ક્રાઇમ:સગીરાનું અપહરણ કરી હળવદ પંથકમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લગ્નની લાલચ આપી 11 દિવસ પૂર્વે સગીરાને ઉઠાવી ગયો, હળવદના ઇશ્વરનગરના ઝૂંપડામાં રાખી શોષણ કર્યું

સગીરાને લગ્નની લાલચ આપી ઉઠાવી જઇ દુષ્કર્મ આચર્યાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ભીચરીમાં રહેતા પરિવારની 15 વર્ષની પુત્રીને નાની મોલડીના શખ્સે ઉઠાવી જઇ હળવદના ઇશ્વરનગરમાં ઝૂંપડામાં રાખી તેના પર દુષ્કર્મ આચર્યું હતું, પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી હતી.

ભીચરી અમરગઢ ગામે રહેતા 35 વર્ષના મહિલાએ તેની પુત્રીના અપહરણ અને તેના પર દુષ્કર્મ અંગે કુવાડવા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે ચોટીલાના નાની મોલડી ગામના સુનિલ નથુ બથવારનું નામ આપ્યું હતું, મહિલાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.6ના બપોરે તેની 15 વર્ષની પુત્રી દુકાને કંઇક લેવા જવાનું કહી ઘરેથી નીકળ્યા બાદ લાપતા થઇ ગઇ હતી, લાંબો સમય વિતવા છતાં તે પરત નહી આવતા તપાસ કરતાં નાની મોલડીનો સુનિલ ભગાડી ગયાનું જાણવા મળતાં તેની ઘરે જઇને વાત કરતા યોગ્ય જવાબ મળ્યો નહોતો.

બુધવારે સગીરા પોતાના ઘરે પરત ફરી હતી અને તેણે આપવિતી વર્ણવી હતી, સગીરાએ તેની માતા સમક્ષ કહ્યું હતુંકે, તેને સુનિલ લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયો હતો અને હળવદના ઇશ્વરનગર ગામે સાગરભાઇની વાડીએ ઝૂંપડામાં રાખી ત્યાં મજૂરી કામ કરાવતો હતો અને અનેક વખત શરીર સંબંધ બળજબરીથી બાંધ્યા હતા.પોલીસે મહિલાની ફરિયાદ પરથી સુનિલ સામે અપહરણ, દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તેની શોધખોળ શરૂ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...