તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રામમંદિર ભૂમિપૂજન:અયોધ્યામાં રામ મંદિર બનવાની ખુશીમાં રેસકોર્સ સર્કલ પર ભગવા ધ્વજ લહેરાવ્યાં

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રાજકોટના રેસ કોર્સ ખાતે ભગવાઘ્વજ લગાડવામાં આવ્યા - Divya Bhaskar
વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રાજકોટના રેસ કોર્સ ખાતે ભગવાઘ્વજ લગાડવામાં આવ્યા
  • પ્રધાનમંત્રી મોદી આવતી કાલે અયોધ્યામાં 12:30 વાગે રામ મંદિર માટે ભૂમિપૂજન કરશે

રામજન્મ ભૂમિ અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. અયોધ્યા રામ મંદિર ભૂમિપૂજનમાં થોડા કલાકો જ બાકી છે. તેના માટે બધી તૈયારીઓ થઈ ગઈ છે. ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રાજકોટના રેસ કોર્સ ખાતે ભગવાઘ્વજ લગાડવામાં આવ્યા છે.

અયોધ્યામાં શિલાન્યાસ પહેલા સમગ્ર રાજકોટ શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે
જયારે અયોધ્યામાં 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થવા જઈ રહ્યું છે. ત્યારે રાજકોટ વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા આ ક્ષણને યાદગાર બનાવવા માટે રાજકોટ શહેરને ભગવામય બનાવામાં આવી રહ્યું છે. વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા રાજકોટના રેસ કોર્સ સહિત અનેક વિસ્તારમાં ભગવા ધ્વજ આવ્યા લગાડવામાં આવ્યા છે. અયોધ્યામાં શિલાન્યાસ પહેલા સમગ્ર રાજકોટ શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટનું વિશ્વ્ હિન્દૂ કાર્યાલય આવ્યું લાઈટ થી સુશોભિત કરવામાં આવ્યું છે. જયારે આવતી કાલે અયોધ્યામાં શિલાન્યાસ થશે ત્યારે વિશ્વ હિન્દૂ પરિષદ દ્વારા સમગ્ર રાજકોટ શહેરમાં મીઠાઈ વિતરણ કરવાનો કાર્યક્રમ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...