તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોહિયાળ હોળી:જેતપુરમાં હોળીના દિવસે મોટાભાઈએ નાનાભાઈની કાતરથી હત્યા કરી, શહેરના ધમધમતા ચોકમાં ખૂની ખેલ ખેલાયો

જેતપુરએક મહિનો પહેલા
મૃતક હારુન (ડાબી બાજુ ) અને આરોપી સિકંદર (જમણી બાજુ )
  • પોલીસે બંને ભાઈઓ ઉપર મારામારીના અનેક ગુન્હાઓ નોંધ્યા હતાં

જેતપુરમાં તહેવારોમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે, હજુ વેલેન્ટાઇન્સ ડેના દિવસે એક યુવકની નિર્મમ હત્યા કરવામાં આવી હતી ત્યારે આજે ફરી હોળીના પવિત્ર દિવસે સગાભાઈએ નાનાભાઈની હત્યા કર્યાનો બનાવ સામે આવ્યો છે. હાલ સ્થાનિક પોલીસ ઘટના સ્થળે પહોંચી છે ને વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ ખૂની ખેલ જેતપુરના સ્ટેન્ડ ચોક વિસ્તારમાં આકાર પામ્યો છે. જેને પગલે ચકચાર મચી જવા પામ્યો છે.

પોલીસે બંને ભાઈઓ ઉપર મારામારીના અનેક ગુન્હાઓ નોંધ્યા હતાં.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરના હાર્દ સમા સ્ટેન્ડ ચોક વિસ્તાર વિસ્તારમાં વર્ષોથી ફૂલોનો વ્યવસાય કરતા કાસમભાઈ શેખના પુત્રો સિકંદર અને હારુન વચ્ચે ઘણા સમયથી સામાન્ય માથાકૂટ થતી રહેતી. આ માથાકૂટને કારણે તેમના પિતાએ નાના પુત્રને થોડો સમય બહારગામ પણ મોકલી દીધો હતો. થોડો સમય રહી ફરી અહીં પરત આવી ગયો હતો. નશા તેમજ મારામારીના આદિ આ બંને ભાઈઓ વચ્ચે ફરી નાની તકરાર થતી રહેતી જેથી તેઓના પિતા બંનેથી કંટાળી ગયા હતાં અને પોલીસને પુત્રોને પકડવા માટે સામેથી ફોન પણ કરતા અને પોલીસે પણ બંને ભાઈઓ ઉપર મારામારી, પ્રોહીબિશનના અનેક ગુન્હાઓ નોંધ્યા હતાં.

સગા ભાઈએ જ સગા ભાઈની કરી હત્યા
બંને ભાઈઓ વચ્ચે ખટરાગ દિવસે ને દિવસે વધતો જ જતો હતો. જેને પગલે આજે સાંજના સમયે સ્ટેન્ડ ચોક વિસ્તાર કે જ્યાં ફૂલોની બઝાર આવેલ છે ત્યાં તેમના વ્યવસાય પર જ બંને ભાઈઓ વચ્ચે માથાકૂટ થઈ જેમાં ફૂલોના હારના દોરા કાપવામાં વપરાતી કાતર મોટાભાઈના હાથમાં આવી ગઈ અને બંને વચ્ચે થયેલ ઝપાઝપીમાં મોટાભાઈ સિકંદરથી નાનાભાઈ હારુનની છાતીના ભાગે એક ઘા લાગી જતા હારુનની છાતીના ભાગેથી લોહીની દંદુળી થઈ અને ત્યાં જ જમીન પર પડી તડફડવા લાગ્યો અને હોસ્પીટલે સારવાર માટે લઈ જાય ત્યાં જ તેનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.

ફૂલોની બજાર પણ બંધ
ઉલ્લેખનીય છે કે આજે હોળીના દિવસે હિન્દૂ અને મુસ્લિમ બંનેનો ફૂલની જરૂરિયાત હોય છે જેમાં હિન્દુઓને હોળી માટે તેમજ મુસ્લિમોને કબ્રસ્તાન અને દરગાહે ચડાવવા માટે ફૂલોની જરૂરીયાત વચ્ચે જ ફૂલોના ધંધાર્થી ભાઈના હાથે ભાઈનું ખૂન થતાં ફૂલોની બજાર બંધ થઈ ગઈ જતાં ફૂલોની તંગી પણ સર્જાઈ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

વધુ વાંચો