ખરીદતા પહેલા ચેતજો:રાજકોટ આરોગ્ય વિભાગે લીધેલા દિવેલનું ઘી, ગાયનું ઘી અને જીરાના નમૂના સબસ્ટાન્ડર્ડ, કાળા મરી અને રાયનો નમૂનો અનસેફ ફૂડ જાહેર

રાજકોટ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા નૂમના લેવામાં આવ્યા હતા. - Divya Bhaskar
રાજકોટમાં આરોગ્ય વિભાગ દ્વારા નૂમના લેવામાં આવ્યા હતા.
  • રેલનગર-પોપટપરાના વિસ્તારમાં ખાણીપીણીના 20 ધંધાર્થીઓનું ચેકિંગ, 7ને લાઇસન્સ અંગે નોટિસ

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજ દિવેલનું ઘી (લૂઝ), ગાયનું ઘી (લૂઝ) અને જીરું (લૂઝ)ના ત્રણ નમૂના તપાસ બાદ રિપોર્ટમાં સબસ્ટાન્ડર્ડ જાહેર થયા છે. તેમજ કાળા મરી (આખા-લૂઝ) અને રાય (આખી-લૂઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં અનસેફ ફૂડ જાહેર થયો છે

શહેરના આ વિસ્તારમાંથી નમૂના લેવામાં આવ્યા હતા
1. જય દ્વારકાધીશ નાસ્તા ગૃહ- નાનામવા મેઇન રોડ, PGVCL ઓફિસ સામે, શાક માર્કેટ પાસે, કેવડાવાડી મેઇન રોડ ખાતેથી વિજયભાઈ મસરીભાઇ જોગલ પાસેથી લેવાયેલ ગાયનું ઘી (લૂઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.

2. ખોડિયાર પ્રોવિઝન સ્ટોર- મારુતિનંદન-3, કોર્નર, વિશ્વેશ્વર મંદિર પાછળ ખાતેથી કુણાલ ભીમજીભાઇ વઘાસિયા પાસેથી લેવાયેલ દિવેલનું ઘી (લૂઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં ફોરેન ફેટ (વેજીટેબલ ફેટ)ની હાજરી મળી આવતા સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.

3. સુગંધ એન્ટરપ્રાઇઝ- વરુણ ઇન્ડ. એરિયા 3, માલધારી ફાટક પાસે, કોઠારિયા ખાતેથી નિલેષભાઈ છગનભાઇ અમૃતિયા પાસેથી લેવાયેલ જીરું (લૂઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં એક્સ્ટ્રાનીયસ મેટર વધુ તથા નોન વોલેટાઇલ ઇથર એક્સટ્રેક્ટ ઓછું હોવાથી સબસ્ટાન્ડર્ડ જાહેર થયો છે.

4. યમુનાજી મસાલા ભંડાર- જય ખોડિયાર મસાલા માર્કેટ, સ્ટર્લિંગ હોસ્પિટલ સામે, 150 રિંગ રોડ ખાતેથી ચંદ્રકાંતભાઈ બાબુલાલ પાંધી પાસેથી લેવાયેલ કાળા મરી (આખા-લૂઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં મિનરલ ઓઇલની હાજરી મળી આવતા અનસેફ ફૂડ જાહેર થઈ છે.

5. શ્રી રાઘવ ઇન્ડસ્ટ્રીઝ- શોપ નં. B-6,7, જૂના માર્કેટિંગ યાર્ડ, RTO પાસેથી મૌલિનભાઇ હસમુખભાઇ કટારીયા પાસેથી લેવાયેલ રાય (આખી- લૂઝ)નો નમૂનો તપાસ બાદ રિપોર્ટમાં સિન્થેટીક કલર-કાર્મોઝિન અને બ્લૂ કલરની હાજરી મળી આવતા અનસેફ ફૂડ જાહેર થઈ છે.

20 ફૂડ ઓપરેટરને ત્યાં ચેકિંગ, 7ને લાઇસન્સ અંગે નોટિસ
ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી ઓન વ્હિલ્સ વાન સાથે રેલનગર-પોપટપરાના વિસ્તારમાં 20 ફૂડ બિઝનેસ ઓપરેટરની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી. જેમાં 7 પેઢીને લાઇસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. જેમાં ભેરુનાથ આઇસ્ક્રિમ, સાઉથ કા કમાલ, મોમાઇ ફરસાણ માર્ટ, દેવશ્રી પાણીપુરી, ભોલે પ્રોવિઝન સ્ટોર, શક્તિ પ્રોવિઝન સ્ટોર અને હિંગળાજ પ્રોવિઝન સ્ટોરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પેડક રોડ પર પ્રભાત ડેરી ફાર્મ અને શ્રીરામ ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધના બે નૂમના લેવામાં આવ્યા છે.

શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવ શાખાએ કામગીરી કરી હતી.
શહેરના અલગ અલગ વિસ્તારોમાં દબાણ હટાવ શાખાએ કામગીરી કરી હતી.

એક અઠવાડિયામાં દબાણ હટાવ શાખાએ કરેલી કામગીરી
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા 6થી 13 સુધી શહેરમાં જુદી જુદી જગ્યાએ જાહેર માર્ગો પર દબાણરૂપ એવા રેંકડી-કેબીન, અન્ય ચીજવસ્તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવી છે. જેમાં રસ્તા પર નડતર 42 રેંકડી-કેબીનો, જુદી જુદી અન્ય 193 પરચૂરણ ચીજવસ્તુઓ જપ્ત કરવામાં આવી હતી. 385 કિલો શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ નહોતા તેને જપ્ત કરવામાં આવ્યા હતા, તેમજ રૂ.77,040નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. રૂ.59,100 મંડપ ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો. આ સિવાય 437 બોર્ડ-બેનરો જપ્ત કરવામાં આવ્યા હતા.

મે મહિનામાં ગાંધી મ્યુઝિયમની 4093 લોકોએ મુલાકાત લીધી
મે મહિનામાં 4093 મુલાકાતીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લઈ મહાત્મા ગાંધીજીની જીવનયાત્રા તેમજ તેમના સિધ્ધાંતોની માહિતી મેળવેલ છે. જેમાં 9 સ્કૂલના 435 બાળકોએ પણ મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. એપ્રિલ 2019માં મહાત્મા ગાંધી મ્યુઝિયમ ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારથી હાલ સુધીમાં દેશ-વિદેશના કુલ 2,05,654 મુલાકાતીઓએ મ્યુઝિયમની મુલાકાત લીધી છે.

અન્ય સમાચારો પણ છે...