તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુઝિયમ:સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં જોવા મળશે અહલ્યાબાઈના સમયનો સિક્કો, 5 હજાર વર્ષ પુરાણી દુર્લભ મૂર્તિઓ

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિદ્યાર્થીઓ ઈતિહાસનો સાક્ષાત્કાર કરશે, સિંધુ સંસ્કૃતિ વખતની દુર્લભ વસ્તુઓ મ્યુઝિમયમાં પ્રદર્શિત કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સોશિયોલોજી ભવનમાં કલ્ચરલ મ્યુઝિયમ બનાવવાના પ્રસ્તાવ બાદ હવે ઈતિહાસ ભવનમાં પણ મ્યુઝિયમ બનાવાશે જેમાં પ્રાચીન-દુર્લભ વસ્તુઓનો સંગ્રહ કરાશે. ઈતિહાસ ભવનમાં તૈયાર થનારા મ્યુઝિયમમાં અહલ્યાબાઈના સમયનો સિક્કો, સિંધુ સંસ્કૃતિ વખતના રમકડાં, વાસણો, ઓજાર, આશરે 5 હજાર વર્ષ પુરાણી મૂર્તિઓ અને સિક્કાઓનો સંગ્રહ કરાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ ડોલરરાય માંકડના પુરાતત્ત્વ અને ઈતિહાસ પ્રેમના કારણે આ અલભ્ય વસ્તુઓ હજુ સંગ્રહાય છે. વર્ષ 1966થી 1970 દરમિયાન તેમણે અનેક પ્રાચીન વસ્તુઓ, સિક્કાઓ, મૂર્તિઓનો સંગ્રહ કર્યો હતો. ડૉ.માંકડે પુરાતત્ત્વની દૃષ્ટિએ સમૃદ્ધ એવા પશ્ચિમ સૌરાષ્ટ્ર સ્થળે પ્રવાસ કરી હસ્તપ્રતો, મૂર્તિઓ અને અન્ય પ્રાચીન વસ્તુઓ પ્રાપ્ત કરી શક્યા. આ તમામ વસ્તુઓ હવે મ્યુઝિયમમાં સંગ્રહાશે.

ઈતિહાસ ભવનમાં આટલી દુર્લભ વસ્તુઓનો ખજાનો છે

 • છઠ્ઠી સદીની ભગવાન વિષ્ણુની મૂર્તિ
 • 12મી સદીની સૂર્યની મૂર્તિ
 • 16મી સદીની વાસુદેવ (વેણુ-ગોપાલ)ની મૂર્તિઓ
 • ચારણી સાહિત્યની હસ્તપ્રતો, તીર્થગોરો, બારોટના ચોપડા
 • અહલ્યાબાઈના સમય 1765થી 1795ના સિક્કાઓ
 • સયાજીરાવ ગાયકવાડના સમયના સિક્કાઓ
 • મુગલકાળના અકબરના સમયનું ચલણ
 • જહાંગીરના સમયના સિક્કાઓ-ચલણ
 • વિશ્વના 50થી વધુ દેશોના પ્રાચીન સિક્કાઓ
 • સિંધુ સંસ્કૃતિ વખતના માટીના રમકડાં, વાસણો, સાધનો
 • ઈ.સ. પૂર્વે બીજી સદીના પ્રાચીન સિક્કાઓ
 • ગ્રેફાઈટના પથ્થરની પ્રાચીન મૂર્તિઓ

મ્યુઝિયમ દરેક લોકો નિહાળી શકશે
ઈતિહાસ ભવનમાં મ્યુઝિયમ ન માત્ર યુનિવર્સિટી કે સંલગ્ન કોલેજોના વિદ્યાર્થીઓ માટે પરંતુ સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ સહિત દરેક લોકો માટે ખુલ્લું રહેશે. આ મ્યુઝિયમમાં લોકો આપણો વૈભવી ઈતિહાસનો સાક્ષાત્કાર કરી શકશે. > ડૉ. એ.વી.ચોથાણી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો