તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Safe Delivery And Successful Treatment Of Critical Condition Of Corona Positive Woman In Rajkot, Now Both Baby And Mother Are Healthy

કોરોનાકાળમાં સુખદ સમાચાર:રાજકોટમાં કોરોના પોઝિટિવ મહિલાની ક્રિટિકલ સ્થિતિમાં સુરક્ષિત પ્રસુતિ અને સફળ સારવાર, બન્ને સ્વસ્થ

રાજકોટ2 મહિનો પહેલા
  • માતા અને બાળક બન્ને ઓક્સિજન સપોર્ટ વગર સ્વસ્થ

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશમાં કોરોનાની બીજી લહેર ચાલી રહી છે અને આ બીજી લહેરમાં કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. હાલની સ્થિતિમાં વધતા સંક્રમણ વચ્ચે ડોકટરએ દેવદૂત સમાન છે. રાજકોટની ખાનગી હોસ્પિટલમાં સગર્ભા મહિલાની ક્રિટિકલ સ્થિતિમાં સુરક્ષિત પ્રસુતિ અને સફળ સારવાર કરવામાં આવી છે. હાલ માતા અને બાળક બન્ને સ્વસ્થ છે.

ક્રિટિકલ સ્થિતિમાં સગર્ભા મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી
રાજકોટ શહેરના રામપીર ચોક નજીક લાભદીપ સોસાયટીમાં રહેતા ચેતનાબેન ચુડાસમાને 7 માસનો ગર્ભ હતો અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેથી તેમને શહેરની વેદાંત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન 16 લીટર ઓક્સિજન આપતા સમયે ઓક્સિજન પ્રમાણ 60 જ રહેતું હોવાથી મહિલાની સ્થિતિ ગંભીર બની હતી. આ સમયે તબીબો દ્વારા ક્રિટિકલ સ્થિતિમાં સગર્ભા મહિલાની પ્રસુતિ કરવામાં આવી હતી અને માતા પુત્રનો જીવ બચાવી નવજીવન આપ્યું હતું. હાલ માતા અને બાળક બન્ને ઓક્સિજન સપોર્ટ વગર સ્વસ્થ હોવાનું અને ઓક્સિજન લેવલ પણ પૂરતું હોવાનું તબીબો જણાવી રહ્યા છે.

કોરોનાકાળમાં સુખદ સમાચાર
રાજકોટની ખાનગી હોસ્પિટલનો પ્રેરણાદાયી કિસ્સો વર્તમાન સમયમાં જોવા મળતા અનેક નેગેટિવ ન્યૂઝ વચ્ચે એક સુખદ સમાચાર સમાન છે. આમ પણ ડોક્ટરને ભગવાનનું બીજું રૂપ માનવામાં આવે છે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા કરવામાં આવેલી આ સફળ કામગીરી તે વાતને યથાર્થ સાબિત કરે છે. આ મહિલા અને બાળકને નવજીવન આપનાર ડો.સંદિપ હરસોડા અને તેમની ટીમ દર્દી માટે દેવદૂત બન્યા છે.