વધુ એક ધડાકો:‘CP કચેરીમાં સાખરાએ 50 લાખ, PI રાઈટર યોગીએ રૂ.25 લાખ લીધા હતા’, ​​​​​​​​​​​​​​રાજકોટ CID (ક્રાઈમ)ની કચેરીમાં નિવેદનો લેવાયા

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ડો.કરમટા નિવેદન આપીને પાછલા બારણેથી રવાના થઈ ગયા હતા. - Divya Bhaskar
ડો.કરમટા નિવેદન આપીને પાછલા બારણેથી રવાના થઈ ગયા હતા.
  • CPના ફેમિલી ડોક્ટર કરમટાએ સખિયાબંધુની મુલાકાત અગ્રવાલ સાથે કરાવી હતી
  • પોલીસને દેવા માટે જેણે રૂપિયાની વ્યવસ્થા કરી તે 3 વ્યક્તિના નિવેદન પણ લેવાયા
  • CP સાથે મુલાકાત કરાવનાર​​​​​​​ ડો.​​​​​​​કરમટા

રાજકોટ પોલીસ કમિશનર અગ્રવાલ, ક્રાઇમ બ્રાંચ પીઆઇ ગઢવી અને પીએસઆઇ સાખરા સામે ગંભીર આક્ષેપો કરીને રાજ્યભરમાં ચકચાર જગાવનાર જગજીવનભાઇ સખિયાએ વધુ એક ધડાકો કર્યો હતો, પોલીસ કમિશનર કચેરીમાં જ તેમણે એક વખત રૂ.50 લાખ અને બીજી વખત રૂ.25 લાખ આપ્યા હતા, અને સખિયાએ આ સમગ્ર વાત તપાસ સમિતિને પણ કહી હતી.

તપાસ માટે આવેલા SP દૂધાત
તપાસ માટે આવેલા SP દૂધાત

જગજીવનભાઇ સખિયાએ ‘દિવ્ય ભાસ્કર’ને જણાવ્યું હતું કે, તેમના ભાઇ મહેશભાઇ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ હતી, કરોડો રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ પોલીસ નોંધશે નહીં તે સ્પષ્ટ હોવાથી તેમની ગોકુલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો.તેજશ કરમટાને છેતરપિંડી અંગે તેમજ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને મળવા અંગે વાત કરી હતી, ડો.કરમટા કમિશનર અગ્રવાલના ફેમિલી ફિઝિશિયન હોવાથી તેમણે કમિશનરને મેળવી આપવાની ખાતરી આપી હતી અને ડો.કરમટા તથા જગજીવનભાઇ પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યા હતા

ડો.કરમટાને બોલાવતા તેમણે પ્રાથમિક માહિતી કમિશનરને આપી હતી, દશ મિનિટ બાદ મને બોલાવતા મેં સંપૂર્ણ માહિતી અગ્રવાલને આપી હતી, વાત સાંભળ્યા બાદ તેમણે આ મામલે ફરિયાદ નહીં થઇ શકે તેવું કહી દીધું હતું, કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ છે તે અંગેના પૂરતા પુરાવા છે તેવી વાત કરતા અંતે અગ્રવાલે ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી.કે.ગઢવીને બોલાવ્યા હતા અને ગઢવી અમને પોતાની ઓફિસમાં લઇ ગયા હતા.

ડો.કરમટાને હોસ્પિટલે જવું હોય તેઓ ગઢવીની ઓફિસમાં આવતા પૂર્વે જ જતાં રહ્યા હતા, જગજીવનભાઇ અને પીઆઇ ગઢવી બે જ ઓફિસમાં હતા ત્યારે પીઆઇ ગઢવીએ કમિશનર અગ્રવાલે 30 ટકા કમિશનનું કહ્યું છે તેવી વાત કરી હતી, અને રકઝકના અંતે 15 ટકા નક્કી થયા હતા, આ મામલે અરજીના આધારે પીએસઆઇ સાખરાએ કાર્યવાહી શરૂ કરી હતી અને આરોપીઓ પાસેથી રૂ.1.20 કરોડ વસૂલ્યા હતા સામે અમારી પાસેથી પણ પૈસાની માંગ શરૂ કરી હતી

