તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કલેક્ટર તંત્ર એક્શન મોડમાં:રાજકોટમાં કોરોનાનું સંક્રમણ વધતા નોડલ ઓફિસર દોડી આવ્યા, હોળી-ધૂળેટીનો તહેવાર લોકો પોતાની રીતે ઉજવણી ટાળે તેવી અપીલ

રાજકોટ3 મહિનો પહેલા
કોરોના સંક્રમણ અટકાવવા કલેક્ટર, આરોગ્ય અધિકારીઓની નોડલ ઓફિસર સાથે બેઠક યોજાઇ.
  • આગામી દિવસોમાં કોરોના કેસ વધશે તો તંત્ર તૈયારઃ કલેક્ટર
  • વૃદ્ધાશ્રમોમાં જઇને આરોગ્ય અધિકારીઓ માસ વેક્સિનેશન કરશે

રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પુરી થતા જ કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ચૂંટણી સમયે આવતા કેસ દ્રષ્ટીએ હાલ કેસની સંખ્યા ચાર ગણી થઇ ગઇ છે. દિવસેને દિવસે કોરોના કેસનાં આંકડા વધી રહ્યાં છે. ત્યારે કોરોના સંક્રમણને કાબૂમાં કરવા માટે કલેક્ટર તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે અને નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા રાજકોટ દોડી આવ્યા છે. કલેક્ટર રેમ્યા મોહને પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, આજે ગામડાના સરપંચોની તાલુકા વાઇઝ બેઠક કરવામાં આવશે. હોળી-ધૂળેટીના તહેવારને લઇને દરેક સરપંચને સુચન કરવામાં આવ્યું છે. તેમજ લોકો પોતાની રીતે ઉજવણી ટાળે તેવી અપીલ કરવામાં આવી છે.

રાહુલ ગુપ્તા સાથે આરોગ્ય અધિકારીઓની બેઠક
કલેક્ટર રેમ્યા મોહને વધુમાં જણાવ્યું હતું કે, નોડલ ઓફિસર અને રાજ્ય ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા સાથે જિલ્લા અને શહેરના આરોગ્ય અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કોરોના સંક્રમણને અટકાવવા કેવા પગલા લેવા તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગ્રામ્યમાં પણ કેસો વધી રહ્યાં છે. આગામી દિવસોમાં કોરોના કેસ વધશે તો તંત્ર તૈયાર છે. કેસ વધે છે પણ દાખલ કરવાની જરૂર રહેતી નથી. આગામી દિવસોમાં વેક્સિનેશન સેન્ટર પણ વધારવામાં આવશે.

નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા.
નોડલ ઓફિસર રાહુલ ગુપ્તા.

હોળી અને ધૂળેટીને લઇ સરપંચો સાથે ચર્ચા કરાશે
રાજકોટ જિલ્લામાં આવતા વૃદ્ધાશ્રમોમાં જઇને આરોગ્ય અધિકારીઓ માસ વેક્સિનેશન કરશે. હોળી અને ધૂળેટીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે તમામ ગામના સરપંચો સાથે અધિકારીઓ ચર્ચા કરશે. ગામડાના લોકો પણ ગેધરિંગ ન કરે અને સાવચેત રહે તેવી અપીલ કરવામાં આવી છે. રાજકોટ શહેર અને જિલ્લામાં સતત કેસ વધી રહ્યાં છે. પરંતુ દર્દીઓને વેન્ટિલેટરની જરૂર ઓછી પડી રહી છે. ગંભીર દર્દીઓ હાલ ઓછા આવી રહ્યાં છે.

રાજકોટની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો રાહુલ ગુપ્તાનો દાવો
આજે શહેર અને જિલ્લાના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરવામાં આવશે. રાજકોટની સ્થિતિ નિયંત્રણમાં હોવાનો દાવો નોડલ ઓફિસર રાહુલ ગપ્તા દ્વારા કરવામાં આવી રહ્યો છે. કેસ વધી રહ્યાં છે પરંતુ દાખલ થવાવાળા દર્દીઓની સંખ્યા ઓછી હોવાનો દાવો પણ કર્યો છે. સરકારની SOPનું ચુસ્તપણે પાલન કરવા લોકોને અપીલ કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં જરૂરી સુચનાઓને આધારે મહત્વના નિર્ણય લેવાય શકે છે.

ઓરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી.
ઓરોગ્ય અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી.

રાહુલ ગુપ્તાએ કોવિડ સંબંધિત સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી
રાજ્યભરમાં ફેલાય રહેલા કોરોના સંક્રમણની રાજકોટની પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા રાજકોટ આવી પહોંચેલા ઉદ્યોગ કમિશનર અને કોવિડ માટે ખાસ નિમાયેલા અધિકારી ડોક્ટર રાહુલ ગુપ્તા, જિલ્લા કલેકટર રેમ્યા મોહન, જિલ્લા વિકાસ અધિકારી અનિલ રાણાવસીયા તથા અધિક નિવાસી કલેક્ટર પી.બી પંડ્યાએ રાજકોટ શહેર તથા જિલ્લાની કોવિડ સંબંધિત સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા વિમર્શ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...