સૌરાષ્ટ્રમાં લોકડાયરો હોય અને તેમાં રૂપિયાનો વરસાદનો ન થાય તેવું ક્યારેય બની ન શકે ત્યારે સરધાર ખાતે લેઉઆ પટેલ સમાજ વાડીમાં લોક ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ ડાયરામાં પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદરે હાજરી આપી હતી જ્યાં તેમના ઉપર રૂપિયાનો વરસાદ થયો હતો સાથે ભુપત બોદર અને જયેશ રાદડિયાએ પણ લોકડાયરામાં રૂપિયાનો વરસાદ કર્યો હતો.
આ પૂર્વે પણ રૂપિયાનો વરસાદ થયો હતો
ઉલ્લેખનીય છે કે 18 એપ્રિલના રોજ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકાના જેપુર ગામે લેઉઆ પટેલ સમાજ ભવનના લાભાર્થે લેઉઆ પટેલ સમાજ-જેપુર દ્વારા ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હતું તેમાં પણ પૂર્વ કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા પર રૂપિયાનો વરસાદ થયો હતો.
ડાયરામાં ઘોળ ઉડાડવાની પરંપરા રહી છે
સામાન્ય રીતે રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં ડાયરામાં ઘોળ ઉડાડવાની પરંપરા રહી છે એટલે કે લોકો ડાયરામાં લોકસાહિત્યની વાતો પર અથવા તો ભજન કે કોઈપણ વાત કે ભજન કે ગીતોમાં કલાકારો પર રૂપિયાનો વરસાદ કરતા હોય છે. ત્યારે સરધાર ખાતે પણ લોકડાયરામાં ડાયરના કલાકાર યોગીતાબેન પટેલ અને ઘનશ્યામ લાખાણી અને લાલુ માલવિયાના કાર્યક્રમમાં પણ રૂપિયાનો વરસાદ જોવા મળ્યો હતો.
સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરું મહત્ત્વ
સૌરાષ્ટ્રમાં લોકડાયરો અને સંતવાણીનું અનેરૂ મહત્વ છે. હાલ ઠેર ઠેર લોકડાયરા અને સંતવાણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. જેમાં લોકો કલાકારો પર વરસી રૂપિયાનો વરસાદ કરતા નજરે ચડે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.