પીએસઆઇ સાખરાએ પ્રથમ હપ્તાના રૂ.50 લાખ માટે ફોન કર્યો હતો અને તે રકમ લઇને પોલીસ કમિશનર કચેરીએ આવવા કહ્યું હતું, જગજીવનભાઇ કમિશનર કચેરીમાં પાર્કિંગ પાસે ઊભા હતા ત્યારે પીએસઆઇ સાખરા કાર લઇને આવ્યા હતા અને જગજીવનભાઇને કારમાં બેસાડી તેમની પાસે રહેલો રૂ.50 લાખની રોકડ ભરેલો થેલો કારમાં જ સ્વીકારી લીધો હતો અને ત્યારબાદ તે થેલો લઇને તે ક્રાઇમ બ્રાંચની ઓફિસે ગયા હતા.બીજી વખતે રૂ.25 લાખની માંગ થઇ હતી, આ વખતે પણ પૈસા લઇને કમિશનર કચેરીએ જવા પીએસઆઇ સાખરાએ કહ્યું હતું

જગજીવનભાઇ કમિશનર કચેરીએ પહોંચતા તેમણે ફરીથી પીએસઆઇ સાખરાને ફોન કરતા તેણે કહ્યું હતું કે, પીઆઇ ગઢવીના રાઇટર યોગી જાડેજા આવીને પૈસા લઇ જશે, થોડીવાર બાદ યોગી જાડેજા આવ્યા હતા અને તેણે પણ કારમાં જ બેસીને રૂ.25 લાખ લઇ લીધા હતા. જગજીવનભાઇએ એવું પણ કહ્યું હતું કે, ગુરુવારે તપાસ સમિતિ રાજકોટ સીઆઇડી ક્રાઇમની ઓફિસે આવી હતી ત્યારે તેમનું, તેમના ભાઇ મહેશભાઇ, ડો.કરમટા ઉપરાંત અન્ય ત્રણ સાક્ષીના નિવેદનો લીધા હતા.

પોલીસને ચૂકવવા માટે તત્કાલીન સમયે જગજીવનભાઇ પાસે રૂ.75 લાખ રોકડા હાથવગા નહીં હોવાથી તેમણે તેમના ત્રણ પરિચિત પાસેથી તે રકમની વ્યવસ્થા કરી હતી તે ત્રણ વ્યક્તિએ પણ તપાસ સમિતિ સમક્ષ નિવેદન આપ્યા હતા.

લાઇસન્સ લેવા વાળાને CP સોફામાં બેસાડે છે !
જગજીવનભાઇ સખિયાએ વધુ એક વખત પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે આક્રોશ ઠાલવ્યો હતો, તેમણે કહ્યું હતું કે, તેમના ભાઇ સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી થઇ ત્યારે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલને મળવા જવું હતું પરંતુ તેઓ ભોગ બનનાર લોકોને મળતા નથી તેથી તેમની હોસ્પિટલમાં નોકરી કરતા ડો.કરમટા મારફત કમિશનર અગ્રવાલને મળવા ગયા હતા, કમિશનર અગ્રવાલ હથિયાર પરવાનો મેળવવા ઇચ્છુકોને જ સોફામાં બેસાડે છે.

મનોજ અગ્રવાલને કંઇ નહીં થાય: સવાણી
​​​​​​​નિવૃત્ત આઇપીએસ આર.જે. સવાણીના નામે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ ફરતી થઇ છે તેમાં લખ્યું છે કે, એડિશનલ ડીજીપી કક્ષાના અધિકારી મનોજ અગ્રવાલને કંઇ નહીં થાય, ડીજીપી કક્ષાના અધિકારી તપાસ કરી રહ્યા છે પરંતુ બીજી ઇન્કવાયરીની જેમ આ ઇન્કવાયરીનું પણ બાળમરણ થશે, પોલીસ કમિશનરે રૂ.75 લાખ વસૂલ્યા છે તે આક્ષેપને સમર્થન મળતું નથી તેવું બહાર આવશે. પોલીસ કમિશનરે કેટલા અસામાજિક તત્ત્વોને લાઈસન્સ આપ્યા છે તેની તપાસ થવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...