે.ગઇકાલે સાંજે તે ઘરે એકલી હતી.ઓરડીનો દરવાજો અંદરથી બંધ કરી તાળુ લગાવી તેણે એંગલમાં ચુંદડી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો.પૂજા મોબાઇલ ફોનમાં વાતો કરતી રહેતી હોય કદાચ આ બાબતે કોઇનો ઠપકો મળ્યો હોઇ શકે. યુનિવર્સિટી પોલીસે મોબાઇલ કબ્જે લઇ તેની કોલ ડિટેઇલ મેળવવા તજવીજ આદરી છે.

જીવી સાત બહેન અને બે ભાઇમાં છઠ્ઠા નંબરે હતી
ત્યારબાદ મોડી રાતે સાડા બારેક ગાંધીગ્રામ રામાપીર ચોકડી પાસે શાસ્ત્રીનગર-6માં રહેતી જીવીબેન રવિભાઇ ધ્રાંગીયા(ભરવાડ)(ઉ.વ.20) નામની યુવતિ ઘર પાસેના ઢોર બાંધવાના સળીયામાં લોખંડના એંગલમાં દૂપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસ મથકના એ.એસ.આઇ અજયસિંહ ચુડાસમાએ ઘટના સ્થળે પહોંચી તપાસ કરતા,આપઘાત કરનાર જીવી સાત બહેન અને બે ભાઇમાં છઠ્ઠા નંબરે હતી.પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ કરી હતી.

ખજૂર પેકીંગ કરવાના ડેલામાં પાંચેક વર્ષથી સાથે કામ કરવા જતી હતી
તેમાં જાણવા મળ્યું હતું કે,જીવી અને રૈયાધારમાં ફાંસો ખાઇ આપઘાત કરનાર પૂજા એમ બંને બહેનપણી હતી.આ બંને રૈયાધારમાં આવેલા ગોવિંદભાઇ ભરવાડના ખજૂર પેકીંગ કરવાના ડેલામાં પાંચેક વર્ષથી સાથે કામ કરવા જતી હતી ત્યારથી બંને એકબીજાને ઓળખતી હતી. બહેનપણી પૂજાના વિયોગમાં રાત્રીના સાડાબારેક વાગ્યે તેણીએ ઘરના ઢોર બાંધવાના ઢાળીયામાં જઇ ગળાફાંસો ખાઇ જીવન ટુંકાવ્યું હતું.આ બનાવનું સ્પષ્ટ કારણ જાણવા રૈયાધાર અને ગાંધીગ્રામમાં બનેલા આ બનાવે અરેરાટી ફેલાવી દીધી છે.