તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:દિક્ષા પૂર્વે જૈન યાત્રાએ નિકળેલી યુવતીના બાંદ્રા-વેરાવળ ટ્રેનમાં 19.60 લાખના દાગીના ચોરાયા

રાજકોટ2 મહિનો પહેલા
રાજકોટ રેલવે સ્ટેશનના સીસીટીવી પણ ચેક કરવામાં આવ્યાં.
  • બનાવની તપાસ પશ્ચિમ રેલવેનાં રાજકોટ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરને સોંપવામાં આવી

બાંદ્રા-વેરાવળ ટ્રેનમાંથી જૈન યાત્રાએ નીકળેલી યુવતીનાં 19 લાખથી વધુના સોનાના દાગીનાની ચોરી થયાની ઘટના સામે આવી છે. અમદાવાદથી રાજકોટ-જુનાગઢ સુધીના રેલવે સ્ટેશનોનાં સીસીટીવી કેમેરા ચકાસીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ અંગેની તપાસ પશ્ચિમ રેલવેનાં રાજકોટ સર્કલ પોલીસ ઈન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.

પહેલા જુનાગઢ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી
આ બનાવની જાણવા મળતી વિગત મુજબ મુંબઈના વાલકેશ્વરમાં રહેતા પરીશીબેન ભરતભાઈ મહેતા દીક્ષા લેવાના હોવાથી તે પૂર્વે જૈનયાત્રા કરવા માતા હેતલબેન તથા ભાઈ જૈનમ સાથે ટ્રેનમાં મુંબઈથી જુનાગઢ આવવા નિકળ્યા હતા. અમદાવાદમા એક દિવસના રોકાણ બાદ અમદાવાદથી ટ્રેન મારફત બાંદ્રા-વેરાવળ ટ્રેનમાં જુનાગઢ જવા નીકળ્યા હતા. આ દરમિયાન તેઓ પાસે બેગમાં રૂા.19.60 લાખની કિંમતના સોનાના ઘરેણા હતા.
જુનાગઢ પહોંચીને કાંતાબા સંકુલન ધર્મશાળામાં પહોંચ્યા હતા અને ત્યાં તૈયાર થતી વેળાએ બેગ ખોલતાં સોનાના દાગીના ભરેલા પ્લાસ્ટિકનાં બે બોક્સ ગાયબ હોવાનું માલુમ પડ્યું હતું. જેને પગલે તેઓ દ્વારા જુનાગઢ રેલવે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. અમદાવાદથી જુનાગઢ બાંદ્રા-વેરાવળ ટ્રેનના એસી કોચમાં પ્રવાસ દરમિયાન સોનાના આ દાગીનાની ચોરી થયાની શંકાના આધારે જુનાગઢ રેલવે પોલીસે ગુનો દાખલ કર્યો છે.

યુવતીએ ચોરાયેલા દાગીનાના ફોટો પોલીસને આપ્યાં.
યુવતીએ ચોરાયેલા દાગીનાના ફોટો પોલીસને આપ્યાં.

રાજકોટ સોની બજારમાં પણ તપાસ કરાઇ
આ બનાવ અમદાવાદથી જુનાગઢ સુધીનાં માર્ગમાં બન્યો હોવાના અનુમાનના આધારે તપાસ પશ્ચિમ રેલવે રાજકોટનાં સર્કલ ઈન્સ્પેક્ટર વસાવાને સોંપવામાં આવી છે. રેલવે પોલીસના સુત્રોએ કહ્યું કે, તસ્કર ગેંગને પકડવા માટે અમદાવાદ, જુનાગઢ, રાજકોટ સહિતનાં રેલવે સ્ટેશનોનાં સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા છે. અમદાવાદથી પણ અધિકારી તપાસ માટે રાજકોટ આવ્યા હતા. રેલવે પોલીસ એકબીજા સાથે સંકલન સાધીને તપાસ કરતી હોવા છતાં હજુ સુધી કોઈ કડી હાથ લાગી નથી. ચોરાયેલા દાગીનાના ફોટા ફરુયાદી પાસે હોવાથી તે રેલવે પોલીસને સોંપ્યા હતા. તેના આધારે રેલવે પોલીસ રાજકોટ સોનીબજારમાં પણ પહોંચી હતી અને ફોટાવાળા દાગીનાં કોઈ વેચવા આવે તો પોલીસને જાણ કરવાની તાકીદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

વધુ વાંચો