યુદ્ધની ઝાળ લાગી:રશિયા-યુક્રેન યુદ્ધે રાજકોટના MSME સેક્ટરને ઘેર્યું, ઓટોપાર્ટ્સ-સબમર્સીબલ સહિતના ઉદ્યોગોનું ટર્નઓવર 50% તૂટી મહિનામાં 1200 કરોડે આવી ગયું!

રાજકોટ6 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
  • પહેલા 3 મહિના સુધી રો-મટીરિયલ્સના ભાવ ફિક્સ રહેતા, હવે રોજ વધી રહ્યા છે
  • ગ્રાહકો ભાવવધારો સહન ન કરી શકતા ઉદ્યોગકારોએ પ્રોડક્શન જ ઘટાડી દીધું

રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા દોઢ મહિનાથી ચાલી રહેલા યુદ્ધની સીધી અસર એક બાદ એક ક્ષેત્રમાં જોવા મળી રહી છે. તેમાં પણ ખાસ કરી ઉદ્યોગો ઉપર પણ તેની મોટી અસર જોવા મળી રહી છે. ગુજરાતમાં રાજકોટ MSME (માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટપ્રાઇઝ)નું હબ માનવામાં આવે છે અને અહીંયા બનતા ઓટોપાર્ટ્સ દેશ-વિદેશમાં એક્સપોર્ટ કરવામાં આવી રહ્યા છે. પરંતુ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના કારણે રાજકોટના MSME ક્ષેત્રને સીધી રીતે 40%થી વધુ અસર પહોંચી છે. તેમાં પણ દેશ-વિદેશમાં પ્રખ્યાત રાજકોટના બેરિંગ, સિલિન્ડર લાઇનર, મોટર બોડી અને અલગ અલગ પ્રકારના સબમર્શીબલ પમ્પના એક્સપોર્ટ પર મોટી અસર પહોંચી છે. જેની પાછળ મુખ્ય કારણ ઉદ્યોગકારો રો-મટીરિયલમાં થયેલા અસહ્ય ભાવ વધારાને જવાબદાર માની રહ્યા છે. યુદ્ધને કારણે આ ઉદ્યોગોને મંદીએ ઘેરી લીધું છે. યુદ્ધ પહેલા 2550 કરોડનું માસિક ટર્નઓવર હતું જે ડાઉન થઇને 1200 કરોડે આવી ગયું છે.

અન્ય સમાચારો પણ છે...