તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધાર્મિક:સ્વામિનારાયણના સંતે મેસેજ કર્યો, ‘જન્માષ્ટમીએ જગત છોડી દઇશ’

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સત્તાધારી સંતો, હરિભક્તો ટોર્ચર કરતા જૂનાગઢના સ્વામીનો આક્ષેપ
  • સંપ્રદાય ઉપર પુસ્તક લખવા મુદે સ્વામી અને કોઠારી વચ્ચે વિવાદ

વડતાલ સ્વામિનારાયણ મંદિરનો ફરી એક વિવાદ સામે આવ્યો છે. જૂનાગઢના યજ્ઞપુરુષસ્વામીએ જન્માષ્ટમીના દિવસે પોતે આપઘાત કરી લેશે તેવો વીડિયો ફરતા સ્વામિનારાયણ સંપ્રદાયમાં ચર્ચાઓ શરૂ થઇ છે. યજ્ઞપુરુષસ્વામી હાલ ક્યાં સ્થળે છે તે અંગેની કોઇ માહિતી નથી, પરંતુ રાજકોટના વતની અને જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના ચૂંટાયેલા ટ્રસ્ટીએ રાજકોટ પોલીસ કમિશનરને પણ લેખિત અરજી આપી યજ્ઞપુરુષદાસજી સ્વામીનો જીવ બચાવવા અને રક્ષણ આપવા જણાવ્યું છે.

જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના ટ્રસ્ટી રાજકોટના રતિભાઇ ભનુભાઇ ભાલોડિયાએ પોલીસ કમિશનરને કરેલી લેખિત અરજીમાં જણાવ્યું છે કે, સ્વામી યજ્ઞપુરુષદાસજીએ સ્વામિનારાયણ સંપ્રદાય નામનું ધાર્મિક પુસ્તક પ્રસિદ્ધ કરેલું જેનાથી જૂનાગઢ મંદિરના હાલના કોઠારી પ્રેમસ્વરૂપદાસજીસ્વામી નવાગઢ વાળાએ ટ્રસ્ટના લેટરપેડ ઉપર નોટિસ લખી સ્વામિનારાયણ સંપ્રદાયનું પુસ્તક જે યજ્ઞપુરુષદાસે પ્રસિદ્ધ કર્યુ છે. તે ગ્રંથના લખાણથી મૂળ સંપ્રદાય તથા રાધારમણદેવ ટ્રસ્ટ જૂનાગઢનો ઘોર અક્ષમ્ય અપરાધ કર્યો છે. આ મામલે મંદિરે યજ્ઞપુરુષસ્વામી સામે આવું કરવા બદલ ત્યાગીપત્ર રજિસ્ટર ઉપરથી નામ રદ શા માટે ન કરવો તેનો ખુલાસો પણ ત્રણ દિવસમાં કરવા માટે નોટિસ આપી છે. આ સમગ્ર મામલે 4 ઓગસ્ટે યજ્ઞપુરુષસ્વામીએ પોતાના ઉપર અત્યાચાર થઇ રહ્યો હોવાનો મેસેજ કર્યો હતો. તેમા એવું પણ જણાવવામાં આવ્યું છે કે, જન્માષ્ટમીએ જગત છોડી દઇશ.

અન્ય સમાચારો પણ છે...