દુષ્કર્મ:ઘરેથી નીકળી ગયેલી તરુણી પર સહેલીના મિત્રે દુષ્કર્મ આચર્યું, તરુણી પર દુષ્કર્મ આચરનાર સામે પોક્સો હેઠળ કાર્યવાહી

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

શહેરના રૈયાધાર વિસ્તારમાં માતાના ઠપકા બાદ ઘરેથી નીકળી ગયેલી તરુણીને સહેલીના મિત્રએ બળજબરી કરી દુષ્કર્મ આચર્યાનો બનાવ પોલીસ દફતરે નોંધાયો છે.ફરિયાદ મુજબ, પતિના અવસાન બાદ બે સંતાન સાથે રૈયાધાર વિસ્તારમાં રહેતા માતા-પિતા સાથે રહે છે. દરમિયાન ગત તા.4ની સાંજે ધો.10માં અભ્યાસ કરતી 15 વર્ષની પુત્રીને ઘરકામ મુદ્દે ઠપકો આપ્યો હતો. બાદમાં સાંજના સમયે પુત્રી અચાનક ઘરમાં જોવા મળી ન હતી. શોધખોળ કરવા છતાં તેની ભાળ મળી ન હતી. ત્યારે તા.6ની સવારે અજાણ્યા મોબાઇલ નંબર પરથી પુત્રીનો ફોન આવ્યો કે, તે રેસકોર્સ પાસે હોવાનું જણાવ્યું હતું.

જેથી તુરંત પરિવાર સાથે રેસકોર્સ દોડી ગયા હતા. પુત્રીની હાલત સારી ન હોય સારવાર માટે હોસ્પિટલ ખસેડાઇ હતી. બાદમાં તેની પૂછપરછ કરતા માતાના ઠપકા બાદ તે ઘરેથી નીકળી ગઇ હતી. ગ્રીનલેન્ડ ચોકડી પહોંચતા ત્રણ મહિના પહેલા સહેલીના મિત્ર વીકી સાથે પરિચય થયો હોય તેને ફોન કરી બોલાવ્યો હતો. વીકી ટુ વ્હિલર પર ગ્રીનલેન્ડ ચોકડી પહોંચ્યા બાદ તેને સઘળી વાત કરતા તે ગાંધીગ્રામમાં મામાનું મકાન બંધ હાલતમાં હોય ત્યાં લઇ ગયો હતો. જ્યાં રાત્રીના સમયે તેને પોતાની સાથે બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં વીકી બીજા દિવસે ઘર પાસે ઉતારી જતો રહ્યો હતો. ઘરે જવાનો ડર લાગ્યો હોય આખી રાત રેસકોર્સમાં છુપાઇ રહી હોવાનું જણાવ્યું હતું. પુત્રીની વિતક કહાની સાંભળતા વિધવા માતાના પગ નીચેથી જમીન સરકી ગઇ હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીઆઇ આર.એસ.ચાવડાએ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...