પ્રદેશ અધ્યક્ષથી પૂર્વ CM નારાજ?:રાજકોટમાં રોડ શોમાં પાટીલની હાજરીમાં રૂપાણીની ગેરહાજરી, CR ગયા પછી રૂપાણી અચાનક CM સમક્ષ પ્રગટ થયા

રાજકોટ9 મહિનો પહેલા
ધર્મેન્દ્ર કોલેજ ખાતે ભૂપેન્દ્ર પટેલ સમક્ષ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અચાનક હાજર જોવા મળ્યા.
  • રૂપાણી અને વજુભાઈ રોડ શો દરમિયાન દેખાયા નહીં, પાટીલ ગયા પછી બંને હાજર
  • સતત બીજી વખત રૂપાણી પાટીલ સમક્ષ ન આવતા જૂથવાદની ચર્ચાએ જોર પકડ્યું

રાજકોટમાં આજે સુશાસન દિવસના સમાપન માટે રાજ્યના મુખ્યમંત્રી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉનમાં આવ્યા છે. ત્યારે એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી યોજાયેલા જાજરમાન રોડ શો દરમિયાન પાટીલ હાજર હતા. પરંતુ રૂપાણી ગેરહાજર રહ્યા હતા. પરંતુ ધર્મેન્દ્ર કોલેજે રોડ શો પૂર્ણ થાય તે પહેલા પાટીલ અધવચ્ચેથી જ જતા રહ્યા હતા. બાદમાં ધર્મેન્દ્ર કોલેજે ભૂપેન્દ્ર પટેલ સમક્ષ વિજય રૂપાણી અને સિનિયર નેતા વજુભાઇ અચાનક જ પ્રગટ થતા જોવા મળ્યા હતા. આ વાતથી વિજય રૂપાણી પાટીલથી નારાજ હોય તેવી રાજકીય ચર્ચાએ જોર પકડ્યું છે.

સતત બીજીવાર પાટીલની હાજરીમાં રૂપાણીની ગેરહાજરી
સતત બીજીવાર પાટીલની હાજરીમાં રૂપાણી ગેરહાજર રહ્યા હતા. અગાઉ પણ સીઆર પાટીલના રાજકોટ પ્રવાસ દરમિયાન વિજય રૂપાણી સુરત જતા રહ્યા હતા. વિજય રૂપાણી અને પાટીલ વચ્ચે નારાજગી હોય તેવું સ્પષ્ટ જણાય છે. આજે એરપોર્ટ પર ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટીલના આગમન સમયે વિજય રૂપાણી બહારગામ હોવાની ભાજપના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ત્યારે આજે સતત બીજીવખત પણ સી.આર. પાટીલનાં રાજકોટ આગમન સમયે રૂપાણી ગેરહાજર રહેતા લોકોમાં પણ અનેક ચર્ચાઓ ઉઠી રહી છે. જેમાં રૂપાણી નારાજ છે કે, પાર્ટી દ્વારા પાટીલથી અળગા રાખવામાં આવી રહ્યા છે એવા સવાલો ઉઠ્યા છે.

આખા રોડ શો દરિયાન વિજય રૂપાણી ક્યાંય જોવા મળ્યા નહોતા.
આખા રોડ શો દરિયાન વિજય રૂપાણી ક્યાંય જોવા મળ્યા નહોતા.

સ્થાનિક નેતાઓએ જૂથવાદને લઇ પોતાનો બચાવ કર્યો
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલનાં ભવ્ય રોડ શોમાં વિજય રૂપાણી પણ સામેલ થવાની વાત ગઇકાલે ભાજપ દ્વારા કરી હતી. પરંતુ રોડ શોમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૂચક ગેરહજરીથી જૂથવાદની ચર્ચાએ ફરી જોર પકડ્યું છે. આજે રૂપાણી માત્ર સ્ટેજ પ્રોગ્રામમાં હાજર રહેશે તેવો સ્થાનિક નેતાઓએ જણાવી જૂથવાદને સપાટી પર ન લાવવા પોતાનો બચાવ કર્યો હતો. જોકે રોડ શોમાં રૂપાણીની ગેરહાજરી જ આંતરિક જૂથવાદને સપાટી પર લાવી રહ્યો છે.

ધર્મેન્દ્ર કોલેજ ખાતે વિજય રૂપાણી અને સિનિયર નેતા વજુભાઈ વાળા બંને દેખાયા.
ધર્મેન્દ્ર કોલેજ ખાતે વિજય રૂપાણી અને સિનિયર નેતા વજુભાઈ વાળા બંને દેખાયા.

કોરોના મહામારીમાં જંગી ભીડ સાથે રોડ શો યોજાયો
હાલ કોરોનાએ ત્રીજી વખત મોઢું ફાડ્યું છે ત્યારે ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધતી જોવા મળી હતી. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દૃશ્યો જોવા મળ્યા હતા. રોડ શોમાં મુખ્યમંત્રીની સાથે 100 ગાડીનો કાફલો જોવા મળ્યો હતો. તેમજ 1000 બાઇકચાલકો પણ જોડાયા હતા.

રોડ શોમાં CM અને CR પાટીલ એક જીપમાં સવાર થયા હતા.
રોડ શોમાં CM અને CR પાટીલ એક જીપમાં સવાર થયા હતા.
રોડ શોમાં જંગી ભીડ થઇ હતી.
રોડ શોમાં જંગી ભીડ થઇ હતી.
પાટીલે રોડ શોનું ફ્લેગ ઓફ કર્યું હતું.
પાટીલે રોડ શોનું ફ્લેગ ઓફ કર્યું હતું.
અન્ય સમાચારો પણ છે...